Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૬૯ ૪૦
સાચુ' કહુ' આજે હું આનંદમાં આવી ગયા છું... મસ્ત બની ગયા છુ....આપે મારી ઉપર કેટલા ઉપકાર કર્યાં.... પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પણ શાસ્ત્રાભ્યાસને મને મા દેખાડયા. કયારેક મનમાં થતુ હતુ. ગુરુને ગમે છે માટે ભણે, ગુરુને 'ખુશ કરવા ભણે. પણુ, આજે સમજાયું આપ મને શાસ્ર અધ્યયનના ઉપદેશ શા માટે આપતા હતા ? આપના માટે નહિ, મને પ્રસન્નતા પ્રાપ્ત થાય માટે.
હું સુખી અનુ એજ આપની ચાહના છે. આપનુ નિર્વ્યાજવાત્સલ્ય મને જરૂર આગમને અભ્યાસી મનાવશે. આપના ચરણ સ્પર્શી કરી કહું છું આપના શુભાશિષથી હુ "જરૂર શાસ્ત્ર પારગામી મનીશ અને શાસ્ત્રના ચિંતન–મનનથી પ્રસન્નમના મહાત્મા બનીશ. આપે મને શાસનની જવા-બદારી સોંપી છે તે હવે હું પણ કૃત નિશ્ચયી ખની કન્યના કઠાર પથે આગળ વધીશ........!!!
5