Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૬૦ ]
જે સહન કરે છે તે જ વહન કરી શકે છે
તે જ કહી દે છે સત્ય જુદું છે માટે જ જોરજોરથી સાબિતી આપવી પડે છે.
માને કયારેય જીભથી સાબિત કરવું પડતું નથી. આ મારું સગું બાળક છે. માતાના સાડા ત્રણ કરોડ રૂવાટા માતૃત્વને વ્યક્ત કરી દે છે. સતિને કયારેય સતિત્વને સોગંદથી સિદ્ધ કરવું પડતું નથી. તેના પુણ્ય પ્રકેપથી જ ધરા ધ્રુજી ઉઠે છે.
ભલા માનવ ! આપણે સૌએ સમજવું જ પડશે. સાધુતાની શેભા માત્ર જ નહિ પણ સાધુતાની સિદ્ધિ અને શુદ્ધિ સરળતાથી છે.
એટલે જ શ્રી આચારાંગ સૂત્રમાં સાધુને પર્યાયવાચી. શબ્દ વાપર્યો છે. ત્રીજુ સાધુ સરળ સાધુ જ શુદ્ધ સાધુ હાય. સરળ સાધુ જ સાચા હાય-સરળ સાધુ જ સારા સાધુ બની શકે, સારા સાધુ બનાવવા શ્રી આચારાંગ સૂત્ર આપણને ફરમાવે છે
અંજૂ સેવ પડિબુદ્ધ જીવી?
સરળ સાધુ જ પ્રતિબુદ જીવી હોય.” શાસ્ત્રમાં પ્રતિબુદ્ધ જીવીનો અર્થ કર્યો છે.
ઉપદેશ પ્રમાણે વર્તન કરવાને જેને સ્વભાવ હેય તે.” આ વાક્ય ખૂબ ચિંતન કરાવે છે. અરિહંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન વ્યતીત કરવાને જેને સ્વભાવ છે તે પ્રતિબદ્ધ જીવી. પોતે જે ઉપદેશથી સમજી વિચારીને નિયમ-વતે ગ્રહણ કર્યા છે તે વ્રત નિયમે આજીવન અખંડ પાળે તે પ્રતિબુદ્ધ જેવી.
જે સાધુ શ્વાસે છૂશ્વાસ વડે નહિ પણ સંયમ રૂપ. શ્વાસોચ્છશ્વાસ વડે જીવે તે પ્રતિબુદ્ધ જીવી. સંયમ જ તેનું જીવન.