Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
*
જો ચિત્ત નિવાઈ
જિનશાસન અદ્વિતીય શાસન. તેનાં વિધિ-નિષેધ અલૌકિક. તેનાં વ્રત-નિયમ અલૌકિક. સામાન્ય વ્યક્તિ કયારેક જિન શાસનનું ગૌરવ ન પણ સમજી શકે. હીરાનું મૂલ્ય કદાચ ભિક્ષુક ના પણ કરી શકે. તેથી શુ હીરાનું મૂલ્ય ઘટી જાય?
અદ્વિતીય ચીજો અદ્વિતીય વ્યક્તિઓ જ સમજી શકે. મારા સુશિષ્ય!
શ્રી આચારાંગ સૂત્ર આજે તને એક ભવ્ય વાત કરે છે. પ્રભુને સાધુ એટલે “ચિત્ત નિવાઈ જે શબ્દ સાંભળીશ એટલે તું અર્થ કરવા માંડશ અને બોલી ઉઠીશ અરે, આમ તમે અદ્વિતીય કહો છો “ચિત્ત નિવાઈ જેનું ચિત્ત પડી ગયું છે તે. હા.... તારે ચિંતક બનવાનું–વિચારક બનવાનું. પછી તારે વિચાર છોડી દેવાનો, મૂકી દેવાને, એકલા પોતાના અભિપ્રાયને અનુસરવું એ તે સ્વચ્છેદ વૃત્તિ. ખુદના અભિપ્રાય પ્રમાણે જ ચાલવાની આદતવાળા આત્માઓ ઉસૂત્ર પ્રરૂપકે અને અભિનિવેષિક મિથ્યાત્વી બન્યાં. - સાધુતા એટલે છાએ પોતાના અભિપ્રાયનો ત્યાગ. - સાધુતા એટલે સ્વેચ્છાએ પિતાના મતનું
વિસર્જન,
આપણે મત–અભિપ્રાય એટલે શું ? તેને વિચાર કે દિવસ કર્યો છે? બેલ. હું અને તું જ્ઞાની?ના... જ્ઞાની નહિ