Book Title: Adhyatma Pathey
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 108
________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો તે સમયે ગ્રહણ કરવો પડે છે. કાંઈ પણ પોતાની ઈચ્છા મુજબનું મળી શકતું નથી. અપવાદરૂપે કોઈ મોટા રાજા કે શેઠિયાને ત્યાં પાળેલા કૂતરા કે ઘોડાને ખાવાપીવા બાબતની સગવડ હોય છે તથાપિ ત્યાં પણ પરાધીનતાનું દુ:ખ તો રહે જ છે. ધોડા, ગધેડાં, બળદ, ઊંટ, ખચ્ચર આદિમાં ભાર વહન કરવો પડે છે. થાક લાગે તોપણ સખત કામ કરવું પડે છે. નાક, મોઢું, પગ આદિમાં છેદન-ભેદન સહન કરવું પડે છે અને લાકડી, પરોણી કે ચાબુકના માર સહન કરવા પડે છે. અન્ય સ્વૈરવિહારી પશુ-પંખીઓને પણ દુઃખ છે. હરણ, સસલાં, સાબર, શિયાળ વગેરેને નિરંતર સિંહ-વાધ-ચિત્તા આદિ ક્રૂર પશુઓ તરફથી વધનો ભય હોય છે. નાનાં પંખી કે માછલી વગેરેને મોટાં પંખીઓ કે મગરમચ્છ તથા અન્ય શિકારીઓ વગેરેથી નિરંતર ભય રહે છે. x Jain Education International ૬૦ ૯૩ મિતાહારના આધ્યાત્મિક જીવન સાથેના ગાઢ સંબંધને સર્વ દર્શનકારોએ અને સંત-મહાત્માઓએ સર્વસંમતિથી સ્વીકાર્યો છે. વર્તમાન શરીરવિજ્ઞાને પણ મગજના જ્ઞાનતંતુઓ અને હોજરીનો ગાઢ સંબંધ દર્શાવ્યો છે. (Through Vagus Nerve). જેઓને અધરા અને અગત્યના નિર્ણય લેવાના હોય, બપોરના સમયે જરા પણ આરામ લેવાનો ન હોય, સૂક્ષ્મ યંત્રોની કાર્યદક્ષતા કે સમગ્ર ખાતાની જવાબદારી અદા કરવાની હોય તેવા બૅન્ક કે કંપનીઓના ડિરેકટરો કે વ્યવસ્થાપકો, મોટા ડૉક્ટરો કે સર્જનો વગેરે પણ બપોરના અલ્પાહારથી ચલાવી લે છે. કારણ કે પેટ ભરીને ભોજન કર્યા પછી કાર્યક્ષમતામાં ઘણી ન્યૂનતા ધૈર્ય વગરના જીવો નાનાસૂના આધાત પણ જીરવી શક્તા નથી. For Private & Personal Use Only www.jainelibrary.org |

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152