________________
૧૨૮
અમૃત કળશ
૧૦૧
: અનાસકિત અને આત્મધષ્ટિ :
નિવૃત્તિ એટલે સામાન્ય અર્થમાં સ્વાર્થમય કાર્યોમાં પોતાનાં તન, મન, વચન અને ધન ન લગાવવાં તે. જે સત્કાર્યો આત્મલ થાય તે પણ કામ કરીને પરમ સમાધિરૂપ નિવૃત્તિ તરફ લઈ જતાં હોવાથી નિવૃત્તિરૂપ જ છે, પણ સાધના દરમિયાન આપણે નિરંતર વિવેકપૂર્વક વિચારવું કે શું હું ખરેખર અનાસક્તિપૂર્વક વર્તી રહ્યો છું ? અનુભવી સદ્ગુરુના માર્ગદર્શન વગર પ્રવૃત્તિમાર્ગ, નિવૃત્તિમાર્ગ અને 'પરમવૈષ્કર્મ માર્ગનો પાર પામવો દુર્લભ છે.
જેમ જેમ મોક્ષમાર્ગનું યથાર્થ અવલંબન વધતું જાય તેમ તેમ સ્વાર્થયાગ વધતો જાય છે, હુંપણું, મારાપણું, ઘટતું જાય છે અને જીવનની દરેક પ્રવૃત્તિ સાહજિક અને વિકાસલક્ષી થતી જઈને આત્મશુદ્ધિની વૃદ્ધિનો જ હેતુ બનતી જાય છે. આ પ્રમાણે આગળ વધતાં, આત્મવિકાસની અનેક શ્રેણીઓને પસાર કરીને સાધક
સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ ઉત્કૃષ્ટ દશાને પામે છે. જ્યાં સર્વ રાગ, દ્વેષ અને અજ્ઞાનનો અંત અને પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદનો શાશ્વત અનુભવ રહી જાય છે.
• વિચારમાં પ્રચંડ શક્તિ છે, માટે નાનો પણ કુવિચાર ન પેસે તેની સાવધાની રાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org