Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૮૦ ]
રાગ એ સ્વાર્થ છે, વૈરાગ્ય એ પરમાર્થ છે
પ્રયત્ન પ્રારંભ્યો અને છેવટે પરમાત્મ ધ્યાન ભ્રષ્ટ થયેલે તું જમને સત્ય માની તેમાં અટવાવવા લાગ્યો અને અનેકને પદભ્રષ્ટ કર્યા.
કેઈ આચાર્ય ભગવંતના દર્શન કર્યા. ગચ્છાધિપતિ ગુરુજનના વંદન કર્યા. તારૂં મન કહેવા લાગ્યું. ગુરુ બનું તો કેવું સારું ? ગુરુ બનવું સરળ છે. ગુરુ બનવાની લગનીથી પાંચપચાશ ભેળાં ભક્તને શોધી લાવ્યા. બે-પાંચ દિવસ તે આનંદમાં ગયા. પણ પછી તે પાંચ–પચીશ તારાં ઉપર સવાર થઈ ગયાં અમે તમારાં નહિ. તમે અમારાં–
તમારી વાત રહેવા દે. અમારી વાતમાં સાથ સહકાર આપે. અરે, આ શું ? હું ગુરુ બ ? પાંચ-પચીશ મારા કે પાંચ પચીસથી હું કશું નહિ-ચુપ રહે-ટોળામાં સત્ય હાય નહિ, ટેળામાં શિસ્ત હાય નહિ. બસ, પશુવૃત્તિ
એ જ ટેળાને સ્વભાવ. એક વાત ચાલુ રાખો તમે ગુરુ, અમે શિષ્ય. જય તે તમારી લાવીએ છીએને? કામ તે તમારું જ કરીએ છીએ ને ? ગુરુ ગભરાઈ ઊઠયા, બરાડી ઉઠયા. મારું નામ કરે છે કે મારા નામે ચરી ખાય છે. બસ, ચૂપ રહો તમે અને અમે બધા સરખા જ છીએ. તેને થયું. આમ કેમ થયું? ગુરુ કેમ ના બની શક? પાયા વગરનું મંદિર બને ? શિષ્ય ભાવને પાયે મજબુત થાય પછી જ ગુરુ ભાવનું મંદિર ચણાય.
અને સાધક છેવટે મૃત્યુ કાળે એક નિશાસે નાખે છે. ' મેં પ્રાપ્ત શું કર્યું? જમા પાસું જેવા જાય છે ત્યારે તારા
હૈયામાં વ્યથા થાય છે, તે વ્યથા વિશ્વના પ્રત્યેક પરમાથી – હિતસ્વી અધ્યાત્મીને સ્પર્શી જાય તેવી છે. માટે જ બાલપોથી સમા આચારાંગ સૂત્રમાં તારકદેવ ફરમાવે છે. શક્તિ છતાં સિદ્ધિ કેમ નહિ?