Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
૨૪૫
સોહામણાં સંતાન અને અમારા આત્મમંદિરમાં પ્રવેશ મળે તે તેની પાછળ-પાછળ કર્મનું બિહામણું સંતાન પાપ પણ પ્રવેશ કરી દે. પાપ-પુણ્ય પછી તો એવા પગ પહોળાં કરીને બેસી જાય કે સમસ્ત કર્મને પરિવાર સહકુટુંબ સહપરિવાર વગર નિમંત્રણે મારા આત્મ સામ્રાજ્યમાં અડ્ડો ' જમાવીને બેસી જાય એવું મને પોસાય નહિ એટલે સાચે અધ્યાત્મી કમ માત્રને જાકારો આપી દે.
સાચે સાધુ જ પાપ – પુણ્ય બંનેની ઉપેક્ષા કરી શકે. સાચા સાધુને જેમ પાપ પ્રત્યે નફરત હોય, તેમ તેને પુણ્ય પ્રત્યે પણ નફરત હેય. પાપ અને પુણ્ય બંને સાધુના માટે હેય છોડવા લાયક સાચા અધ્યાત્મી પુણ્યને વિદાય આપતાં જરા આશ્વાસન આપે છે. “તને હમણાં મોકલી આપું છું પણ એકવાર મેક્ષની સાધના કરવા પંચેન્દ્રિયજાતિ–મનુષ્યગતિ– મનુષ્યનું આયુષ્ય–વજીષભના રાચ સંઘયણ, ઔદારિક શરીર વિગેરે શેડી પુણ્ય પ્રકૃતિરૂપ તમારી પાર્ટીને નિમંત્રણ આપીશ. પણ હું તમારે આધીન નહિ બનું. મારા નીચે તમારે કામ કરવું પડશે. શુકલધ્યાને પહોંચવા શેડી તમારી મદદ લઈશ.” નિઃ સરણી-સીડીના સહારે રાજમહેલમાં પહોંચાય પણ, રાજમહેલમાં પહોંચ્યા પછી સીડીને ય ત્યાગ કરવાને. તેમ સર્વ સંવરભાવ રૂપ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરીશ ત્યારે કમમાત્રને કહી દઈશ.
દૂર હ. દૂર હટા, તમારું કામ નથી એટલે ૦ સાચા અધ્યાત્મ સમભાવમાં સ્થિત હોય - સાચા અધ્યામી જગતના જીવ માત્રના મિત્ર હાય
સાચા અધ્યાત્મીમાં જ કરુણાના સ્વયંભુરમણ સમુદ્ર લહેરાયમાન થાય