Book Title: Adhyatma Pathey
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001290/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ मध्यात्म पाथेय 0000000 श्रीहे લે. જિજ્ઞાસુ ॐ 000 શ્રીમદ્ રાજગંદ્ર આધ્યાત્મિક સાધના કેંન્દ્ર डीजी-लो- गांधीनगर-३८२००८. For Private & Personal Page #2 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ પાથેય યાત્મિક સાધના Ajદ્ર આધ્યા ધ્યાન ક શ્રીમદ્ રાજચં સત્સંગ - ૩૮૨૦૦૯ : સંપાદક: જિજ્ઞાસુ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, સતશ્રુત સેવા સાધના કેન્દ્ર - સંચાલિત કોબા. (જિ. ગાંધીનગર) પીન-૩૮૨૦૦૯ ફોન : ૦૨૭૧૨ - ૭૬૨૧૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ ADHYATMA PATHEYA BY JIGNASU' E પ્રથમવૃત્તિ પ્રત ૩૦૦૦ | મૂલ્ય રૂ. ૧૦/1 પ્રાપ્તિસ્થાનઃ ૬. શ્રી ગીરીશભાઈ છોટાલાલ ભીમાણી બી-૨, સિદ્ધાંત, સરદાર બાગ સામે, રાજકોટ-૩૬૦૦૦૧. ફોન : (ઓ) ૨૨૭૩૫૦ | (૨) ૪૪૬૮૨૧ ૧. શ્રી હર્ષદભાઈ શાંતિલાલ શાહ M/s. મોહનલાલ ગુલાબચંદ શાહ ૧૨, ફેરડીલ હાઉસ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોનઃ (ઓ) ૪૪૨૯૦૮ (૨) ૬૭૪૦૬૭૭ ૨. ડૉ. શર્મિષ્ઠાબેન એમ. સોનેજી અમદાવાદ, ફોન : ૨૩૨૩૪૫૪ ૩. શ્રી નગીનભાઈ એચ. પંચમિયા ફોનઃ (ઓ) ૫૧૧-૮૮૯૭ ૪. શ્રી ખીમજીભાઈ ગંગર ફોન : ૬૧૩૦૪૩૧ ૫. શ્રી કકુભાઈ મોદી (મેસર્સ રોક ટોક) ૮, વર્ધમાન ચેમ્બર્સ, ઢેબર ચોક, રાજકોટ ફોન : ૩૩૧૯૨૬ ૭. શ્રી સુરેશભાઈ શેઠ વધમાન મૂળજીભાઈ એન્ડ સન્સ રેકઝીન હાઉસ, ટાવર રોડ, ટાંકી ચોક, સુરેન્દ્રનગર-૧ ફોનઃ (ઓ) ૨૨૧૭૮ (૨) ૩૨૩૦૬ 8. PRAFUL LAKHANI 30, Balsam Dr. Dix Hills, M.Y. 11746 Phone: 516-423-9647 Fax: 516-679-1238 1 શ્રી ગુરુપૂર્ણિમા ૩૦-૭-'૯૬ E પ્રકાશક શ્રી જયંતભાઈ એમ. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી - શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા. IT ટાઈટલ ડિઝાઈનઃ શ્રી રમેશ હાલારી ૪૫૯, સર્વોદય કોમર્શિયલ સેન્ટર, સલાપસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ મુદ્રક નયન જયંતીલાલ પટેલ દર્શન પ્રેસ ૨૩૮, સર્વોદય કોમર્શિયલ સેન્ટર, સલાપસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ • ફોનઃ ૫૫૦૫૬૫૦ ૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ આત્મકલ્યાણની સ્પૃહાવાળા અને દૃઢતાથી, ધીરજથી, સમતાથી, શાંતભાવથી મોક્ષમાર્ગમાં સતત ઉદ્યમી છે તેવા સર્વે સાધક મુમુક્ષુઓને સાદર સમર્પિત ૩ જિજ્ઞાસુ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના મુખ્ય પ્રકાશનો (૧) સાધના-સોપાન (આત્મોન્નતિનો ક્રમ) (૨) ચારિત્ર્ય-સુવાસ (પ્રેરણાત્મક પ્રસંગો) સાધક-સાથી ભાગ ૧-૨ (૪) બોધસાર (૫) ભક્તામર-સ્તોત્ર (૬) અધ્યાત્મને પંથે (૭) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા (૮) ભક્તિમાર્ગની આરાધના (૯). શાંતિપથ-દર્શન ખંડ ૧-૨ (ગુજરાતી અનુવાદ) (૧૦) દૈનિક ભક્તિ-સ્વાધ્યાય (૧૧) Adhyatmagnan Praveshika (૧૨) અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૧૩) શ્રી ગુરુમહાભ્ય (૧૪) સાધક-ભાવના (૧૫) “દિવ્યધ્વનિ' આ. વિદ્યાસાગર વિશેષાંક (૧૬) “દિવ્યધ્વનિ શ્રીમદ્ રાજચન્દ્ર વિશેષાંક દિવ્યધ્વનિ' આચાર્ય સમત્તભદ્ર વિશેષાંક (૧૮) “દિવ્યધ્વનિ' સુ. ગણેશપ્રસાદ વર્ણ વિશેષાંક (૧૯) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિક્ષા (૨૦) Sadhak - Sathi (Hindi) (29) Aspirant's Guide (૨૨) અધ્યાત્મ પાથેય ૫.૦૦ ૫.૦૦ ૪૦.00 ૫.૦૦ ૨.૦૦ ૭.૦૦ ૩.૦૦ ૧૦.૦૦ ૧૦ + ૧૫ ૧૦.૦૦ 5.00 ૨૫.૦૦ ૧.00 ૯.૦૦ ૧૫.૦૦ ૧૫.૦૦ ૨૫.૦૦ ૨૫.૦૦ રૂ. ૦ ૦ 40.00 (૧૭) ૧૦.CO શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર સતશ્રુત સેવા સાધના કેન્દ્ર - સંચાલિત કોબા-૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાક કથન શિષ્ટ, સાત્ત્વિક, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક માર્ગમાં ઉપયોગી સત્સાહિત્ય સમાજના વિવિધ વર્ગોની સેવામાં રજુ કરવાની આ સંસ્થાની નીતિ તેના ઉદ્ગમકાળથી જ રહી છે. નાના-મોટાં ચાળીસ (૪૦) ઉપરાંત ગ્રંથો અત્યાર સુધીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. કેટલાક પ્રકાશનોના છ-સાત સંસ્કરણો બહાર પાડવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે, જેથી તે પ્રકાશનોની ઉપયોગિતા સહેજે સમજી શકાય છે. આજે અધ્યાત્મ પાથેય’ એ નામથી સંગ્રહિત થયેલો આ ગ્રંથ સાધક-મુમુક્ષુઓની સેવામાં રજુ કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. ગ્રંથના બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં, મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક, પરમ તત્ત્વજ્ઞ અને આધ્યાત્મિક યુગપુરુષ શ્રીમદ્ રાજચન્દ્રજીના ઉત્તમ કોટિના ગદ્યસાહિત્યમાંથી ચૂંટેલા પ્રકીર્ણ ૧૦૮ સર્વચનો અવતરિત કર્યા છે. આ કાર્ય સ્વાધ્યાયના એક ભાગરૂપે જ કરેલું હોવાથી તેની ગોઠવણી વિષયવાર રાખેલી નથી. સહજપણે જે જે વચનો સાધકને પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, લાલબત્તી ધરે અને વર્તમાન દેશકાળની દૃષ્ટિએ તેને આધ્યાત્મિક જીવનવિકાસની વૃદ્ધિ કરવામાં વિશિષ્ટપણે ઉપકારી થાય તેવાં વચનોને ચૂંટી ચૂંટીને સંગ્રહિત કર્યા છે. સ્વાભાવિકપણે જ મૂળ મહાપુરુષની ઊંડી આત્માનુભૂતિમાંથી નિકળેલાં આ પ્રકીર્ણ વચનામૃતો બધી કક્ષાના મુમુક્ષુઓને પોતપોતાની પાત્રતા અનુસાર - દીવાદાંડી સમાન દિગ્દર્શન કરાવે તેવાં છે. સત્સંગ, સલ્ફાસ્ત્ર, ભક્તિ, પ્રત્યક્ષ જ્ઞાનીની ઓળખાણ, તેમનો પરિચય અને સમાગમ, તેમ જ સમર્પણ ભાવ અને સત્પાત્રતાની પરમોપકારિતા, દેશકાળનો વિચાર, આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સહજ-સરળ ઉપાયો, મુમુક્ષતાની ભિન્ન ભિન્ન શ્રેણિઓ આદિ અનેક આધ્યાત્મિક વિષયો ઉપર આ વચનો અધિકૃત અને સર્વાગી પ્રકાશ પાડે છે. બીજા વિભાગમાં આ સંસ્થાના પ્રેરક પૂજ્ય સંતશ્રી આત્માનંદજીના પ્રકીર્ણ બોધ-વચનોને સંગ્રહિત કર્યા છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની તેઓશ્રીની છેલ્લા ૨૫ વર્ષની વિશિષ્ટ, પ્રબુદ્ધ અને સતત સાધનાનું, તેમના નિર્મળ અભિપ્રાયનું, તેમજ તેઓશ્રીના બહુ આયામી સહજ પરોપકારક વ્યક્તિત્વનું આ વચનોમાં પ્રતિબિંબ પડે છે. તેઓએ મોક્ષમાર્ગની સિદ્ધિ માટે સેવેલાં જુદાં જુદાં સત્સાધનોનો પણ આ વચનોમાં આપણને ઠીક ઠીક પ્રમાણમાં પરિચય થઈ જાય છે. આ અણુયુગમાં, દેહના ડૉક્ટરમાંથી આત્માના ડૉક્ટરમાં પરિવર્તિત થયેલા તેઓશ્રીના વૈજ્ઞાનિક, ક્રમિક અને ન્યાયયુક્ત જીવન-અભિગમની જો આપણને આ વચનો દ્વારા કાંઈક ઝાંખી થાય તો તે આપણા માટે શ્રેયસ્કર અને પ્રેરક બની રહેશે એમ અમે માનીએ છીએ. સુપાત્ર સાધકે આ ગ્રંથમાં સંગ્રહિત કરેલાં સમસ્ત વચનો માત્ર વાંચવાના જ નથી, પરંતુ તે વચનોનો સૂક્ષ્મ અભ્યાસ પણ કરવાનો છે અને બને તો સત્સંગના યોગે કે વિશેષ જ્ઞાનીના સમાગમે, સમજી સમજીને, વિચારી વિચારીને તેના ભાવોને હૃદયમાં સ્થિત કરવાનાં છે. આમ કરવાથી આત્મભ્રાંતિરૂપ અંધકાર દૂર થશે, સાધકના દૈનિક જીવનમાં અનેક સગુણોની મહેક પ્રસરશે, સર્વ મનુષ્યો સાથે પ્રેમ અને વાત્સલ્ય પ્રગટશે અને ક્રમે કરીને કામક્રોધાદિ ભાવોની Page #7 -------------------------------------------------------------------------- ________________ અત્યંત મંદતા થતાં અને સમતાભાવની