________________
અમૃત કળશ
૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.
પત્રક - ૧૬૬/પૃ. ૨૪૬/૨૪ મું વર્ષ
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવાશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિની એ જે માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
પત્રાંક - ૧૯૪/પૃ. ૨૫૯-ર૬૦/૨૪ મું વર્ષ
• આપણી બાહ્ય રહેણી કરણી બીજાને પસંદ પડે એટલે 'મિતજીવન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org