Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૫૪૫
અપકારી પર પણે ઉપકાર કરે તે સજજન છે.
પદવી–ઉન્નતિ આબાદીને સમજ. પદવી કેની થાય ? ઉન્નતિ કોની થાય ? આબાદી કોની થાય ? ઉચ્ચગતિ કોની થાય? એ પણ જાણવું પડશે.
શ્રી આચારાંગ સૂત્ર કહે છે સ્થિત થયેલાંની ગતિ-પદવી ઉચ્ચગતિ થાય છે. કયાં સ્થિત થયેલાની ? એક સ્થાનમાં સ્થિર થયેલાની? એક કાળમાં સ્થિર થયેલાની ? તારા પ્રશ્ન અનેક થશે તે પહેલાં સમજાવું.
ગુરુકુલવાસમાં રહેલાની ગતિ–પદવી થાય છે. – જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે–તે આત્મા ગુર્વાજ્ઞાને
પાલક બની શકે છે. -- જે આત્મ ગુરુકુલવાસમાં રહે છે–તે આત્મા ગુરુસેવાનો
આરાધક બની શકે છે. – જે આત્મા ગુરુકુલવાસમાં રહે છે તે આત્મા નિર્દોષ
શુદ્ધ સંયમને સાધક બની શકે છે. જે આત્મ ગુરુકુલવાસમાં રહે છે–તે આત્મા શુદ્ધ સદગુણનો ઉપાસક બની શકે છે.
ગુરુકુલવાસમાં વીતરાગની આજ્ઞા અને ગુજ્ઞા પાલન થવાથી અભિમાન હટે છે અને નમ્રતા પ્રગટ થાય છે.
જે આત્મામાં નમ્રતા પ્રગટે છે તે જગત માત્રને વદનીય-પૂજનીય અને અનમેદનીય બની જાય છે.
જે આત્મા ગુરુકુળમાં રહે છે તેને પરમ શ્રદ્ધા સંપન્ન ગૌતમ સમા જ્ઞાની ગુરુના શ્રીમુખે શાસ્ત્રવાંચન-શાસ્ત્ર શ્રવણને લાભ મળે છે. સમ્યગ શ્રદ્ધાળુ જ્ઞાની ગુરુ શિષ્ય-શિષ્યાની
ગ્યતા તેમના તર્ક-વિતક તેમની બૌદ્ધિકતા સમજે છે તેથી શિષ્યના મનને સમજી અધ્યયન-અધ્યાપન કરાવે છે. વાંચના આપતાં શિષ્યના પ્રશ્નના સંપૂર્ણ નિરાકરણ કરે