વૃદ્ધિ થતાં સહજ સમાધિનો અપૂર્વ લાભ થશે. માનવજીવન કૃતાર્થ થશે. આમ, આ વચનોના માધ્યમથી મનુષ્યો વિકૃતિમાંથી સંસ્કૃતિમાં આવે, તામસિક વૃત્તિમાંથી સાત્વિક વૃત્તિમાં આવે અને જીવનના ઉચ્ચ મૂલ્યો તરફ વળીને આત્મશ્રેય કરવાની પ્રેરણા અને માર્ગદર્શન તેમને પ્રાપ્ત થાય એ જ શુભ ભાવ ભાવી વિરમીએ છીએ. આ પુસ્તકના પ્રકાશનમાં સર્વશ્રી વસનજી શામજી ગાલા તથા શાંતાબહેન હરિલાલ શાહનો પ્રસંશનીય અર્થસહયોગ પ્રાપ્ત થયેલ છે તેની નોંધ લેતાં પ્રસન્નતા ઉપજે છે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો ! સાહિત્ય પ્રકાશન સમિતિ, સતુશ્રુત સેવા સાધના કેન્દ્ર, કોબા-૩૮૦ ૦૦૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૯ (જિલ્લો ગાંધીનગર) ગુજરાત ફોન : ૦૨૭૧૨ - ૭૬૨૧૯ પ્રેરક : પૂ. શ્રી આત્માનંદજી ઉદેશ અને પ્રવૃત્તિઓ સંસ્થાના મુખ્ય ઉદેશો : (૧) ભારતીય સંસ્કૃતિનાં શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. (૨) અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધન-પ્રકાશન-અનુશીલન. (૩) ભક્તિસંગીતની સાધના અને વિકાસ. (૪) યોગસાધનાનો અભ્યાસ અને સમાજના સ્વાથ્ય માટેનાં કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. (૫) સમર્પણયોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ : (૧) સત્સંગ-સ્વાધ્યાય-ભકિત તથા ધ્યાનનો અભ્યાસ : ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે સદ્ગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે. સાહિત્યિક પ્રવૃત્તિઓ : જીવનને સાત્વિક બનાવવામાં પ્રેરણા આપનારા લગભગ ૧૨,000 ગ્રંથોવાળા પુસ્તકાલયનું કેન્દ્રમાં આયોજન થયું છે. સંસ્થાએ આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ચાળીસ જેટલા નાના-મોટા ગ્રંથો પ્રકાશિત કરેલ છે. આત્મધર્મને ઉપદેશ, સંસ્થાનું ‘દિવ્યધ્વનિ' નામનું આધ્યાત્મિક માસિક છેલ્લાં ૧૮ વર્ષથી પ્રગટ થાય છે, જેની કુલ સભ્યસંખ્યા ૫,૦૦૦થી વધુ છે. આ ઉપરાંત શિબિરો, તીર્થયાત્રાઓ, નિદાનયજ્ઞો આદિ અનેકવિધ સાંસ્કારિક - આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વખતોવખત થતી રહે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે પહોંચશો ? અમદાવાદથી ૧૬ કી.મી. અને ગાંધીનગરથી ૧૦ કી.મી.ના અંતરે, અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર કોબા સર્કલ પાસે, સાબરમતી નદીની નજીક, શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં આ સાર્વજનિક સંસ્થા આવેલી છે. ૧. રેલ્વે દ્વારા ? અમદાવાદ રેલ્વે સ્ટેશનથી રીક્ષા મારફતે સાબરમતી ટોલનાકા આવવું. ત્યાંથી ચાલુ રીક્ષામાં ૫ થી ૬ વ્યક્તિ બેસાડે છે, જેના વ્યક્તિદીઠ રૂ. ૪- લે છે. સાબરમતી રેલવે સ્ટેશને ઉતરો તો ત્યાંથી સાબરમતી ટોલનાકા આવી ઉપર મુજબ કેન્દ્રમાં પહોંચી શકાય છે. ૨. એસ.ટી. બસ દ્વારા : - અમદાવાદ ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ નં. ૨ (ઉત્તર ગુજરાત વિભાગ) તથા પ્લેટફોર્મ નં. ૫ ઉપરથી ઉપડતી લગભગ બધી લોકલ બસોમાં બેસીને કોબા સર્કલ સ્ટેન્ડે ઉતરવું. આપ આ સંસ્થામાં આ રીતે રસ લઈ શકો છો ૧. કોબા મુકામે સાધના કેન્દ્રમાં પધારીને તેના સત્સંગ, સ્વાધ્યાય, સેવા આદિ કાર્યક્રમોમાં ભાગ લઈને તથા આપની સૂઝ, સમય અને અનુભવનો લાભ સંસ્થાને આપીને. ૨. સભ્યપદ નોંધાવીને : (૧) સંસ્થાના આશ્રયદાતા રૂ. ૨૦૦૧ (૨) સંસ્થાના આજીવન સભ્ય રૂ. ૫૦૧ (૩) દિવ્ય-ધ્વનિના ત્રિવાર્ષિક સભ્ય રૂ. ૧૫૦ (૪) ભોજનશાળામાં કાયમી તિથિના રૂ. ૨૫૦૧ તથા મોટી તિથિના રૂ. ૨૫૦૦૧ નોંધાવીને. (૫) કેન્દ્રના નવા બાંધકામમાં ફાળો નોંધાવીને. (૬) જ્ઞાનદાનમાં સહયોગ આપીને. (૭) આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ઉપયોગમાં આવી શકે તેવી ઉપયોગી વસ્તુઓ ભેટરૂપે આપીને. (૮) સાધક-ઉત્કર્ષ ફંડમાં રકમ નોંધાવીને. (૯) વિદ્યા-ભક્તિ-આનંદ ગુરૂકૂળના સંચાલનમાં અર્થ-સહયોગ રૂ. ૨૫૦૧ નોંધાવીને. (૧૦) ભગવાનની પૂજાની તિથિ નોંધાવીને. આ સંસ્થા, આપના હાર્દિક સહયોગથી જ સાધકો, વિદ્યાર્થીયુવકો તથા સમાજને અર્થે શિષ્ટ અને આધ્યાત્મિક સંસ્કારોના સિંચન દ્વારા જીવનનો સર્વતોમુખી વિકાસ થાય તેવી સમ્પ્રવૃત્તિ કરી શકશે; માટે આપના અનેકવિધ સહકારની અપેક્ષા સહિત વિરમીએ છીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ ലല ലലലല ലലലല ലലലല ലലലല ല | ലലലല ലലലല ലലലല ല ല ല ല ല ല ല ല ല ല ല ല ല ല ല અધ્યાત્મયુગપ્રવર્તક પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી ല ലലലല ലലലല ലലലല ലലലലല Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો : [1] જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ, કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શક્તાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુન: પુન: પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજજવળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! પર/પૃ. ૧૮૧/૨૨ મું વર્ષ g ૨ Jain Educatle International પરમાત્માને ધાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શક્તો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. પત્રાંક ૬ર/પૃ. ૧૮૮/૨૨ મું વર્ષ પત્રાંક g માનસિક શક્તિઓનો સદ્ઉપયોગ એટલે જ સંતપણું. ૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ર ૧. ૨. 3. ૪. ૫. [ક નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો : ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. અમૃત કળશ કોઈ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રÇા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે - (સૂઝયું છે). પત્રાંક - ૧૪૩/પૃ. ૨૨૯/૨૩ મું વર્ષ ¤ ઈશ્વર માટેની તડપન જ ઈશ્વર સુધી પહોંચાડે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૪ સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે : ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે કમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ૨. કોઈ પણ પ્રકારે સગુરુની શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિ:શંક્યાથી આરાધન કરવું; અને તો જ સર્વે માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, સત મળ્યા નથી, સન સુર્યું નથી, અને સત શ્રધ્યું નથી, અને એ મળે, એ સુષ્ય, અને એ શ્રધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. • બાન માર્ગે આવતા વિચારો રસ્તા પરનાં બાળકો જેવા છે, તમે | - તમારે બાજુ પરથી પસાર થઈ જાઓ. Page #15 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. પત્રક - ૧૬૬/પૃ. ૨૪૬/૨૪ મું વર્ષ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવાશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિની એ જે માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. પત્રાંક - ૧૯૪/પૃ. ૨૫૯-ર૬૦/૨૪ મું વર્ષ • આપણી બાહ્ય રહેણી કરણી બીજાને પસંદ પડે એટલે 'મિતજીવન. Page #16 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (i) જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજજાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. (ii) જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડયો. ૬ (iii) જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. (iv) જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો યાગ કરી તેની ભક્તિમાં જોડાય. (v) જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. (vi) . આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. (vi) ૠષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. ૫ (viii) પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. (ix) અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ધીરજ ધરી દુ:ખની ઘડીઓ ઈશ્વરકૃપાની યાદમાં વિતાવી દેવી. Page #17 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ (૪) શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. (xi) આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. પત્રક - ૨૦૦/પૃ. ર૬ર-૨૬૩/ર૪ મું વર્ષ નિરંતર ઉદાસીનતાનો કમ સેવવો; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. પત્રાંક - ૧૭ર/પૂ. ૨૫૦-૨૫૧/ર૪ મું વર્ષ • તમારી પ્રગતિ માટે અહંકારી ખ્યાલોને ત્યજીને જ જીવન જીવો. Page #18 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો આત્મા વિનયી થઈ, સરળ અને લધુત્વભાવ પામી સદેવ સપુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઇશનપ્રાશ્મારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. પત્રક - ૧૫/પૃ. ૧૮૩/૨૨ મું વર્ષ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. પત્રક - ૫૮/પૃ. ૧૮૪/૨૨ મું વર્ષ કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. • સંક્ટો પણ ઈશ્વરની જ દેણ છે તેમ સમજી પ્રેમે સહેવા તૈયાર રહેવું જોઈએ. Page #19 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુ:ખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. પત્રાંક ૫૭/પૃ. ૧૮૩/રર મું વર્ષ ¤ ૧૧ જે સાધન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છંદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લેવો એ વગેરે બાર પ્રકાર છે. સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પોતાપણે વર્તવું તે જ સ્વચ્છંદ છે એમ કહ્યું છે. સદ્ગુરુની આજ્ઞા વિના શ્વાસોચ્છ્વાસ ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહીં. સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે. ઉપદેશ છાયા ૫/પૃ. ૬૯૫-૬૯૬/૨૭ મું વર્ષ મ જેનાથી દેવત્વ મળે તેનાથી મનુષ્યત્વ પણ જો ન મેળવી શકે તો તેણે માનવજીવનમાં પશુત્વ જ ભર્યું છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈવત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈવતં જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. પત્રાંક - ૨૫૪/પૃ. ૨૮૯/ર૪ મું વર્ષ બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંતબોધ અને બીજો તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ. જો ઉપદેશબોધ જીવને અંત:કરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંતબોધનું માત્ર તેને શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ' એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારાએ જણાવાય તેમ જણાવ્યો છે એવો જે બોધ છે તે 'સિદ્ધાંતબોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યકતપણે વિપર્યાસપણે પદાર્થસ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાયબુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ • ધીર સંસારી માટે જીવનમાં આવતાં દુ:ખો આત્મસંયમ અને તપશ્ચર્યા બને છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દૃઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ઉપદેશબોધ છે. પત્રાંક - ૫૦૬/પૃ. ૪૦૭/૨૭ મું વર્ષ | (i) આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભા છે ને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પ ' શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. | (ii) નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. પત્રક - ર૬૭/પૃ. ૨૯૮-૨૯૭/૨૪ મું વર્ષ ૧૫ (i) અબ ક્યોં ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધનસે ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? (ii) કરૂના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. • તમો ભૂલમાં પણ કોઈને દુઃખ થાય તેવું બોલશો નહીં. Page #22 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (iii) તનસેં, મનસેં, ધનસેં, સબસેં, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસ; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ધનો. (iv) વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દ્રગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહ જોગ જુગોજુગ સો જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. પત્રાંક ૨૬૫/પૃ. ૨૯૬/૨૪ મું વર્ષ (v) સ ૧૬ જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! ૧૧ પત્રાંક - ૪૯૩/પૃ. ૩૯૫/૨૭ મું વર્ષ ૪ ૧૭ નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; તૃષ્ણા ઉપરના વિજયમાં જ સાચું સુખ સમાયેલું છે, નહીં તો સોનાનો કૈલાસ મળી જાય તોયે સુખ મળવાનું નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંતદૃષ્ટિને જે સેવા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પત્રક - ૮૦/પૃ. ૧૯૭/૨૨ મું વર્ષ વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. પત્રાંક - ૪૦/૫. ૧૭૧/૨૧ મું વર્ષ | (i) છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂ૫ ભારે ઊપજ્યા; એ ચતુર ચકી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મુકે કોઈને. ૬ • તમારાં વખાણથી રાજી ન થાઓ અને નિંદાથી નારાજ ન થાઓ. Page #24 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (iii) તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ પત્રાંક # ૨૦ - ૩/પૃ. ૮/૧૭ મું વર્ષ પહેલાં ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ગારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી, વદે રાયચંદવીર, એવું ધર્મરૂપ જાણી, “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વેમથી." ૧૩ પત્રાંક - ૪/પૃ. ૯/૧૭ મું વર્ષ પહેલાં X ૨૧ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર • પ્રામાણિક્તાનો દેખાવ નહીં પણ આંતરિક પ્રામાણિક્તા તે દિવ્ય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જ્ય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. પત્રક - ૮૧૯/પૂ. ૬૧૬/૩૧ મું વર્ષ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સપુરુષક, તો સબ બંધન તોડ. ૬ તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. પત્રક - ૨૫૮/પૂર૯૨/૨૪ મું વર્ષ અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. પત્રાંક - ૮૩૯/૫. ૬ર૫/૩૧ મું વર્ષ • ધ્યાન એ સત્યનું ચિંતન છે, તેમાં સક્રિય બનો અને દિવ્યતાને અનુભવો. Page #26 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૫ વિષયથી જેની ઇંદ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે ? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે આજનો ! