Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિનિકા,
[ ૨૦૧
પણ, તારી ઈચ્છાને મળી કહેવાય? તારી તો મેક્ષની ઈચ્છા છે. તારે મેક્ષને પુરુષાર્થ છે. પણ હજી ત્રણ તત્વ ખૂટે છે. • “નિયમિતતા આવી નથી. પરાક્રમ વૃત્તિ પ્રગટ થઈ નથી અપ્રમત્તતા સિદ્ધ કરી નથી.”
એટલે વણિકની જેમ ગણું ગણુને ડગ ભરે છે... કેટલો બધે વિચાર કરે છે પછી જ એક કાર્યને પ્રારંભ કરે છે. પણ, શ્રી આચારાંગ સૂત્ર સાધકનું પ્રેરક બળ છે. પુનઃ પુનઃ શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષાનું ચિંતન કરે.
અપમ સયા પરિકકમિજજસિ” નિત્ય નિયમિતપુરુષાર્થ–પરાક્રમ અને તે પણ અપમત્તભાવે શકય ત્યારે જ બને કે જ્યારે મેક્ષ પ્રાપ્તિની ઝંખના તીવ્રતિતીવ્ર બને. તીવ્ર ઝંખના જપીને બેસવા ના દે...થોડાથી ચલાવી ના લે...અનિયમિતતા તેને ન પાલવે...શક્ય એવા દરેક આરાધનાના ચાગમાં નિયમિત રીતે મન-વચન અને કાયા થી ઝઝૂમી ઉઠે. સાત રજુ ઊંચે રહેલાં મોક્ષને પરાક્રમ દ્વારા હાથ વેતમાં માને અને અવિરત સાધના કરે છે, મેક્ષ માર્ગમાં અપ્રમત્ત ભાવે નિયમિત પરાક્રમ કરનાર કહેવાય....
વત્સ ! મોક્ષમાર્ગમાં અપ્રમત્ત નિયમિત પરાક્રમ એટલે સદા અખંડિત ઉત્સાહ–આનંદ અને શક્તિ પ્રમાણેને ભવ્ય પુરુષાર્થ.
મન-વચન-ક્તનથી સાધ્ય દરેક ગોમાં તત્પરતન થાકે તે વચનને સકુપગ કરી લે અને મન-વચન અને થાકે તે પણ મનને આરાધનામાં જોડી રાખ.
જીવનને છેલ્લે શ્વાસ નહિ, પણ સંયમયાત્રાની પ્રારંભ થી પૂર્ણાહુતિ સુધી આરાધનાને મહાયજ્ઞ અખંડ પ્રજવલિત રાખે. આરાધનાની દિવ્ય જયેત દ્વારા વિરાધના–આશાતના નામશેષ બની જાય