Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૨૮ ' માન અને અપમાન એ પય અને પાપને ખેલ છે
જાગવાના સ્થળે નિંદ લઉ છું અને નિંદ લેવાના સમયે નિંદ લેવાના સ્થળે જાણું છું આ છે મારા પરિણામની અવળચંડાઈ–શું કરું?
કેની પાસે મારી દર્દ અને વ્યથાભરી કથા રજુ કરું ? પણું યાદ આવે છે આપની હિતશિક્ષા કે સંયમ સ્વીકાર્યો બાદ રૂદન ન કરાય, હાસ્ય પણ ન કરાય. સંયમ સ્વીકાર્યા બાદ કર્તવ્ય પંથે મક્કમ ડગ ભરવા જોઈએ.
ગુરુદેવ! આજે બાલમુનિના રૂપકે મારી નિંદ ઉડાડી છે અને હું પણ પેલાં સદા જાગૃત અનંત સિદ્ધોના મિલન માટે સિદ્ધિ મંદિરમાં પ્રવેશ કરીશ. મારે વિશ્વાસ અને આપની પ્રેરણું, અશક્ય પણ શકય બને, નિશ્ચલ રહેવાનું બળ આપે. એજ પ્રતિદિનની–પ્રતિક્ષણની પ્રાર્થના.