Book Title: Adhyatma Pathey
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 147
________________ ૧૩ર અમૃત કળશ 0 ત્રણે કાળમાં મુમુક્ષુઓ ખૂબ જ ઓછા હોય છે. આ કાળે ખરેખર મુમુક્ષુઓ અત્યંત વિરલ છે એવો અનુભવ થાય છે. પૂર્વભવના કોઈ વિશિષ્ટ આરાધકને બાદ કરતાં, પારમાર્થિક દૃષ્ટિની પ્રાપ્તિ સ્વયં થવી પરમ દુર્લભ છે. જો પોતે પ્રામાણિક બને અને સંતનો પ્રત્યક્ષ યોગ આરાધ તો તેવી ષ્ટિ કમે કરીને ઉદય પામે. આમ થવા માટે વિનય, ખંત, ધીરજ, સહનશીલતા, આદિ ગુણોની આરાધના કરીને ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટ કરવું જોઈએ. ચિંતન વગરનું વાંચન વંધ્ય તરુ સમાન છે અને જેને સાચું એકાંતચિંતન કરવાની ટેવ પડે છે તેના જીવનમાં અવશ્ય અનેક ગુણો ચરિતાર્થ થવા લાગે છે. મોક્ષાર્થે કરેલું તત્વચિંતન આત્મશુધ્ધિનું સર્વોત્તમ સાધન જાણીએ છીએ; પણ આવા ચિંતનની દુપ્રાખતા પણ તેટલી જ પ્રસિદ્ધિ છે. જીવનશુદ્ધિથી ચિંતનશુદ્ધિ, ચિંતનશુદ્ધિથી ચિત્તશુદ્ધિ, ચિત્તશુદ્ધિથી ચિત્તસ્થિરતા, ચિત્તસ્થિરતાથી પરમ સમાધિ અને પરમ સમાધિથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. -- • સંકટો સામે ઝૂકો નહીં પણ વીરતાથી મુકાબલો કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152