Book Title: Adhyatma Pathey
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૦ અમૃત કળશ તેની સાથે પ્રીતિ થઈ ગઈ છે. પરંતુ સર્વે મહાત્માઓએ તેની સાથે પ્રીતિ તોડીને આત્મસાધના દ્વારા જ ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી છે અને તેથી આપણે પણ તે જ કર્તવ્ય છે. જોકે શરૂઆતના સાધકને તેની સાધનામાં ઘણી વાર અનેક પ્રલોભનો પોતાના સ્વજન-મિત્રાદિ તરફથી અથવા પોતાના મનની નિર્બળતાઓને લીધે ઊપજે છે, તોપણ મૂળ બેયને લક્ષમાં રાખીને વારંવાર ઉદ્યમ કરવાથી તે પ્રમાદને જીતી શકાય છે. ૧૦૫ આ જગતમાં કોઈ પણ સ્ત્રી, દેવી, તિર્યચિની (પશુની નારીજાતિ) કે કાષ્ઠ-પાષાણાદિની સ્ત્રી-પ્રતિમા પ્રત્યે વિકારભાવની ઉત્પત્તિ ન થવા દેવી તે સંપૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે. પોતાનો આત્મા જ પરમ આનંદનું ધામ છે એવો અંતરંગ નિશ્ચય કરી તેમાં વારંવાર તલ્લીન થવું તે ખરેખર બ્રહ્મચર્ય છે - બ્રહ્મમાં (આત્મામાં) ચર્યા (રમણતા) છે. સંત સંત જ છે. સંત સાદા છે, સંતોષી છે. સંત સહજ છે, સરળ છે. સંત સુપ્રતીતવંત છે. સંત સ્વાનુભૂતિ સહિત છે. • સંક્ટો સામે ઝૂકો નહીં પણ વીરતાથી મુકાબલો કરો. han international For Private & Personal Use Only Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152