Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૮ ]
શાસન રથના બે ચક્ર છે સમર્પણ અને ત્યાગ.
જગતના જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન એટલે વિશ્વના જીવમાગના જન્મ-મરણ, સુખ-દુઃખ, કર્મના વિપાક જોઈ પિતાને માટે પણ જ્ઞાન કરવું. આ જીવને જન્મ સમયે જે વેદના સહન કરવી પડી હશે તેમ તે વેદના મારે પણ સહન કરવી પડશે. મારી સામે રહેલ બીજી વ્યક્તિ ક્ષણવારમાં હતી ના હતી થઈ ગઈ. દેહ રહ્યો અને દેહીએ વિદાય લીધી, તેમ મારે પણ દેહ રહેશે અને આત્મા વિદાય થઈ જશે. હિંસાજુઠ ચેરી. અબ્રા-પરિગ્રહના કારણે બીજી વ્યક્તિને સજા ભોગવવી પડે છે તો મારે પણ ભેગવવી પડશે.
સમ ને ભલા સાધક !
સાચું આત્મજ્ઞાન તે અધ્યાત્મ જ્ઞાન, જે આત્માને જાણે તે જગતને જાણે, અને જે જગતને જાણે તે આત્માને જાણે વીતરાગનું તત્ત્વજ્ઞાન નિરાળું છે.
અધ્યાત્મ અવસ્થા આવે એટલે આશા. ઈચ્છા...મેહ ....માયા....
મિથ્યાના બધા દંભે હઠી જાય. સ્વાર્થ દૂર થઈ જાય....પરમાર્થની પરમ પ્રીતિ લાગી જાય.
અધ્યાત્મ જ્ઞાન થયું હતું પરમાત્મા ઇષભદેવ પ્રભુના પુત્ર ભરત મહારાજાને. આરીસા ભુવનમાં એક આંગળીએ વીટી ન દેખાઈ જડની વિચિત્રતાનું સાચું જ્ઞાન થયું. જડની વિચિત્રતાના જ્ઞાનના સહારે સાચા આત્મદર્શનની ઝંખના જાગી અને ભરત મહારાજા કેવળજ્ઞાની બન્યા. આજ સાચી આધ્યાત્મિક્તા “રાગના મંદિરમાં પણ વીતરાગીતાનું મંગલ પ્રભાત,” સાચા આધ્યાત્મિક હતા પૃથ્વીચંદ્ર અને ગુણસાગર.
લગ્નના મંડપને શુકલ યાનને મંડપ બનાવ્યું. હસ્ત મેળાપ દ્વારા આત્મ મેળાપ કરાવ્યો. જીવ અને જડ બનેની શક્તિને સમજી આત્મશક્તિને જાગૃત કરી. - - 1