Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૬૦ }.
આરાધના એટલે સ્વભાવનું પરિવર્તન તેથી જ તને કહું છું હવે બધા વાદ-વિવાદ છોડ. તારા પુરુષાર્થથી તારી આરાધનાથી તારા આત્માને ઓળખ
તું અનંત સિદ્ધ પરમાત્મા જે શુદ્ધ આત્મા છે – આ શું તારી ઓછી ઓળખાણ છે?” “તું અનંત તીર્થંકર પરમાત્માએ વર્ણવેલ માનવદેહને ઘારક છે. એ તારી ઓછી પ્રશંસા છે.
તારા માનવ જન્મ અને પંચેન્દ્રિયની પ્રશંસા તીર્થકર ભગવત કરે–સાધુ મહાત્મા તારા પુણ્યના ગુણગાન કરે. આનાથી અધિક તું શું કરવાનું હતું ?
દેહના પિંજરામાં પૂરાયેલ માનવના માટે કુળ–ત્રમાન-સન્માન આશ્વાસન છે. બાકી તો બધા તારા આત્મરાજની અનંત શક્તિના અવરોધક કર્મ. એ કમની તું કયારેય પ્રશંસા ન કરે
બસ અધિક શુ કહું ? સાવધ બન...જાગૃત બન... કઈ પણ બહાનાથી ક્રોધ અને માન તારા સાધના ઘરને અભડાવે નહિ સમતા અને નમ્રતાની રક્ષા કરી લે. જ્યાં ક્રોધ અને માનને પ્રવેશ જ મળે નહિબસ, જલ્દી કર... “સિદ્ધિ તારે સત્કાર કરવા આતુર છે ...
કેવળજ્ઞાન તારા દિલના દરવાજે ડેકિયાં કરે છે.આ મેંશ અતિથિની પધરામણી કરાવી તુ ધન્ય બન... ગુરુદેવ ! મેં તે આપના નામથી કેશરીયા કર્યા છે...
ત્વમેવ શરણં મમત્વમેવ શરણં મમ”—એ જ મારા મંત્ર છે. મને હવે શાનાં અરમાન હોય ? એક જ આપના હુકમ પાલનના...આપને હુકમ માનવાથી મને બે લાભ પેલે ક્રોધ પણ ડરીને દૂર ભાગે છે–પેલું માન પણ ડરીને દૂર ભાગે છે. બસ, આપો આશીર્વાદ અનાદિ શત્રુ સામે વિજય વ ! ! !
સમ !