Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૫૬] વેરવૃત્તિ એ જગજનું મોટામાં મેલું ગાંડપણ છે.
પદે પહોંચી જાય છે. આચાર્ય પદ પર આરુઢ થઈ જિનાજ્ઞા મુજબ ગચ્છનું સંચાલન–શાસનનું સુયોગ્ય સંચાલન કરે તે તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે. અંતે એક ઉત્સર્પિણિ. અવસર્પિણી કાળમાં ફક્ત ૪૮ આત્માને જ જે તીર્થકરનું મહાન પદ મળે છે. તેના પણું ઉમેદવાર બની શકાય. ગુરુકુલવાસમાં રહેતા શિષ્યની પ્રગતિ–પદવી–લાભ અવર્ણનીય. છે. તેથી જ શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે. ગુરુકુલ નિવાસી શિષ્યની પ્રગતિને તું સારી રીતે નિહાળએટલું સૂક્ષ્મ બારીકાઈથી નિરિક્ષણ કર કે તને પણ આ મહાન માર્ગની સફર કરવાનું મન થાય.
ગુરુદેવ ! આપે કૃપા કરી. મને કેટલું સરસ સમજાવ્યું... કયારેક થઈ જતું હતું. મેં આત્મસાક્ષીએ મહાવ્રત લીધાં છે. કઈક તે સમજી વિચારીને લીધાં છે પછી વળી આ ગુરુની શાની પિોલીસ ચેકી? પણ આજે મારી બધી અસમજૂતી-ગેરસમજૂતી દૂર થઈ. જગતની દરેક સારી ચીજના માટે સંરક્ષણ જોઈએ જ. મકાનને કપાઉન્ડ જોઈએ ખેતરને વાડ જોઈએ.દરવાજાને તાળું જોઈએ...નૌકાને નાવિક જોઈએ-સૈન્યને સેનાપતિ જોઈએ તેમ શિષ્યને ગુરુના રખવાળાં જોઈએ. ગુરુના રખેપા હોય તે શિષ્યના સંયમ સુરક્ષિત રહે. આ વાત મને બરાબર સમજાઈ ગઈ પણ હવે કૃપા કરેમને “ઉડિયસ” શબ્દને અર્થ સમજાવે. મારું અજ્ઞાન દૂર કરવા આપ કષ્ટ લે, તેવી. પ્રાર્થના કરું છું
જ્ઞાન પિપાસુ ! તારી યેગ્યતા અને ઉત્સાહિત કરે છે. એટલે સમજાવતાં કષ્ટ નહિ, આનંદ આવે છે. તો કેઈકવાર તારા પ્રશ્નો સાંભળી તારા ભૂતકાળમાં હું ખોવાઈ જાઉં છું. આજે તું પ્રશ્ન કરે છે તેના કરતાં અધિક માથા કુટિયા પ્રશ્ન.