Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૧૨૭
પાપનો એકરાર કર. પ્રતિદિન સૌને ક્ષમાના દાન કરવાના સમાને?
પ્રતિદિન સંવત્સરીની આરાધના કરનાર સદા જાગૃત રહે. પ્રતિદિન સંવત્સરીની આરાધના નહિ કરનાર સદા સૂતેલ રહે. મુનિ ! નિદ તને ના હોય. મુનિ! તું તો સદા આત્મ સ્વભાવમાં સ્થિર એટલે સદા જાગૃત.
ભાવ જાગૃતિ બંધ આંખે પણ આવે. લગ્નના મંડપમાં પણું આવે અને સમશાનમાં પણ આવે અને બંધક મુનિના શિષ્યની જેમ ઘાણીએ પીલાતાં ય આવે.
પાપી પાલક એક નહિ, બે નહિ, ત્રણ નહિ. સે નહિ, બસે નહિ, પાંચસે પાંચસો મુનિને પીલીને પણ થાક નહિ. આઠ વર્ષના સુકમળ બાલમુનિને પણ ઘાણમાં પીલ્યા. | મુનિને ન આવે રેષ—ન આવે દીનતા, ન કરે રુદન, મુનિ ન કરે તિરસ્કાર, ન આપે ઉપાલંભ– આપે ઠપકે– ન આપે શ્રાપ.
મુનિને દેહ બાળકને હતે પણ મન મહાત્માનું હતું. આત્મા તે આસન્મસિદ્ધ હતો. એટલે મુનિ સદા જાગૃત રહા. મુનિએ શુકલધ્યાનના જાગરણ પ્રારંભ કર્યો. મુનિને આર્તા–રૌદ્રધ્યાનના ઘેરણ ના ચઢયા.
ભાવનિદ્રાની પરિસ્થિતિમાં પણ મુનિએ ભાવ જાગૃતિ સિદ્ધ કરી અને આચારાંગ સૂત્રની પંક્તિઓને જીવનમાં સજીવન કરી.
“સુત્તા અસુણી સયા સુણિણે જાગતી
ગુરુદેવ! ગુરુદેવ! કેઈમિથ્યાત્વની રાત્રિમાં પ્રમાદની, વિષય-કષાયની નિંદ લે છે ત્યારે હું તે સંયમજીવન સમા પ્રાતઃકાળે પ્રમાદની-કષાયની નિંદ લઉં છું. જાગવાના સમયે