Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
કુછ ઉન્નયમાણે નરે મહયા મોહેણુ.
જ
મુજઝઈ
પાગલ વ્યક્તિ ઘણીવાર એકની એક વાતને પ્રલાપબડબડાટ કરતી જ હોય છે. દુનિયાની હજારે વાત લાખે. પ્ર–કરે વિચારો તેને ગૌણ લાગે અને પિતાની જ ધૂનમાં ફરે તે પાગલ. પાગલ કેઈનું ય સાંભળે નહિ, કેઈનું ય માને નહિ. તેનો આગ્રહ હોય “મને સાંભળે.. મને સમજે...” ભૂલે ચૂકે ય પાગલને કેઈ સમજાવવા જાય. તો બસ...પછી તે જોઈ લે...તમારો...પાગલનું ભાષણ અખલિત ધારાઓ વહેવા લાગે. કોઈ પણ સંગમાં તે સિદ્ધ કરવા પ્રયત્ન કરે. “શુ હું સમજતો નથી કે તમે. મને સમજાવવા આવ્યા ! મારા જેવા બુદ્ધિમાનને કહે છે, તમે પાગલ નથી ? મોટે ભાગે પાગલનું એવું માનવું હોય છે...આખી દુનિયા પાગલ હોય છે.”
વિદ્વાને-વિચારકો અભિપ્રાય છે કે કે મૂઈ–બુદધુ. પાગલ બનતો નથી. પણ જે ખૂબ બુદ્ધિશાળા હેય... વિચારક હોય તે પાગલ બને છે. બસ, તેના મગજમાં એક ધૂન ચઢી ગઈ હોય છે. દુનિયાએ તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. દુનિયા તેને સમજતી નથી. આ ધૂન વધતી ગઈ કે તેને નિવારી ના શકયા ત્યારે મગજ ઉપરનો સંયમ તૂટી ગયો અને માણસ પાગલ બની ગયો. પાગલ બન્યા બાદ એકને એક વાત લવ્યા કરે અને દુનિયા તેની ઉપેક્ષા કર્યા કરે છે. સુશિષ્ય !