Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
######
૧ ૦
વિમુત્તા હુ તે જણું જે જણું પારગામિણે
%
નૈયા સમુદ્રમાં તરી જાય છે અને પથ્થર ડૂબી જાય છે, કારણ, નિયા વજનમાં હલકી છે અને પથ્થર વજનદાર છે.
અધિક વજનવાળી ચીજ ડેબે અને હલકી ચીજ તરે તે વિશ્વને નિયમ.
રોજ-બરોજના નિત્ય-નિયમિત આપણી વચ્ચે જ રહેલાં સાધને હંમેશા આપણને કઈક સંદેશ આપે છે. નિત્યના સાધનમાં સાવધાનીને સૂર હોય તે વીતરાગની વાણીમાં કેવી અદ્ભુત ભાવના હોય ?
પરમાત્મા મહાવીરના સંદેશાને પ્રગટ કરતું શ્રીઆચારાંગ સૂત્ર અને એ શ્રીઆચારાંગ સૂત્રનું એક સુંદર સૂત્ર “વિસત્તા હું તે જણ જે જણ પારગામિણે આ સૂત્રતા સહસંપુટ ઔષધ જેવું છે. સામાન્ય એક હજારવાર લસોટાય અને અદ્ભુત રસાયણ બની જાય. તેમ વીતરાગનું વચન સ્વાધ્યાયની ખરલમાં લસોટાય એટલે આત્માને પુષ્ટિ કરનાર અનુપમ અમર ઔષધ સંદેશ બની જાય.
કોણ સંસાર સમુદ્રને પાર પામી શકે ? જે બંધનથી મૂકાયેલ હોય, કર્મના વજનથી રહિત હેય, લેહ જેવા નિકાચિત કર્મવાળે સંસાર સમુદ્રમાં ડૂબી જાય. ધૂળ જેવા લાગેલાં પૃષ્ટ કર્મવાળે આત્મા તરી જાય. - મારી વાત સાંભળી તું કહેવાને-કર્મનું તત્વજ્ઞાન ! તેની રૂપરેખા મેળવવામાં બે–ચાર વર્ષ વીતી જાય અને કર્મ સિદ્ધાંતના નિષ્ણાત બનવામાં પાંચ-પચીસ વર્ષ નીકળી જાય. મારી જુવાની એળે જાય. મારથ કલપના બની જાય