Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
'
[ ૨૯
ઉતરી જાય એટલી તક અને દલીલ કર. પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ સ્થાપિત કર, સમયની મર્યાદા ના ભૂલ. *
સમયે કરેલું કર્તવ્ય જ જીવંતદાનનું પ્રેરક બને છે. સમયને પારખ. સમયનું મૂલ્યાંકન કર.
દશાર્ણભદ્રએ દીક્ષા લીધી તેમાં ઇંદ્રને શું ? પણ દશાર્ણભદ્રની દીક્ષાએ ઈદ્રને કેમ નમાવ્યા?
ઈન્દ્રમાં કેમ આદર પેદા કર્યો? ઈદ્ર, પ્રભુના સામૈયા બાદ કરવાનું અનુષ્ઠાન પ્રભુની આજ્ઞાના પાલનરૂપ પ્રવજ્યા ના સ્વીકારી શકયા. દશાર્ણભદ્રએ વિચાર્યું, પ્રભુનું સ્વાગત કેવી રીતે થાય? અને તેને ગ્ય તત્કાળ ઉચિત કર્તવ્ય શુ? દીક્ષા લેવાની?
હા, હમણાં જ લેવાની, કાલ ઉપર વાત મૂલતવી નહી રાખવાની. પ્રભુના સામૈયાની સાથે કાલે–સમયે સ્વીકારેલી દીક્ષા એ દશાર્ણભદ્રને જીતાડી દીધાં.
મારે તને આ વાત સમજાવવી છે. પણ તું શાંત થઈશ, સ્થિતપ્રજ્ઞ થઈશ, તે જ સમજી શકીશ. નહિતર હું તને ઓળખું છું. મારે કક્કો જ ખરે એમ કહ્યા કરીશ. ૬૦ વષે અભ્યાસને પ્રારંભ કરે તે એગ્ય નહિ, પણ શિશુ જીવનથી વિદ્યાને વ્યાસંગી બની જા.
યૌવનાવસ્થામાં ઈન્દ્રિય વિજેતા બન, વૃદ્ધાવસ્થામાં કહે મેં ઈદ્રિયના ભાગ છેડયા. અરે ગાંડા! તે ભેગે છેડયા નહિ. ઈદ્રિય માટે ભેગે રેગો બન્યા. છેડયું શુ? રે!
ધરાને ધજાવે તેવી સત્વ અને સંપત્તિ છે ત્યારે નમ્રતા અને દાનવીરતાથી વિશ્વને ધન્ય બનાવી દે, તારી નમ્રતા જોઈ કેટલાયના મેહનીય કમ ધ્રુજી જાય. સાચું