Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૯૮] સમર્પણ એ જીવનની કઠણ છતાંય સચ્ચિ કળા છે.
માણે.... બિમાર સાધુ મહાત્માને જોઈ કેઈ સજ્જન ઔષધ પથ્ય માટે પ્રાથના કરે ત્યારે જાગૃત સાધુ મહાત્મા ફરમાવે “ભાઈ ! આ ઘર બિમાર થયું છે. હું નહિમારે આત્મા નહિ. શરીરમાં વ્યાધિ છે પણ મારે આત્મા નિરામય છેનિગી છે. મારી ચિત્તની પ્રસન્નતા ચિત્તની સ્વસ્થતા ઘટી નથી. આ રેગ–દદની અચાનક સવારી જોઈ ગભરાયે નથી પણ સાવધ બન્યો છું. શાસ્ત્ર સ્વાધ્યાયના અમીરસ ઘૂંટવા માં છું. આ અશાતા વેદનીય કર્મને જ નહિ પણું સર્વ કમને ભાગવું પડે. મારા આત્મા ઉપરથી કર્મ અધિકાર છેડે તેવી સાધના કરવી છે. આ જીવનના આનંદ ઉપર તિરસ્કાર એટલે શું? નદિ–તષ્ટિ–પ્રમાદ જીવનમાં આનદ એટલે ઈષ્ટ પ્રાપ્તિની ખુશી. ઈષ્ટ પ્રાપ્તિની ખુશી એટલે મારું બળ કેટલું સુંદર મારું રૂપ કેવું મને હર... મારું લાવણ્ય કેવું અદ્વિતીય મારા શરીરનું સૌદર્ય કેટલું આકર્ષક આ ખુશી. આ આનંદ એ રાગને પક્ષ છે. . મુનિ તું રાગનો સમર્થક નહિ, વિરોધક, શાસ્ત્ર તે તને એક કાંકરે બે પક્ષી ઉડાડવાની અનેખી રીતે દર્શાવે છે કે જે રાગને તિરસ્કાર કરીશ તે દ્વેષનો તિરસ્કાર થઈ જ જશે.
ષ કહે છે કે હું તે રાગને પડછાયે–પ્રતિબિંબ છું. રાગની પાછળ છૂપાઈને રહેલ જ છું. મારું રૂપ રૌદ્ર છે એટલે જ્યાં હું પ્રત્યક્ષ રૂપે રહું ત્યાં સહુ ત્રાસી ઊઠે. પણ આ મારે બંધુ રાગ-નેહ-મમત્વ ભયકર ઠંડે ખૂની છે. ખૂન થાય પણ કઈ કલ્પનાય ન આવે.
રાગ રહે ત્યાં સંયમનું ખૂન થાય રાગ રહે ત્યાં સમકિતનું પણ ખૂન થાય, રાગ અને જ્ઞ મનપસંદ પદાર્થમાં થાય છે એટલે જીવનમાં ચાહના થાય. ઝખના થાય તેવા ઐભવાત્મક પદાથનો ત્યાગ કર.