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. પત્રાંક - ૮૩૨/પૃ. ૬૨૦/૩૧ મું વર્ષ લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુ:ખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. પત્રાંક - ૯૪૯/પૃ. ૬૫૮/૩૪ મું વર્ષ શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ • ઈશ્વર સિવાય બીજું બધું ભૂલી જવાથી જ તેનું જ્ઞાન થાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદુ કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રી કૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. પત્રાંક - ૨૧૮/પૃ.ર૭૪/૨૪ મું વર્ષ તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. પત્રક - ૨-૧૫/પૃ. ૪/૧૩ મું વર્ષ પહેલાં વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે. પત્રાંક - ૨-૬૫/પૃ. ૬/૧૭ મું વર્ષ પહેલાં • સફળતાને તમારો જન્મસિદ્ધ અધિકાર માનો. Page #28 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. પત્રક - -૬૮/૫. ૬/૧૭ મું વર્ષ પહેલાં (૧) આહાર અનુક્રમે ઓછો કરવો (લેવો.) પત્રક - ૫-૩૩/પૂ. ૧૦/૧૭ મું વર્ષ પહેલાં (૨) શંકા, કંખા કે વિનિગિચ્છા કરવી નહીં. જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. ( પત્રાંક - પ-૩૯/૫. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૩) બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઇચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઇચ્છો. પત્રાંક - ૫-૪૪/પૃ. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૪) કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. પત્રાંક - ૫-૪૭/પૃ. ૧૧/૧૭ મું વર્ષ પહેલાં (૫) સન્દુરુષનો સમાગમ ચિતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. પત્રક - ૫-૭૨/૫. ૧૨/૧૩ મું વર્ષ પહેલાં • જીવનમાં પ્રગતિ ઇચ્છનારે વર્તમાનનો સઉપયોગ કરતાં શીખવું જોઈએ. Jain Educan International Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૩૧ (૧) સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. પત્રાંક - ૬-૨/પૃ. ૧૩/૧૭ મું વર્ષ પહેલાં (2) કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. (૩) અર્થની સિદ્ધિ પત્રાંક ૬-૪/પૃ. ૧૩/૧૭ મું વર્ષ પહેલાં (૪) ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. પત્રાંક - ૭-૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૫) લેપાઈશ નહીં. ૭-૬/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૬) મહાગંભીર થા. પત્રાંક - ૭-૭/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૭) કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. ૭-૫/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં પત્રાંક - ૭-૧૦/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં પત્રાંક પત્રાંક . g ૩ર (૧) સુખદુ:ખ એ બંને મનની કલ્પના છે. અમૃત કળશ બધાં જ કાર્યોમાં ઈશ્વરને સાથે જ રાખો. પત્રાંક - ૮-૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં Page #30 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (૨) સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. પત્રાંક (૩) ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. પત્રાંક - - (૪) વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. પત્રાંક પત્રાંક - - ૮-૪/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૫) દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. પત્રાંક (૬) જિતેન્દ્રિય થયું. પત્રાંક - ૮-૧૨/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૭) જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. પત્રાંક - ૮-૧૩/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૮) દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૮-૬/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં - ૧૯ ૮-૮/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં પત્રાંક ૮-૧૮/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં (૯) પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ સમજવું. ૮-૧/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં ૮-૯/પૃ. ૧૪/૧૭ મું વર્ષ પહેલાં # • સાચો પ્રેમી જેમ પોતાની પ્રિયતમાને જુએ છે તેમ જ પ્રભુને ગુરુને જુઓ. Page #31 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ પ્રશ્નોત્તર પ્રશ્નો ઉત્તર . | ૧. સદા ત્યાગવા યોગ્ય શું? અકાર્ય કામ. પત્રાંક - ૯-૪/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૨. સદા યૌવનવંત કોણ? તૃષ્ણા (લોભદશા). પત્રાંક - ૯-૬/પૃ. ૧૫/૧૩ મું વર્ષ પહેલાં ૩. મહત્તાનું મૂળ શું? કોઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. પત્રક - ૯-૮/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૪. સદા જાગૃત કોણ? વિવેકી. પત્રાંક - ૯-૯/પૃ. ૧૫/૧૭ મું વર્ષ પહેલાં ૫. જીવનું સદા અનર્થ આર્ત અને રૌદ્રધ્યાન. કરનાર કોણ? પત્રાંક - ૯-૧૫/૫. ૧૫/૧૩ મું વર્ષ પહેલાં (i) પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. - સદ્ગુરુના માધ્યમ દ્વારા જ પરમાત્મા તેની કૃપા આપણી તરફ! વહેવડાવે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (i) એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિકે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ પણ ધર્મ સદા પ્રતિકૂળ. ( શિક્ષાપાઠ ૨/પૃ. ૫૯/૧૩ મું વર્ષ ૩૫. (૧) સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કોટયાવધિ વર્ષ પણ લાભ ન દઈ શક્તાં અધોગતિમય મહા પાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. ( શિક્ષાપાઠ ૨૪/પૃ. ૭૫/૧૩ મું વર્ષ (૨) સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે; અને તે અનંત કુસંગરૂપ તેમજ દુ:ખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સત્પષોનો સમાગમ એ પણ સત્સંગ છે. શિક્ષાપાઠ ૨૪/પૃ. ૭૫/૧૩ મું વર્ષ (૩) સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષધ છે. શિક્ષાપાઠ ૨૪/પૃ. ૭૬/૧૩ મું વર્ષ ગુરુભક્તિ એ જ સર્વ દોષોનું એક માત્ર નિવારણ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશે (i) જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ (i) સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ (iii) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭ શિક્ષાપાઠ ૩૪/૫. ૮૩/૧૩ મું વર્ષ (i) દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક,નિત્ય અખંડ રહો ભવહારી. | (i) તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. (i) સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતાર. શિક્ષાપાઠ ૪૫/પૃ. ૯૦/૧૭ મું વર્ષ તમારા ઘરમાં જ મહેમાન બનીને રહો અને પ્રભુના તમામ હુકમોનું પાલન કરો. Page #34 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો (૧) શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું. શિક્ષાપાઠ ૭ર-૧/પૃ. ૧૧૦/૧૭ મું વર્ષ (૨) વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. ( શિક્ષાપાઠ ૭ર-૧૫/પૃ. ૧૧૧/૧૭ મું વર્ષ (૩) પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. શિક્ષાપાઠ ૭૨-૩૧/પૃ. ૧૧૧/૧૭ મું વર્ષ [3] ' (૧) સત્ય પણ કરુણામય બોલવું. પત્રક - ૧૯-૧/પૃ. ૧૩૬/૨૦ મું વર્ષ (૨) વૈરાગી હૃદય રાખવું. પત્રક - ૧૯-૩/૫. ૧૩૬/૨૦ મું વર્ષ (૩) આહાર, વિહાર, આળસ, નિંદ્રા છે. ને વશ કરવાં. પત્રક - ૧૯-૭/૫. ૧૩૬/૨૦ મું વર્ષ (૪) મન, વચન અને કાયાના યોગવડે પરપની ત્યાગ. પત્રક - ૧૯-૨૦/પૃ. ૧૩૭/૨૦ મું વર્ષ સૂર્ય ધડાકા સાથે તૂટી પડે કે આકાશ ફાટી જાય તો પણ તમે તે અપનાવેલા સતપથથી ડગશો નહીં. સત્યના પંથે ખંતપૂર્વક ચાલો પછી જુઓ કુપાવંતની કૃપા ! Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ (૫) કોઈ દર્શનને નિંદું નહીં. (૬) વૈરીના સત્ય વચનને માન આપ્યું. પત્રાંક - ૧૯-૭૦/પૃ. ૧૩૮/૨૦ મું વર્ષ (૭) સ્વાર્થને ધર્મ ભાખું નહીં. (૮) મધુરી વાણી ભાખું. (૯) તારી આજ્ઞા તોડું નહીં. (૧૦) અબ્રહ્મચર્ય સેવું નહીં. પત્રાંક (૧૧) સર્વને યથાતથ્ય માન આપું. (ગૃહસ્થ) પત્રાંક પત્રાંક - ૧૯-૧૦૭/પૃ. ૧૩૯/૨૦ મું વર્ષ ૧૯-૧૪૧/પૃ. ૧૪૦/૨૦ મું વર્ષ ૧૯-૧૮૯/પૃ. ૧૪૧/૨૦ મું વર્ષ ૧૯-૨૩/પૃ. ૧૪૨/૨૦ મું વર્ષ ૧૯-૨૪૫/પૃ. ૧૪૩/૨૦ મું વર્ષ પત્રાંક પત્રાંક પત્રાંક (૧૨) કુમારપત્નીને બોલાવું નહીં. પત્રાંક (૧૪) બે ( ) પર સમભાવે જોઉં. - - ૧૯-૨૯૪/પૃ. ૧૪૪/૨૦ મું વર્ષ ૧૯-૩૪૨/પૃ. ૧૪૫/૨૦ મું વર્ષ પત્રાંક - ૧૯-૪૩૫/પૃ. ૧૪૮/૨૦ મું વર્ષ (૧૩) ક્ષમાપના વગર શયન કરું નહીં. ¤ - - - અમૃત કળશ પત્રાંક - ૧૯-૫૮ર/પૃ. ૧૫૧/૨૦ મું વર્ષ રૂંવે રૂંવે પ્રગટ હરિનો અનુભવ કરાવે તે સદ્ગુરુ. Page #36 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૨૫ (૧) આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. પત્રક - ૨૧-૮/પૃ. ૧૫૫/૨૦ મું વર્ષ (૨) મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંત:કરણ જોવું એ વધારે પરીક્ષા છે. પત્રક - ૨૧-૧૫/પૃ. ૧૫૫/૨૦ મું વર્ષ (૩) આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. પત્રાંક - ૨૧-૨૮/પૃ. ૧૫૬/૨૦ મું વર્ષ (૪) હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં ધું સુખ છે ? " પત્રક - ૨૧-૩૪/પૃ. ૧૫૬/૨૦ મું વર્ષ (૫) એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. પત્રાંક - ૨૧-૪૬/પૃ. ૧૫૭/ર૦ મું વર્ષ (૬) નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી મળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. પત્રાંક - ૨૧-૬૦/પૃ. ૧૫૭/૨૦ મું વર્ષ • રાગ-દ્વેષ, મારું-તારું, સુખ-દુ:ખ, પ્રિતિ-ભિતિ, માન-અપમાન, | કીર્તિ-લાલસા, ધન-વૈભવ, ઈચ્છા-એષણા, કામ-કોધથી પર કરી સદાય હરિચરણમાં ચિત્તની વૃત્તિને જોડી દે તે સદ્ગુરુ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અમૃત કળશ (૭) શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. પત્રક - ૨૧-૬૩/૫. ૧૫૭/૨૦ મું વર્ષ (૮) કિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિશ્રાવ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકને સંભારવો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. પત્રક - ૨૧-૭૨/૫. ૧૫૭/૨૦ મું વર્ષ (૯) અહંપદ, કૃતઘ્નતા, ઉસૂત્રપ્રરૂપણા, અવિવેકધર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. . પત્રક - ૨૧-૮૮/પૃ. ૧૫૮/૨૦ મું વર્ષ (૧૦) આત્માનો ધર્મ આત્મામાં જ છે. પત્રક - ૨૧-૯૯/પૃ. ૧૫૮/૨૦ મું વર્ષ (૧૧) આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સગુરુ થવાને યોગ્ય નથી. પત્રાંક - ૨૧૯૭/પૃ. ૧૫૮/૨૦ મું વર્ષ (૧) પૃથ્વી સંબંધી કલેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ફ્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસશે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડયો, (જ યાદ રાખો સંભાળવા વાળો માથે રાખો. Page #38 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિ:સ્પૃહી થઈ થકીશ. પત્રાંક ૨૫-૧૦/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ (૨) મન જો શંકાશીલ થઈ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય તો ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ' વિચારવો યોગ્ય છે; જડ થઈ ગયું હોય તો ‘ગણિતાનુયોગ’ વિચારવો યોગ્ય છે. પત્રાંક - ૨૫-૮/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ (૩) શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. પત્રાંક - ૨૫-૫/પૃ. ૧૬૪/૨૦ મું વર્ષ ૨૭ (૪) સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. પત્રાંક - ૨૫-૧૩/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ (૫) નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે છે. પત્રાંક - ૨૫-૬/પૃ. ૧૬૫/૨૦ મું વર્ષ ¤ ૪૨ આપણો અન્યોન્ય સંબંધ છે તે કંઈ સગપણનો નથી; પરંતુ હૃદયસગપણનો છે. પરસ્પર લોહચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે. એમ દર્શિત છે, છતાં હું વળી એથી પણ ભિન્નરૂપે આપને હૃદયરૂપ કરવા સંજોગો બદલાવવાવાળા છે તું અબદલ આત્મા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ માગું છું. જે વિચારો સઘળી સગપણતા દુર કરી, સંસારયોજના દૂર કરી તત્ત્વવિજ્ઞાનરૂપે મારે દર્શાવવના છે; અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉ છું. પત્રાંક - ૩૦/પૃ. ૧૬૮/ર૧ મું વર્ષ સાતપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. પત્રાંક - ૪૭/પૃ. ૧૭૯/રર મું વર્ષ સર્વ દર્શન પારિમાણિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઈએ. પત્રક - ૬૮/પૃ. ૧૯૨/૨૨ મું વર્ષ | • જેના નયનોમાં સદાય નૂર ઝરે છે તે સદગુરુ. Page #40 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૪૫ બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. પત્રાંક - ૭૬/પૃ. ૧૯૪-૧૯૫/૨૨ મું વર્ષ જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે. (i) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માનો તેહ. ૧ (i) તેહ તસ્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ • આપણો નાતો તો એક હરિ સાથે જ હોવો જોઈએ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (iii) પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. (iv) ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ¤ ૩ ૪ પત્રાંક - ૭૯/પૃ. ૧૯૬/૨૨ મું વર્ષ અમૃત કળશ ૪૭ ‘અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ?' આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દૃઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. મૈત્રી - સર્વ જીવ પ્રત્યે હિતચિંતવના. પ્રમોદ - ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસપરિણામ. કરુણા - કોઈ પણ જીવને જન્મમરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા - નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. પત્રાંક સ આપણે તો આપણા આત્મધનને સાચવીને બેસી જઈએ. ૮૬/પૃ. ૨૦૧/ર૩ મું વર્ષ Page #42 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું ને નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અ૫ભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. પત્રક - ૧૦૩/પૂ. ર૧૦/૨૩ મું વર્ષ ૪૯ મહાવીરના બોધને પાત્ર કોણ? સપુરુષના ચરણનો ઇચ્છક, ૨. સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જયારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, | માનવતાનો