Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૩૪ ]
સજ્જન : વ દ્વારા સર્વની ચિંતા કરનાર
સાધક તારે આત્મ ઝવેરાતના નિરીક્ષણ અને પરીક્ષણ કરવાના છે. સાધુ એટલે બાળક નહિ. “વિશાળ જ્ઞાન જેનામાં હોય તે મહાન?
અગાન જેનામાં હોય તે બાળક ? મારે શિષ્ય અજ્ઞાની કદાપિ ન હોય. મારો શિષ્ય અજ્ઞાની રહે તે મારી ગુરતા શા કામની?
વત્સ! વક ન બન, સરળ બન, સીધા બન, સરળતા વગર સાધુતા દુર્લભ. જ્યાં સરળતા ત્યાં સાધુતા આ વચન સદા સ્મૃતિમાં રાખજે.
શ્રી આચારાંગ સૂત્ર તને શબ્દરૂપ–ગધ–રસ–સ્પર્શની ઉપેક્ષા કરવાનું કહે છે. જીવનની ઉપેક્ષા કરવાનું નથી કહેતા.
મહાત્મા કયારે ય સંશયજનક વાકય ન બેલે. મહાત્મા કયારેય અમારી વચન ન બોલે. પણ મહાત્મા ગંભીર અને ચિંતનાત્મક વચન બોલે. - મહાત્માની વાણી પણ હિતકારક હય, ઉપકારક હેય તે પરમાત્માની વાણું કેટલી હિતસાધક હાય!!! શ્રી આચારાંગ સૂત્ર પરમાત્માની વાણું છે. સાધક માટે હિતની સરવાણું છે., સમજવાની–વિચારવાની કેશિશ કર. પ્રભુએ પદાર્થની ઉપેક્ષા નહિ કહી, પણ શબ્દ-રૂપ આદિની ઉપેક્ષા કહી. પદાર્થ તે સહાયક છે અને સહાયક બનશે અને પદાર્થને તું સહાયક તરીકે જરૂર આવશ્યક ઉપયોગ કર...પણ જવાબ આપ. પદાર્થ સહાયક કે શબ્દ-રૂપાદિ સહાયક? પદાર્થમાં આસક્તિ પેદા થતી નથી, પણ રૂપાધિમાં આસાકત પેદા થાય છે. એટલે જ પ્રભુ તને રૂપાદિ પ્રત્યે ઉપેક્ષા કરવાનું ફરમાવે છે. રૂપ-રંગ-સ્પર્શ વિગેરે વિષય, પદાર્થ વિષય નહિ, પણ સાધુએ વિષયની ઉપેક્ષા કરવી જ જોઈએ. આ વિશ્વના ભયંકર સંગ્રામે શું પદાથ મેળવવા થયા છે ?