Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૮ “અરઈ આઉટ્ટ સે મેહાવી”
જગત વિવિધ ગ્રંથના અભ્યાસીને–અનેક શાસ્ત્રના જાણકારને બુદ્ધિમાન કહે છે, ત્યારે મહાજ્ઞાનીની દૃષ્ટિએ મેધાવીતી બુદ્ધિમાનની અને હોંશિયારની વ્યાપયા અલગ છે.
ઔષધ આરોગીએ અને રોગ ન જાય તે ઔષધમાં ગોટાળે, ગારૂડી મંત્ર ભણે અને સાપનું ઝેર ન ઉતરે તે ગારૂડીમાં ગોટાળે, તેમ બુદ્ધિમાન મોહથી પાછો ન હટે તે કેમ બને?
શ્રી આચારાંગ સૂગની પરિભાષા અલૌકિક છે.
“અરતિથી પીછેહઠ કરે તે મેધાવી.” ભલા, સાધક!
સંસારના ચક્રમાં અને જીવનના પ્રવાહમાં તે કેટલીવાર પીછેહઠ કરી છે. ગાજી–બજાવી મગલરના નાદ સાથે આગેકૂચના શપથ લીધા, છતાં કેટલીય વાર માનસિક રીતે હારી થાકી પરાજય પામીને તે આગેકૂચ છોડી દીધી છે. પીછેહઠ એ તો તારે જુગ જૂને ઈતિહાસ છે; હારી–થાકી પરાજિત બની પીછેહઠ કરનાર ભલા સાધક! હવે શાસ્ત્ર ઉપદેશેલ રીતે એકવાર પીન્ડઠ કરતા એક ન ઈતિહાસ લખાશે.
મૂર્ખ બનીને. અસ્થિર બનીને, કરેલી પીડંડ તારા વિજયનું નિમિત્ત બની નથી, પણ બુદ્ધિમાન, જ્ઞાની અને તત્વના રહસ્યને સમજનાર બની એકવાર તું પીછેહઠ કર. આ પીછેહઠમાં જ તારા વિજયની ઘોષણું છે. આ વિજય પણ મેહના ભયંકર ઘાટમાં તને નહિ સંભળાય. પણ