Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| ૫૩
અંત = મેાક્ષને માટે પ્રયત્ન કરનાર..આત્મ ગુણને માટે અવિરત પ્રયાસ કરનાર...સદ્ પ્રયત્નથી ક્યારે પશુ નહિ થાકનાર....નહિ કટાળનાર....પણ કાળની જેમ સતત પ્રવૃત્તિશીલ-કાળ વણથ ભે વહે જાય, તેમ સદા શુભ-શુદ્ધના ઉદ્યમ કરનાર....તે તિ.
સચમી = ઇંદ્રિયને સમ્યગ્ રીતે નિરોધ કરનાર, પાંચે ઇિંદ્રિયાના નાશ ન કરે....પણ....પાંચેકમેઈન્દ્રિયને જ્ઞાનેન્દ્રિય મનાવી દે....સયમ સાધનાની સહાયિકા બનાવી દે....જ્ઞાન દશન ચરિત્ર-તપ-ત્યાગ—વિનય– વૈયાવચ્ચ–સેવા– સુશ્રુષા દ્વારા ઇંન્દ્રિયને શિવમા'ની અનુયાયી બનાવી દે તે સચમી.
ચાગી = તન-મન-વચનને મેાક્ષની સાધનામાં જોડી દે તે ચેાગી. કના સાધનને મેાક્ષના સાધન મનાવી દે તે યેગી. આ પરિભાષાને ચેાગ્ય તારૂ જીવન છે તે તું સંસારને તરી શકીશ. સાચી સમજથી કયારેય ડરવુ' ન જોઈ એ, ભાગવુ. ન જોઈ એ. સાચી સમજથી વૃત્તિ બદ્દલાશે, વિચાર બદલાશે અને છેવટે આચાર મદલાશે અને તારી પ્રતિજ્ઞા છે કે-“ સ*સાર સમુદ્રને પાર પામવું”—એ સિદ્ધ થશે.
તારા જીવનમાં પ્રેરક બનવા આવ્યા છે. સહાયક બનવા આન્યા છે. પરમાત્મા મહાવીરને શાશ્વત સંદેશ લઈ ને આવ્યા છું. જે મુક્ત છે તે સ‘સાર પારગામી છે.” 6608
મેાક્ષ પ્રાપ્ત કરવા, સંસાર સાગરને પાર પામવા તારે છેડવા પડશે વિવિધ પ્રકારના સાધના અને સાધનાનુ' મમત્વ. સાધન હશે તે મમત્વ આવશે અને મમત્વ હશે તેા સાધુનેાની ભૂતાવળ કરી ઊભી થઈ જશે. એક નિશ્ચિત હકીકત છે. કે નિરક બિનજરૂરી પણ ચીજ રાખી તે તેનું મમત્વ