Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૭૪ ]
ભૂલને પખાળે તે પંડીત
શુભ પરિણામથી સદ્ પ્રવૃત્તિ” સદ્ પ્રવૃત્તિ દ્વારા આશ્રવ-નિષેધ અને સંવરભાવનું પ્રગટીકરણ છેવટે સપ્રવૃત્તિ જ સર્વ પ્રવૃત્તિના ત્યાગરૂપ સર્વ સંવરભાવમાં સહાયક બને. સદુપ્રવૃત્તિ વગર આત્માની પ્રગતિ નહિ, આત્માનું કલ્યાણ નહિ એટલે જ શ્રી આચા-રાંગ સૂત્ર કહે છે-“તુમમેવ તુમ મિત્ત”. તું જ તારે મિત્ર
આ વાક્યમાં “એવ” શબ્દ ખૂબ ચિંતન માંગે છે....ઉપદેશ દાન તે કઈ પણ કરશે. પણ સમ્યક્ કિયા તે તારે જ કરવી પડશે અનંત અસદુ અનુષ્ઠાનના પાપ એક શુદ્ધ -અનુષ્ઠાન દ્વારા છિન્ન-ભિન્ન નષ્ટભ્રષ્ટ થઈ જશે.
જ્યારે તારા હૈયામાં ભાયિક ભાવના શુભ પરિણામ પેદા થશે ત્યારે ક્ષણમાં ઘનઘાતિ ચારે-ચારે ય કર્મ નષ્ટ થઈ જશે. કેવળજ્ઞાન અને કેવળ દશનને સહજ આત્મ પરિણામ પ્રગટ થશે. તે બહાર મિત્રતા છે. બહારનો મિત્ર બહારની -સગવડ સાધનામાં સહાયતા કરે. અંતરને મિત્ર અંતરની ‘સહાયતા કરે.
મારા પ્રિય શિષ્ય! તું તારા આત્માને જ મિત્ર બનાવ. -આત્માને જ કેળવ. તારો આત્મા જ શુદ્ધ બને તે તારે મિત્ર બની શકે છે. બીજા તે મિત્રાભાસ છે. જગતમાં મિત્રનું સંશાધન એ તે મેહનું નાટક છે. આત્માને પરિભ્રમણમાં પ્રેરિત કરવાની દુષ્કળ છે.
હું પણ તારે મિત્ર નહિ. મિત્ર તારો શુભ પરિણામ શુભ પરિણામ તારે ઉપકાર કરી શકે. બસ, આત્માને મિત્ર -બનાવી સર્વ શત્રુઓને ત્યાગ કર. એ જ હિતશિક્ષા.