________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
સંત સત્યનિષ્ઠ છે. સંત નિ:સ્પૃહ છે. સંત સમતાના ધારક છે. સંત સામાન્ય સાધકોને શરણરૂપ છે. સંતમાં સજજનતા સ્વાભાવિક છે. સંતને સર્વાત્મમાં સમષ્ટિ છે. સંતને સદબોધમાં સ્થિરતા છે. સંત શાંત સ્વભાવી છે, શાંતિપ્રિય છે. સંત સાચા સાધકોની ચરણરજ છે !! સંત શાંતિ અને સમાધાનના પુરસ્કર્તા છે. સંત સજજનોના શિરોમણિ છે. સંત કમશ: સમસ્ત વિશ્વના શિરોમણિ (સિદ્ધ) બની જાય છે. સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા -- સાતિશય સપુરુષાર્થ જોઈએ. સતમાં નિષ્ઠા, સજજનસંગતિ, સમ્બોધ, સઋદ્ધા, સવિચાર અને સ્થિરતાના અભ્યાસથી સંત થઈ શકાય છે. સાંત સંસારદશાવાળા, સાતિશયગુણસંપન્ન, સમાધિના સ્વામિ એવા સંતનું સાચું શરણું અમને પ્રાપ્ત થાઓ.
શાંતિ શોધો છો ? જીવનમાં ધર્મને સ્થાન આપો. શાંતિ મળી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org