________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૨૭
છે, મારું સન્માન થયું, મારું અપમાન થયું એ આદિ પ્રકારે જગતના જીવો શરીરની વિભિન્ન અવસ્થાઓને પોતાપણે શ્રદ્ધે છે, જાણે છે, અનુભવે છે.
હવે સત્સંગના યોગમાં રહીને, સદ્ગુરૂગમ દ્વારા, જડ શરીરથી જુદો એવો જાણવા-દેખવાવાળો હું આ આત્મા છું એવો યથાર્થ નિર્ધાર કરીને, ચિત્તશુદ્ધિ સહિત એક સ્થિર આસને બેસવું, શરીરને ઢીલું મૂકી દેવું, હદયપ્રદેશમાં, જ્યોતિરૂપે આત્મસ્વરૂપની ભાવના કરવી. આમ સ્થિરતાનો અભ્યાસ કરતી વેળાએ શ્વાસોચ્છવાસની ગતિ મંદ થશે, અને જો જ્ઞાતા-દ્રષ્ટાભાવ સાથે ચિત્ત લગાડેલું રાખવાનો પ્રયોગ ઉદ્યમપૂર્વક જારી રાખવામાં આવશે અને સ્થિરતાનો પ્રયોગ ચાલુ રહેશે તો થોડા કાળમાં હું આ ચૈતન્યજ્યોતિ છું એવો ભાવ મટીને ચિત્માત્રસત્તાનો અનુભવ થશે. આનંદ આનંદ વ્યાપી જશે. જેનો નશો દશ-પંદર મિનિટથી માંડીને એકાદ કલાક સુધી રહેવા યોગ્ય છે. આ જે વસ્તુનો અનુભવ થયો તે જ આપણું મૂળ સ્વરૂપ છે, જે આ દેહમાં રહેવા છતાં કદાપિ તે રૂપે થઈ જતું નથી. જેમ ઘણો લાંબો કાળ સુવર્ણરજ (ખાણિયું સોનું) પડયું રહે તોપણ સોનું સોનારૂપે જ રહે છે અને માટી માટીરૂપે જ રહે છે તેમ ઘણો કાળ શરીર અને આત્મા એક જ જગ્યાએ રહે તોપણ બને પોતારૂપે જ રહે છે યથા -
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ, કોઈ કોઈ પલટે નહિ; છોડી આપ સ્વભાવ.
• બિ પી મ ઝનમાં પર્વને માન પી. પતિ પત્ની
• શાંતિ શોધો છો ? જીવનમાં ધર્મને સ્થાન આપો. શાંતિ મળી - જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org