Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
ર૯ અરએ પયાસુ
*****
આનંદ સ્વાભાવિક હોવો જોઈએ. અને આનંદ જેને સ્વભાવ હોય તેવી વ્યક્તિ જ સિદ્ધિના પાન સર કરે છે “પણ આનંદ સુદ્ર ન હૈ જોઈએ. તુચ્છ અને સુદ્ર આનંદમાં રાચનાર આત્માને શાશ્વત સાત્વિક આનંદની અનુભૂતિ ખૂબ દુર્લભ કહી છે. શાસ્ત્ર આપણને સાધ્યની સિદ્ધિ કરવા પ્રેરે છે. તેથી આપણને જે ચીવટ કાળજી હોય તેના કરતાં અધિક ચીવટ કાળજી હિતસ્વીને હોય છે. હિતચિંતક સદા આપણું - ધ્યાન રાખે છે.
સાધક ! તારી બધી ચિંતા તીર્થંકર પરમાત્માએ કરી છે. જેને ઉર્ધ્વરેહણ કરવા હોય તેને નીચેની તળેટીને ત્યાગ કરવો જ પડે. તળેટીને છોડયા સિવાય શિખર સર ન થાય. શાશ્વત આનંદ મેળવવા અશાશ્વતને ત્યાગ કરવો ખૂબ જ જરૂરી. શ્રી આચારાંગ સૂત્ર તને ફરમાવે છે... - “અરએ પયામુ
સ્ત્રી વિષે અનાસક્ત બન..તું કહીશ. હું બાલ બ્રહ્મચારી છું. સ્ત્રી જ નથી તે આસક્તિ શાની? પણ તારા આ બધા - તર્ક-વિતર્ક શાસ્ત્રકાર જાણે છે. આપણે ફક્ત ઇનિદ્રાના તોફાનને જાણીએ છીએ. પણ આપણે ઉપકારક ઈન્દ્રિય અને મનના બંનેના તફાનને સમજે છે. ઈન્દ્રિય સામે પદાર્થ આવે એટલે પાગલ બને, મન દૂર રહેલા પદાર્થની પણ કલ્પના કરી પાગલ બને છે.
મનની સૃષ્ટિ ઈન્દ્રજાળ જેવી છે. ઈદ્રજાળમાં કશું સાચું ના હોય. છતાંય સેહામણુ અને લેભામણું લાગે.
એકવાર તેવા કાલ્પનિક જગતનું દર્શન થાય તેનાથી હાહાકાર ફિલાઈ જાય. મનપસંદ પદાર્થના દર્શન કર્યા પણ મળ્યા નહિ