Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૯૦ ] ધર્મ દુર્ગુણોનું સદ્દગુણામાં પરિવર્તન કરનાર છે અને વીરની પરિભાષા કહે છે-“રાગદ્વેષ રહિત બને તે વીર
કાયર કહેવરાવવું ગમતું નથી ને વીર બનાતું નથી. શું કરું? આમ તે ઘણેય શાંત રહું–પ્રશાંત રહું-વીતરાગનો જ વારસદાર છું. પણ પ્રસંગ આવે ત્યારે મારા રૌદ્રરૂપ પ્રગટ થાય. મારી દશા મયૂર જેવી છે. આગળથી ખૂબ સેહામણે પણ પાછળથી જુઓ તે નગ્ન સ્વરૂપ. બસ મારૂં પણ કર્મનું રૂપ ભયંકર રૌદ્ર છે-બિહામણું છે.
એક દિવસમાં કેટલીવાર કાયર બનું છું-હારૂં છું, મારી પરાજયની કથા મારા મુખે ન બેલા. અનુકુળ પરિસ્થિતિ આવતાં મનમાં ગલગલિયા થાય છે. પ્રતિકુળ. પરિસ્થિતિ પેદા થતાં મારૂ-મરૂની ભાવના પ્રગટિત થઈ જાય છે. રાગ-દ્વેષ સહિત છું,
હું વીર કે ? ના...ના...કાયર છું. મારી કાયરતા છૂટે તેવી નથી. બસ, કઈ નહિ જવા દે. મને મારી રીતે જીવવા દેહું વીર નથી. વીર બની શકવાને નથી. આપ, તકલીફ
ના લ્યા...મારો સ્વભાવ ના બદલાય...સ્વભાવ આગળ લિાચાર છું. માફ કરે આપના સમયને મારી પાછળ દુરૂપયોગ ન કરે. - સાધક ! આ જ વકતા અને જડતા છે. આટલું લાંબુ વર્ણન કરી તે સરળતાના માર્ગે નથી આવતું. તું જીવનથી ભાગવા માંગે છે.
પ્રભુના ઉપદેશથી તું શ દૂર જવા માંગે છે ? કાયરતાનું કવચ શું તું ભેદવા માંગતા નથી ? પહેલાં મારા
એક પ્રશ્નનો જવાબ આપ. * પ્રભુ અશકય કહે છે કે શક્ય : પ્રભુ કયારેય અશક્ય ન ફરમાવે, જે સાહજિક તારામાં ગ્યતા છે. તારી સહજ શક્તિ છે તેના જે વિકાસની વાત કરે છે.