Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૨૪] પરિશ્રમ એ માનવજીવનને મહત્વને સિદ્ધાંત છે
ભાવ નિદ્રા – મિથ્યાત્વ, અજ્ઞાન, ભય, પ્રમાદ, કર્તવ્ય, શૂન્યતા, સજ્ઞાન ન થવા દે તે ભાવ નિદ્રા. વારંવાર ડર, ભય પિદા થાય તે ભાવ નિદ્રા, ખુદનું કર્તવ્ય યથાયોગ્ય ન કરે તે ભાવ નિદ્રા. નિરર્થક જીવન વ્યતીત કરી દે, પણ ખુદના સત્કર્તવ્ય માટે પ્રયત્ન ન કરે તે ભાવ નિદ્રા.
- શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે–“સુત્તા અમુણી સયા મુણિણે જાગરતિ.” મુનિ સદા જાગૃત હેય–સાવધ હેય.
સંસારીઅમુનિ સદા સુષુપ્તાવસ્થામાં હોય–નિદ્રામાં હોય.
સાવ બતાવસ્થા :- શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-કતવ્યપરાયણ અને નિષ્પમાદ જીવન.
સાધક ! પરમાત્મા સુનિને જાગૃત કરે. કેવી સુંદર જીદગી જ્યાં સદા જાગૃતિ. પણ, તું જવાબ આપ. શું તું જાગૃતિમાં છે? કાયરનો–નમાલાને જવાબ ન આપતે. નહિંતર કયારેક સારી વાત કરીશું. ત્યારે તું શું કહેવાને. કહું? “હું શું કરું? પ્રયત્નો તે ઘણું કરું છું, પણ, પાછો પડું છું અને છેવટે હારી જાઉં છું-થાકી જાઉં છું. આ જ જવાબ આપવાને ને?
હિતશિખામણ આપનારે શાંતિથી વાત કરવી જોઈએ. વાત્સલ્ય ભાવે સમજાવવું જોઈએ. કડક બનીને ન કહેવું જોઈએ, પણ તારી વેવલી વાત સાંભળી વિચાર આવે છે કે એકવાર તે સણસણતે જવાબ આપવો જોઈએ. સાચું કહેકર્તવ્ય માટે તું વાતે અધિક કરે છે અને પ્રયત્ન ખૂબ એ છે કરે છે, દર્દ ભયંકર હોય તે દવા અકસીર લેવી જોઈએ. સમયસર લેવી જોઈએ. પ્રમાણુ પુરસ્સર લેવી જોઈએ. નિષ્ણાત ડેકટર કહે તે જ લેવી જોઈએ.
બેલ! જાગૃતિ માટે તારો કેટલે પુરુષાર્થ કે પુરુષાર્થ કેટલો વખત પુરુષાર્થ ? કેટલા વરસ પુરુષાર્થ ?