Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૧૪ 1.
ભૂલને પંપાળે તે પીડિત
ધોરણવાળા શ્રોતાને વક્તાએ ખુદના હૈયાની વાત સમજાવવી એટલે નિમ્નગામી જલને ઉર્ધ્વગામી બનાવવા જેટલું કઠીન, નીચે વહી જતાં જલને ઊંચે ચઢાવવા ઇલેકટ્રિક મશીનની જરૂર તેમ અધ્યાત્મન નિ તરમાં રહેલ શ્રોતાને ઉચ્ચ અધ્યાત્મ શિખર આરોહક બનાવ એટલે મહાકઠીન સાધના.
સત્ય-સમર્પણ-અહિંસા-સ્વાદુવાદના મૂલ્યાંકન જેના મનમાં નથી તેને તે માર્ગને ઉપાસક બનાવ. એટલે ઉમરભૂમિમાં ધ્યાનની ઝંખના. રણને હરિયાળા બનાવવા સમાન પણ એક દિવસમાં હરિયાળા ન બને, વર્ષોની મહેનત બાદ હરિયાળા બને. છે જે મનમાં કષાયે ઘર કરીને બેઠા હોય, સતત્ત્વ પ્રત્યે ધૃણા હાય–સદ્દતત્ત્વ પ્રત્યે તિરસ્કાર હોય તેને શાંત–સંત બનાવવા એ કોઈ સામાન્ય પ્રકિયા નથી. શ્રોતાના મનમાં થતા દરેક સંવેદને સમજી તેના આઘાત-પ્રત્યાઘાત આ બધું વિચારી ઉપદેશનું દાન કરવા કેટલું વિશાળ જ્ઞાન જોઈએ? હૃદયની કેટલી ઉદાત્ત ભાવના જોઈએ.
' જ્ઞાની અનેક બની શકે પણ ઉપદેશક વિરલ જ બની શકે. શાસન સ્થાપક ઉપદેશક તે એક ઉત્સર્પિણ કે એક અવસર્પિણમાં ૨૪ જ બની શકે. કાળચક્રમાં શાસન સ્થાપક ૪૮જ બની શકે.
સિદ્ધાત્મા અનંતા પણ તીર્થકરના આત્મા તે સંખ્યાતા , , હેઈ શકે. ઉપદેશક પાસે જ્ઞાન હોવું જેટલું જરૂરી છે તેટલે
જ જરૂરી છે સમભાવ. ઉપદેશકના મનમાં શ્રીમત-ગરીબ-- જ્ઞાની-અજ્ઞાનીના પક્ષપાત રહે છે તે કદાચ ભાષણ કરનાર બની શકે પણ ઉપદેશ દ્વારા ઉદ્ધારક ના બની શકે. ઉપદેશકની