Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી. આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૧૬૧
આપણી વિજાતીયની વ્યાખ્યા એવી છે. સ્ત્રીએ પુરુષને ત્યાગ કરવો જોઈએ. પુરુષ સ્ત્રીને ત્યાગ કરવો જોઈએ. પ્રભુ કેઈ એક નિયત આકારમાં જ વિજાતીયતા નિહાળતા નથી. અને ફક્ત એક નિયત આકારના ત્યાગથી વિજાતીયને ત્યાગ થઈ ગયે એવી ક્ષુલ્લક વાત પણ સ્વીકારતા નથી.
પ્રભુની આર્ષ દૃષ્ટિ ઉપદેશે છે-શિષ્ય! શું તુ આત્મા? નહિ! મહાત્મા. મહાન આત્મા........ મૈતન્યને ચાહક.... - તન્યને ઉપાસક અને ચૈતન્યના પૂર્ણ વિકાસ માટેનો તારે અવિરત પ્રયત્ન. તારા માટે કે વિજાતીય? શું એકલે
સ્ત્રી વેદનો દ્વારા વિજાતીય? શું એકલે પુરુષ વેદને ઢાંચે વિજાતીય? ના ચૈતન્યના ઉપાસક માટે અજ્ઞાન વિજાતીય.
આત્માના આરાધક માટે પુદગલ વિજાતીયજીવના આરાધક માટે જડ વિજાતીય....
સિદ્ધાત્મા બનવા ઝંખતા સાધુને કર્મ માત્ર વિજાતીય... કમબંધના હેતુ માત્ર વિજાતીય આત્માના શુક્ર અધ્યવસાય સજાતીય
વિજાતીયથી સ્ત્રી-પુરુષ એ સિમિત અર્થ સ્વીકારીએ તે ૧૫૮ કર્મની પ્રકૃતિને બાહ્ય સ્વરૂપમાંથી એક-બે કે ત્રણ આદ્ય રૂપનો જ ત્યાગ થાય. વિજાતીયની, જમાત તે આપણા. આંગણામાં જ અ નાંખીને પડી રહી છે. તેઓની રાક્ષસી વિદ્યા જુદી જ છે. રાવણ વિદ્યાથી એક હજાર રૂપ કરી શકાય, પણ વિજાતીયતા પુદ્ગલના અનંત-અનંત સ્વરૂપ કરી. સાધકને.' સતાવે છે. આ સતામણમાં સાધક મુંઝાઈ ના જાય. અટવાઈના જાય એટલા માટે પરમાત્મા ફરમાવે છે, “પુદ્ગલ : માત્ર વિજાતીય.” “આત્મા માત્ર તારા સજાતીય.” આત્માનો પરિચય કર..... વિજાતીય પુગલ પરિચય ત્યાગ. ,
આમાની અહલક જગાવ યુગલના કેદમાંથી દૂર : ૧૧