________________
૧૧૬
અમૃત કળશ
પ્રજ્ઞાસંપન્નતા દેખી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આનાં દષ્ટાંત હવે પછી આપણે જોઈશું.
નવજાત શિશુનાં હાસ્ય, કંપ અને રુદનનાં કાર્યો તેના વર્તમાન જીવનના કોઈ પણ શિક્ષણ કે અનુભવ વિના પણ થતાં જોવામાં આવે છે. આ કાર્યો તેનામાં ઉત્પન્ન થયેલાં હર્ષ, ભય અને શોકને પ્રદર્શિત કરે છે. જો અમુક અનુભવ પૂર્વનો ન માનીએ તો અનુકૂળ સંજોગોમાં હર્ષ, મોટો અવાજ આદિ થતાં ભય, અને ભૂખ લાગતાં શોકનો અનુભવ તેને ક્યાં કારણોથી સમજી શકાય ? સ્તનપાન કરવાની ઇચ્છાથી પ્રેરાઈને જ તે શિશુ ભૂખની નિવૃત્તિ અર્થે સંકલ્પપૂર્વક પ્રવૃત્તિ કરે છે, જેથી આ કાર્ય ભૂખનિવર્તક છે એમ તેને પૂર્વઅનુભવ હોવો જોઈએ તેમ સાબિત કરે છે. આવા પૂર્વસંસ્કાર આ જીવરમાં તો પ્રાપ્ત થયા નથી તે પૂર્વજન્મમાં પ્રાપ્ત થયા હોવા જોઈએ એમ સ્વીકારતાં પૂર્વજન્મ સાબિત થાય છે અને તેથી પુનર્જન્મ પણ આપોઆપ સાબિત થઈ જાય છે
ધર્મભાવનાથી વિમુખ, કૂર, વ્યસનલંપટ, દુર્જન કે બીજા વિપરીત ભાવવાળા મનુષ્યોનો સંસર્ગ થતાં, અથવા તેઓ વડે અવરોધ ઉત્પન્ન થવા છતાં પણ તેઓ પ્રત્યે અંતરમાં મલિન ભાવ ન લાવવો અને આત્મકલ્યાણમાં લાગ્યા રહેવું તે માધ્યસ્થભાવના છે.
• બહાર બધે વિષ જ વિષ ભરેલું છે. અંતરમુખ થા અને પૂર્ણ
અમૃતકુંભને શોધી કાઢ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org