Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૪૭ જૂ ચેવ ડિબુધ્ધ જીવી
જગતમાં ઉપદેશકાર અનેક હાય. પણ ઉપદેશ પ્રમાણે આચાર વિરલ વ્યકિતમાં હાય. પ્રવચનથી સભા મડપને ગજાવવા સહેલા છે. પણ પ્રવચનના તત્ત્વાથી જીવન જીવવું' ખૂબ કઠીન છે.
કયારેક તે ઉપદેશ અને આચાર વચ્ચે આકાશ અને પાતાળ જેટલ' અંતર હાય છે. ઉપદેશ દેતાં તે ગુરુ ગૌતમ જેવા આત્મા અની જાય છે અને આચારમાં તે ગેાશાળા જેવી પ્રવૃત્તિ દેખાય છે. ઉપદેશમાં અપાતા તત્ત્વે જીવનમાં કેમ પ્રતિષિ`ખિત ન થાય ? કોણ જીવનમાં તત્ત્વજ્ઞાનને પચાવી શકે?
આ પ્રશ્નો આરાધક આત્માને સહજ થવાના છે.... આરાધક આત્મા ઉપદેશ અને આચાર વચ્ચે સગતતા ઈચ્છે છે. વિસંગતતા કયારે પણ ન ઈચ્છે. આરાધક આત્મા કયારે પણ ખુદની ભૂલ ના સંતાડે છૂપાવે. આરાધક આત્મા સદા આત્મિક સિદ્ધિને ચાહતા હાય તેથી ગુરુજનના ચરણકમલમાં નમસ્કાર કરીને શિષ્ય પૂછે છે-ઉપદેશ પ્રમાણે આચાર કાનામાં હાય?
સુશિષ્ય ! શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે “અજૂ ચેવ ડિબુદ્ધ જીવી. ” સરલ આત્મા-ઋજુ આત્મા પ્રતિબુ જીવી હાય છે. તને પ્રશ્ન થશે. પ્રતિબુદ્ધ જીવન માટે દેઢ સકલ્પ– અદ્ભુતવીય' જોઇએ કે ઋજુવૃત્તિ ?
તું એક નહિ અનેક પ્રશ્ન કર. પણ હંમેશા સત્ય સમજવા આતુર રહેજે. શાસ્ત્રના સમાધાન સત્યને અનુસરણ કરતાં હાય. આપણી બુદ્ધિને નહિ...આપણા કદાગ્રહને નહિ.