Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૩૬ ]
આંખો એટલે અંતરની પાંખે
વચનના રહસ્યને સમજવાની સદા કેશિષ કરું છું. પણ મને સમજાતું નથી. પદાર્થને ઉપગ થાય અને આસકિત ન આવે?
સાધક! એ જ અદ્દભુત કળા છે. આ કળા સામાન્ય વ્યક્તિને સિદ્ધ થતી નથી. મહાત્માઓ જ આ ભવ્ય કળાના સ્વામી બને છે. મહાજ્ઞાની શાસ્ત્રરત અનેક ગ્રંથના સર્જન દ્વારા વિશ્વના રાનાતન ગુરુ સમા આચાર્ય બપ્પભટ્ટ સૂરીશ્વરજી મ. આમરાજાની સભામાં પ્રતિબંધ કરવા પધારેલ છે. રાજ્ય સભામાં આજે નગરીની પ્રસિદ્ધ નર્તકીનું નૃત્ય પ્રથમ હતું. બાદ ધર્મ સભા હતી. સૌ બેઠા છે. આચાર્ય બપ્પભટ્ટસૂરીશ્વરજી મ. પણ બિરાજ્યા છે. આમરાજાના બાલમિત્ર આચાર્યશ્રી છે, પણ સાથે આમરાજા આચાર્યશ્રીની સરસ્વતીની ઉપાસના, નિર્મળ સંચમ સાધનાને ભક્ત બની ગયેલ છે. ગુરુચરણને ઉપાસક અને આરાધક બનેલ નર્તકીના અદૂભુત નૃત્ય વચ્ચે પણ આમર જાની દૃષ્ટિ આચાર્યશ્રીના સુખદશન માટે તલતી હતી. રાજાની દૃષ્ટિ આચાર્ય શ્રી ઉપર ગઈ અને રાજા વિસ્મય પામી ગયે. “ આ શુ ચંદ્રની જ્યોત્સનામાંથી આગની જ્વાળા??? - મહાત્મા બપ્પભટ્ટસૂરીશ્વરજી મ. અનિમેષ નયને શહેરની રાજનર્તકી વારાંગનાને નિહાળે? વારાંગનાને જ નિહાળતાં નથી. પણ આચાર્યશ્રી એકીટસે જોઈ રહ્યા છે લીલા કંચુકી બધ ને સાધુ સ્ત્રી સામે ન જુએ તે સ્ત્રીના વિકાર પ્રેરક અંગ તરફ નિનિમેષ નયને નિહાળે? સરસ્વતી પુત્ર સમા આચાર્ય શ્રી બપ્પભટ્ટ સૂરીશ્વરજી મ. ની વિકાર દૃષ્ટિ? જે આ સાચું હોય તે વિશ્વની સંત શક્તિ રસાતળમાં ગઈ , રાજાની જેમ મંત્રી-સાંમતે–પુરોહિત રાજ્યના અધિકારી વર્ગની આંખોએ આ સેંધ લઈ લીધી છે. કેઈ કશું