Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
પુણો પુણો ગુણસાએ વંકસમાયારે
જીવનયાત્રાની ગતિ અવિરત રાખવા ખાવું-પીવું–સૂવું –ઊઠવું –બાલવું–બેસવું–લેવું–મૂકવું, આવી બધી પ્રક્રિયા સૌને કરવી પડે છે, સંતને પણ જીવનયાત્રા માટે પ્રવૃત્તિ જરૂરી છે. શેતાનને પણ જીવનયાત્રા માટે અમુક પ્રવૃત્તિ જરૂરી છે.
વર્તન સમાન હોય પણ વિચારનું ક્ષેત્ર વિભિન્ન હોય એટલે પરિણામમાં બહુ ફરક આવે. ડેકટર પણ છરીનો ઉપગ કરે અને ગુડો પણ છરીનો ઉપયોગ કરે. ડોકટર આરોગ્ય પ્રદાન કરવા છરીને ઉપયોગ કરે અને ગુડે પ્રાણ નાશ કરવા છરીનો ઉપયોગ કરે. ઓકટર પેટ ચીરે તેય દયાળુ કહેવાય. ડો છરી પાસે રાખે તે પણ ખૂની કહેવાય. પ્રવૃત્તિ સમાન છતાં પદવી કેમ અલગ ?
બનેના વિચારમાં આસમાન-જમીનનું અંતર છે. સમાન પ્રવૃત્તિ હોવા છતાં વિચારના ફરકના કારણે એકને સમાજ ગૌરવથી નિહાળે અને એકને સમાજ ધિકારની નજરે નિહાળે.
માત્ર પ્રવૃત્તિથી વ્યક્તિની મહત્તા સિદ્ધ થતી નથી. પણ જેવા વિચાર હોય તેવા વિશુદ્ધ વર્તનથી વ્યક્તિ વિશ્વ વંદનીય-પૂજનીય અને અનુસરણય બને છે. સુંદર વન– સુંદર વિચારથી જ અભિવૃદ્ધિ પામે એને ટકે. વિચાર શુન્ય પણ સુદર વર્તન કયારેક મહામાયાજાળ હોય છે. ...
શિષ્ય તું સાધક!તારે તે મન-વચન અને કાયા ત્રણેને