Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
હસ્ય રૂ૫ રત્નની પ્રાપ્તિ થશે. અને તે દ્વારા સંયમ જીવનની સાર્થકતા થશે. શ્રી આચારાંગ સૂત્રના ૧૦૦ A માં સૂત્રનું એક પર એક નાનું વાક્ય છે. “નિરિવંદનાદિ ઈહ જીવિઅસ્સ “આ જીવનના આનંદની જુગુપ્સા કર.. તિરસ્કાર કરી
સાધુ જેમ કેઈના માન-સન્માન ન કરે તેમ તે કેઈનેય પણ તિરસ્કાર ન કરે. સાધુની મસ્તી તે સમભાવમાં છે. કેઈપણ પદાર્થ પ્રત્યે આદર–પ્રેમ તે અંતરના રાગની ચાડી ખાય છે. કેઈપણ પદાર્થ પ્રત્યેનો તિરસ્કાર અંતરના દ્વેષભાવની ચાડી ખાય છે.
સાધુ–સુનિના શબ્દકેષમાં પ્રેમ-નેહ–લાગણું–આદર જેવા સુંવાળા શબ્દ શોભતા નથી તે અપમાન-તિરસ્કારગુસ્સા જેવા કઠેર શબ્દ પણ શેભતા નથી.
સાધુનું જીવન અલૌકિક હોય. મુનિની મહત્તા અલૌકિક હાય.
રાગ અને દ્વેષજનક વિચાર, વાત અને વર્તન મુનિ જીવનની મજા બગાડી નાંખે. મુનિ જીવનની સુંદરતા સમભાવ -મધ્યસ્થ ભાવમાં નિખરી ઊઠે. ખીલી ઊઠે. આવા સાધુને હિતશિક્ષામાં શ્રી આચારાંગસૂત્રનું મંગલ વચન “નિવિંદ નાદ ઈહ છવિયરક્સ” શું કહે છે ? સાધુને કયા ધન્યમાગને પથિક બનાવવા ચાહે છે તે આપણે વિચારવું રહ્યું જ. *
જુગુપ્સા એટલે તિરસ્કાર –અપમાન–અનાદર–તુચ્છકાર કેઈપણ વ્યક્તિને, પરિસ્થિતિ કે પદાર્થને તિરસ્કાર થાય કયારે? હૈયામાં અરૂચિ-અણગમા વગર તિરસ્કાર ન થાય. - આપણું મન ઘણીવાર આપણને ઠગી જાય છે. મારા મનમાં કઈ ટુર્ભાવ ન હતુંપણ તમને દુઃખ થાય તેવું