________________
Zo
અમૃત કળશ
એટલું જ મુખ્યપણે કહેવું છે કે જેમ જેમ ભક્તિમાર્ગની તાત્વિક આરાધના થતી જાય છે તેમ તેમ તામસિક અને રાજસિક વૃત્તિઓ જીવનમાં ઘટતી જાય છે, પ્રભુપ્રેમની વૃદ્ધિ થતી જાય છે, સર્વત્ર સર્વ પ્રાણીઓમાં એક પરમાત્માનાં જ દર્શન ભક્તને થવા લાગે છે અને હર્ષાશ્રુ, રોમાંચ, દેહભાનનું વિસ્મરણ, જાહેરમાં નૃત્યાદિરૂપ પ્રવર્તન, કંઠ-અવરોધ વગેરે સાત્વિક ભક્તિનાં લક્ષણોનો અનુભવ થવા લાગે છે અને આખરે ભકત-ભકિત અને ભગવાનનું ઐક્ય સિદ્ધ થતાં પરાભક્તિ કે અનન્યભક્તિની દશા પ્રકટે છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. આવા પ્રકારની સિદ્ધિ થવા માટે અનેક પ્રકારની કમબદ્ધ શિસ્ત, સતત અભ્યાસ, અત્યંત પ્રભુપ્રેમ, જગતના પદાર્થો પ્રત્યે અનાસક્તિ, સત્સંગ વગેરે અનેકવિધ સાધનામાંથી પસાર થવું પડે છે.
સાધના ગંગાના પ્રવાહની જેમ અખંડપણે વહ્યા જ કરે છે છતાં તેનું જીવન જોતાં તો સામાન્ય માણસને તેની ઉચ્ચ અધ્યાત્મદશાનો ખ્યાલ પણ આવવો દુલર્ભ છે. સર્વત્ર સમભાવને પ્રાપ્ત થયેલો તેવો આ ભક્ત સ્વ-પર કલ્યાણમાં રહી પોતાનું શેષ જીવન પ્રસન્તાથી વિતાવીને યોગ્ય જીવોને ભગવદ્ભક્તિનો સ્વાદ ચખાડી તેમને પણ સાચી ભક્તિના માર્ગે વાળે છે.
૦ ખરું પૂછો તો આપણા મનની શક્તિઓનો નહીંવત ભાગ જ - આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org