Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
ર સુમિ ધિઈ કુવ્વહા કે
મનમાં કયારેય સત્ય વાત સમજાતી નથી. સત્ય ગળે ઉતરતું નથી. કફ જેમ ગળામાં ભરાઈ જાય છે. તેમ સાચું છે એમ બેલી શકાતું નથી. બેટ છે એમ સાબિત કરી શકાતું નથી. માનવી સામે તદ્દન વાસ્તવિક હકીકત હેાય છે. પણ તે સ્વીકારતા પાંચ વર્ષોથી જે “હું” પદને કક્કો ઘૂટેલે છે. તે તેને રોકે છે. અને માનવ જે મનન-ચિંતન અને નિદિધ્યાસન શક્તિનો સ્વામી છે તે પણ કાચીંડાની જેમ માથું હલાવીને કહી દે છે. બરાબર નથી. ના કહી દેવાની ધૂનમાં ખુદ જ ખુદના અંતરાત્માના એવાજને રૂંધી નાંખે છે. આનાથી અધિક કેઈ અભિમાનની કરુંણ કથા હૈઈ શકે ?
સાધક ! અભિમાન–આવેશ–આવેગમાં આવી તે કઈ સિદ્ધાંત સ્વીકારી ન લે, કેઈ નીતિ અપનાવી ન લે. એટલે “કરેમિ ભંતે ના ઉચ્ચાર બાદ મહાવ્રતના સ્વીકાર પહેલાં આચારાંગ સૂત્ર તને એક કર્તવ્યની પગદંડી બતાવે છે. માગ નાનો છે. પણ ધ્યેયને પ્રાપ્ત કરી આપનાર છે.
યાદ રાખ, સુંદર સૂત્ર. “સરામિ ધિઈ કુશ્વાહા” સત્યમાં કૃતિ કર. સત્યમાં પૈર્ય રાખ.
મહાત્મા! હવે મેં નિર્ણય કર્યો છે. આપની વાત સાંભળ્યા પછી વિચાર કરે. પણ પૂર્વને પશ્ચિમ કહે અને ઉત્તરને દક્ષિણ કહે અને હું હા..હા.કહું. એ મારાથી કઈ જન્મમાં ના બને છે. સાચાને સાચું કહેવાય. ખોટાને સાચું કેમ કહું. તમે મને કહો છો સત્યમાં દૌય રાખ.
તે કર્તવ્યમાં રાખવાનું હોય. સહન કરવામાં રાખવાનું હાય. કઠીન કાર્યમાં રાખવાનું છે.
-
•
--