________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૨૯
૧૦ર જો સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ હશે તો ગૃહસ્થ સાધના માર્ગમાં સામાન્ય સાધુ કરતાં પણ આગળ વધી જશે. પરંતુ જે સાધુને સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ પ્રાપ્ત થઈ હશે તે તો અવશ્ય બધા ગૃહસ્થો કરતાં આગળ વધી જશે, કારણ કે તે પોતાની સંપૂર્ણ શક્તિ અને બધો સમય તે આરાધનામાં લગાવી શકાશે. ગૃહસ્થોના આચાર સંબંધીનું વિવરણ પૂર્વાચાર્યોએ (શ્રાવકાચારાદિ શાસ્ત્રોમાં) અતિ વિસ્તારપૂર્વક કરેલું છે.
૧૦૩,
સ્વાધ્યાયની સિદ્ધિ માટે જોકે સાધકની અંતરંગ જિજ્ઞાસા મુખ્ય કારણ છે, છતાં સદ્ગુરુના સાનિધ્યમાં કરેલો સ્વાધ્યાય ત્વરિત આનંદદાયક અને ધારેલું ફળ આપે છે; તેથી સંભવ હોય ત્યાં સત્સંગના યોગે સ્વાધ્યાય કરવો. જ્યાં આવો ઉત્તમ યોગ ન બની શકે ત્યાં આત્મશુદ્ધિ કાજે પદાર્થનો નિર્ણય કરવા, વિનયભાવ સહિત, સુપાત્ર સાધકે સન્શાસ્ત્રોનું અવલંબન લેવું યોગ્ય છે.
પ્રમાદનો જ્ય કરવો જોકે સહેલો નથી, કારણ કે દીર્ઘ કાળથી આપણે પ્રમાદ જ સેવતા આવ્યા છીએ અને તેથી અતિપરિચયને લીધે આપણને • વિચારની મલિનતા દૂર થાય છે ત્યારે વૃત્તિઓમાં રહેલી પશુતા | દૂર થાય છે.
છે Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org