કટ્ટર શત્રુ કોધ મૂર્ખતામાં જન્મે છે પણ પશ્ચાતાપમાં - મરે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અમૃત કળશ ૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસન ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી, ૧૦. પોતાની ગુરુતા દબાવનાર, એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમકદશાને પાત્ર છે. પહેલા જેવું એકકે નથી. પત્રક - ૧૦૫/પૃ. ૨૧૦/૨૩ મું વર્ષ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકારો જવાતું નથી. લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. પત્રાંક - ૧૨૮/પૂ. રરર/૨૩ મું વર્ષ • આગેવાન બનવા ઇચ્છનારે પ્રથમ નમ્ર સેવક બનવું પડે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૩૩ ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર (!) છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. પત્રાંક - ૧૩૦/પૃ. ૨૨૩/૧૩ મું વર્ષ અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે; અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત તે ઉપાધિ સંબધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કંઈ નવાઈની વાત નથી. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. • પરોપકારી મનુષ્ય આત્મકલ્યાણ તો કરે જ છે પણ વિશ્વકલ્યાણનું સામર્થ્ય પણ પ્રાપ્ત કરે છે. પ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અમૃત કળશ આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. પત્રાંક - ૧૩૩/પૃ. ૨૪/૧૩ મું વર્ષ જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઈત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે. પત્રાંક - ૧૩૬/૫. રર૬/૨૩ મું વર્ષ ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાય છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રૂચકપ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે ? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લધુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંત:કરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો; અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. • સત્કર્મા મનુષ્ય સંયમી બને છે. તે પડેલાને ઉઠાવવામાં અને | ઉઠેલાને આગળ ધપાવવામાં જ લાગ્યો રહે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરનો ગમે તે વખતે એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એનો અર્થ એવો કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તો જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે; તથાપિ શાસ્ત્રકારની શૈલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હોવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે; અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાંણાંગ ઇત્યાદિક સિદ્ધાંતો પુષ્ટિ આપે છે. પત્રક - ૧૩૯/પૂ. રર૬-૨૨૭/૨૩ મું વર્ષ સર્વાર્થસિદ્ધની જે વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઊઠયો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો. કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું રે કે એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. પત્રક - ૧૫૨/પૃ. ૨૩૧/૨૩ મું વર્ષ • નિષ્ફળતામાં નિરાશ નથી થતો, હિમ્મત નથી હારતો તે જ સાચો | બહાદુર અને સમજદાર છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અમૃત કળશ (i) પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. ii) નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. પત્રાંક - ૧૫૪/પૃ. ૨૩૧-૨૩૨/૨૩ મું વર્ષ નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. | ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ૩. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. ૫. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. ૬. લોકોથી ધર્મવ્યવહારમાં પડવું નહીં. પત્રાંક - ૧૫૭-૪/પૃ. ૨૩૩/૨૩ મું વર્ષ પ્રસન્નતા ટકાવી રાખવાનું સાચું સાધન પોતાના પ્રયત્નો અને | મહેનતને જ સફળતા માનવી તે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૫૮ પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઇચ્છીએ છીએ, તેને પણ તું ળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. હવે હે હિર, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી.તે ન કરાવવું યોગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઇચ્છા હોય તો પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુ:ખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે, તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમદુ:ખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છો, સમર્થ છો. મારું સમાધાન ફરી ફરી હે હિર ! સમાધાન કર. ૧૬૩/પૃ. ૨૪૪/૨૪ મું વર્ષ પત્રાંક સ પોતાનો અધિકાર કર્મ પર માનનાર વ્યક્તિને ઉદાસ થવું પડતું નથી. ૩૭ છે, ફળ પર જરાયે નહિ, આવું Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અમૃત કળશ ૫૯ અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું હે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું ? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે? સર્વસત્તામકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઇચ્છું છું, ઇચ્છું છું. તારી કૃપાને ઇચ્છું છું. તને ફરી ફરી હરિ, ઇચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ !! પત્રક - ૧૬૪/પૃ. ર૪૪/૨૪ મું વર્ષ તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઈ અંશ જણાવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. (નોંધ : આ દેહધારી હાલ અજ્ઞાની છે. હરનીશ શાહ) પત્રક - ૧૭૩/પૃ. ૨૫૧-૨૫૨/૨૪ મું વર્ષ નદીની જેમ માનવી બે કિનારા વચ્ચે વહે તો તે શાલીન, સુખદાયક અને શાંતિદાયક બની અંતે પરમાત્માને મળે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૩૯ સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સપુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિકથી તેમને કથન કથતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો. વિ. રાયચંદના ય. પત્રક - ૧૭૪/૫. ૨૫૨/૨૪ મું વર્ષ પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવાં જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશો. અને તેમને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ. નહીં તો નહીં. પત્રાંક - ૧૭૮/પૃ. ૨૫૪/૨૪ મું વર્ષ ઉપશમ ભાવ સોળ ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય છે ક્ષમા યાચનાર અને ક્ષમા આપનાર અને નિર્મળ થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અમૃત કળશ અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યો જાય તો, તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો, આ નિયમા છે. પત્રાંક - ૧૭૯/પૃ. ૨૫૪/૨૪ મું વર્ષ g ૬૪ છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી: પરંતુ યોગ (મન, વચન, કાયા) થી અસંગ થવા વનવાસની આવશ્યક્તા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે; અને એ ઉત્પન્ન કરવાની (તેમ) આકાંક્ષા રહી નથી, છતાં ઉત્પન્ન કેમ થશે ? એ વળી આશ્ચર્યકારક છે ! પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; અને એ સમાધિમાંથી નીકળી લોકાલોકદર્શન પ્રત્યે જવું કેમ બનશે ? એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે ! કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરૂષો થઈ ગયા છે; તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને માત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે ! પત્રાંક - ૧૮૭/પૃ. ૨૫૭/૨૪ મું વર્ષ ¤ વરસાદના જળથી ઘાસ અનાજનો દુષ્કાળ દૂર થાય; સંતાવાણીની વૃષ્ટિની માણસાઈનો દુષ્કાળ દૂર થાય. Page #52 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો પ્રશ્નવ્યાકરણમાં સત્યનું માહાત્મ વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. પત્રાંક - ૧૯૧/પૃ. ૨૫૮/૨૪ મું વર્ષ અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. જેથી તેઓએ જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયોગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિષે ઉત્તર લખી શકાય તેવું છે; તેમ જ હમણાં આશ્રમ (સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ) મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી; અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું તે ખચીત હિતસ્વી છે. તથાપિ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. વિ. રા. પત્રાંક - ૧૯૩/પૃ. ૨૫૯/ર૪ મું વર્ષ ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. • જેના જીવનની બન્ને બાજુ સ્વનિર્મિત સંયમના કિનારા હોય તેની | જીવન સરિતા જ બેય સાગર સુધી પહોંચી શકે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. आणाए घम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ ત૫. (આચારાંગ સૂત્ર). સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. પત્રક - ૧૯૪/૫. ર૬૦/૨૪ મું વર્ષ વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાનીપુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઉર્ધ્વ લોકમાં હોત નહીં; પણ આ જગત જ મોક્ષ હોત. • ઇંદ્રિયોનો ઉપયોગ સત્કાર્યમાં કરવો. ન જોવાનું ન જોવું, ન સાંભળવાનું ન સાંભળવું, ન ખાવાનું ન ખાવું. Page #54 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તોપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મુકવા જેવું તેને પણ કંઈ લાગે છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. પત્રક - ર૦૫/પૃ. ર૬૫/૨૪ મું વર્ષ અનંતા નય છે; એકેક પદાર્થ અનંત ગુણથી, અને અનંત ધર્મથી યુક્ત છે; એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે; માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં; એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે; અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે; જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી, અથવા કોઈ નાનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો નયનો આગ્રહ કરે છે; અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. કોઈ નય જ્યાં દુભાતો નથી એવાં જ્ઞાનીનાં વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટયો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી. પત્રક - ૨૦૮/પૃ. ૨૬૬-૨૬૭/૨૪ મું વર્ષ | દાતા પોતાના દાનનાં મીઠાં ફળ ખાય છે, કંજૂસ એકઠાં કરેલાં | સોનાચાંદીનું દુ:ખ ખાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ४४ અમૃત કળશ ત્રિલોકના નાશ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા સત્પષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંત:કરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં કવચિત પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં પુરુષને જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. પત્રક - ૨૧૩/પૂ. ર૬૯/૨૪ મું વર્ષ ‘સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિનો ઉપાય છે. • લોકો વાંચે તેવું લખવા કરતાં વાંચવા જેવું જીવવું અનેકઘણું ચઢિયાતું છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક સત્ જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણીએ સમજાવ્યું છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ `સત્ નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેક્તાની કહેણીથી મૂંઝાઈ જઈ ‘સત્ તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. પત્રાંક - ૨૧૮/પૃ. ૨૭૩/૨૪ મું વર્ષ × ૭૨ બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી; અને કઠણાઈ રહ્યા કરે છે. યાત્મિક શક્તિ • સંકટો અને મોતના પ્રસંગોમાં પણ સ્વસ્થતાથી, આત્મિક શક્તિ દ્વારા સ્વકર્તવ્યમાં ધૈર્યપૂર્વક રહેનાર જ જીતે છે. ૪૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હો. X X X રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું; અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે X X X રાજાએ માગ્યું કે હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્નું પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ ‘તથાસ્તુ' કહી સ્વધામ ગત થયા. જ કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. ૨૨૩/પૃ. ૨૭૬-૨૭૭/૨૪ મું વર્ષ અમૃત કળશ પત્રાંક ¤ નીતિથી કમાયેલું ધન ગરીબોની સેવામાં વાપરે તેનું જીવન ખીલેલાં પુષ્પોની જેમ બગીચાની જેમ સુકર્મોથી સુંદર બને છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત વાસનાવાળા ચિત્તને વિષે પણ સત સંબંધી સંસકાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિઆ અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સના અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજજાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. પત્રક - રર૯/૫. ૨૭૮/૨૪ મું વર્ષ જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું, અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઇચ્છા છતાં લોકપ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે, તો તે પરમાર્થને કલંકરૂપ છે, એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો. એ વાત એમ ટૂંકી કરી હવે આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું • ભાઈ ! પવિત્રતા માટે તો અગાઉનાં પુણ્યો સાથે જાગૃત પરમ પુરુષાર્થની જરૂર છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ એ વાસ્તવિક માર્ગ છે કે કેમ ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે ? જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિ:સ્પૃહ પુરુષો લક્ષ કરતા હશે કે કેમ ? ૨૩૩/પૃ. ૨૭૯-૨૮૦/૨૪ મું વર્ષ પત્રાંક ¤ ૭૫ અમૃત કળશ - સર્વાત્મસ્વરૂપને નમસ્કાર પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડયો છે તે પણ સ્વેચ્છાથી નથી; આમ હોવાથી આપને વિનંતી છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ યોગ્ય છે. જોકે હું આપનાથી જુદો નથી, તો આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ નિરુપાયતા મારી છે. પત્રાંક - ૨૩૪/પૃ. ૨૮૦/૨૪ મું વર્ષ સ • ધૈર્ય એ મનુષ્યજીવનનો કેળવવા જેવો અણમોલ ગુણ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૪૯ આપની ઇચ્છા સવૃત્તિઓ થવા રહે છે; એ વાંચી વારંવાર આનંદ થાય છે. ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો સત્સંગ તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે સત્સંગનો જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજવલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ-અગ્નિથી બળ્યા કરે છે; તેને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુષ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. સતને વિષે પ્રીતિ, સતરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. પત્રક - ૨૩૮/પૃ. ૨૮૨/૨૪ મું વર્ષ • શુભસંકલ્પ પછી પ્રારંભાયેલા પુરુષાર્થમાં હૃદયપૂર્વકની પ્રાર્થના || ભળે તો તેમાં ઈશ્વરકૃપા અવશ્ય ઊતરે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૦ અમૃત કળશ હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. માટે સો૦ જેવા સપુરૂષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો. તો હું વિશેષ પ્રસન્ન છું. પત્રક - ૨૪૦/પૃ. ૨૮૨-૨૮૩/૨૪ મું વર્ષ સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિયોગ વર્તે છે. તમારી ઈચ્છા સ્મૃતિમાં છે. અને તે માટે તમારી અનુકૂળતા પ્રમાણે કરવાને તૈયાર છીએ; તથાપિ એમ તો રહે છે કે હવેનો અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે. પત્રક - ૨૪૩/પૃ. ૨૮૪/૨૪ મું વર્ષ પરબ્રહ્મ આનંદમૂર્તિ છે; તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ છીએ. કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને એમ રહ્યા જ કરે છે, ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ ફુરી નીકળે • સંસારની બળતરા અને મનની કડવાશને વાગોળવાથી અશાંતિ સિવાય કશું જ મળતું નથી; તેમ પ્રભુનામ, પ્રભુગુણ કે પ્રભુની ! લીલાઓને વાગોળવાથી પૂર્ણ શાંતિ સિવાય બીજું કશું જ મળતું નથી. / આ Page #62 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. પત્રાંક - ૨૪૪/પૂ. ર૮૪/૨૪ મું વર્ષ હરિ ઇચ્છાથી જીવવું છે, અને પરેચ્છાથી ચાલવું છે. અધિક શું કહેવું? લિ. આજ્ઞાંકિત. પત્રક - ૨૫૧/પૃ. ૨૮૮/૨૪ મું વર્ષ ગુરૂગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તોપણ ટૂંકામાં લખ્યું છે. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણી એ શુચિ છે. પત્રક - ર૫૩/૫. ૨૮૮/૨૪ મું વર્ષ એક વાર તમારું સર્વસ્વ પ્રભુચરણમાં ધરીને જુઓ કે તમે ક્યાં ? છો ? અરે તમે તો તરત જ શાશ્વત સુખના સામ્રાજ્યમાં પ્રવેશી ચૂક્યા હશો. Page #63 -------------------------------------------------------------------------- ________________ પર ૮૨ સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. અમૃત કળશ સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. પત્રાંક - ૨૫૪/પૃ. ૨૮૮-૨૮૯/૨૪ મું વર્ષ ¤ ૮૩ એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ તમો સદાયે કલ્પવૃક્ષ નીચે બેઠા છો પણ તમે તે જાણતા નથી માટે દુ:ખી છો. તમારો આત્મા જ કલ્પવૃક્ષ છે. કામધેનુ છે, ચિંતામણી છે, વાંછો તે બધું જ આપનાર દાનો છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૫૩ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, - અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છેલો કમ દોરે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇંદ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ, અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહેતી નથી, એમ જાણીએ છીએ; આમ, કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડયો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, • સમગ્ર સૃષ્ટિની સંપત્તિને તોલે પણ ન મળે તેવું મનાયંત્ર પરમાત્માએ કૃપા કરી પ્રત્યે મનુષ્યને આપ્યું છે. તેનો પૂરેપૂરો સઉપયોગ કરવાથી માનવ પોતે પોતાનું સૌભાગ્ય ખોલે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અમૃત કળશ એવો ચોકકસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જયાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. પત્રાંક ૨૫૫/પૃ. ૨૯૦/૨૪ મું વર્ષ g ૮૪ આપણો વિયોગ રહેવામાં પણ હિરની તેવી જ ઇચ્છા છે, અને તે ઇચ્છા શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, જે સમાગમે કહીશું. - શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો પાંચ પંદર દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઇચ્છા કરું. પત્રાંક ૨૫૯/પૃ. ૨૯૨-૨૯૩/૨૪ મું વર્ષ m ૮૫ ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે ? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ? ૦ રખડતા ઢોરને જો ખીલે બાંધવામાં ન આવે તો તે ઘણું નુકશાન કરે છે તેમ મન પણ રખડતું થઈ જાય તો ન ભરી શકાય તેટલું નુકસાન કરી શકે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો મન, વચન, કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય, તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે. પત્રાંક - ૨૬૩/પૃ. ૨૯૫/૨૪ મું વર્ષ x ૪૬ ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. પત્રાંક - ૨૬૯/પૃ. ૨૯૯/૨૪ મું વર્ષ ¤ 62 જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. ૫૫ પત્રાંક - ૨૭૦/પૃ. ૨૯૯/૨૪ મું વર્ષ ¤ સવિચારને તરત જ અમલમાં મૂકો પણ દુષ્ટ વિચારનો અમલ તો મુલત્વી જ રાખજો. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ८८ કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર. પત્રાંક - ૨૭૩/પૃ. ૨૯૯/૨૪ મું વર્ષ ૪ ૮૯ ‘સત્' હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી. જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય; તેમ સત્ કાંઈ કાળે ‘સત્ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પોતાની કલ્પનાએ ‘સત્ કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. અમૃત કળશ જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. પત્રાંક - ૨૭૪/પૂ. ૨૯૯/૨૪ મું વર્ષ ¤ શ્રદ્ધાવિહીન શબ્દચર્ચાથી આત્મજ્ઞાન થતું નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૫૭ તમને વિશેષ વિગતથી કંઈ લખવાનું બની શક્યું નથી. ધર્મજ જણાવશો કે આપને મળવા માટે હું (એટલે કે અંબાલાલ) ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. તો બનતાં સુધી દર્શન કરવા આવીશ. તેમ બનવામાં કદાપિ કોઈ કારણે વિલંબ થયો તોપણ આપનો સત્સંગ કરવાની ઇચ્છા મને મંદ નહીં થાય. એ પ્રમાણેના અર્થથી લખશો. હાલ કોઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી. પત્રક - ૨૭૬/પૃ. ૩૦૦/૨૪ મું વર્ષ ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો ભગવતને લોભ શા માટે હશે ? વિ. રાયચંદના પ્રણામ. પત્રક - ૨૮૩/પૃ. ૩૦૧/૨૪ મું વર્ષ E આદિપુરુષ રમત માંડીને બેઠો છે. કોઈ પણ શ્રેષ્ઠ કાર્યમાં વિઘ્ન નાખવાની વૃત્તિ ઊઠે તો જાણવું કે આપણામાં પાશવી વૃત્તિઓ વિક્સી રહી છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અમૃત કળશ (૧) નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે ? નહીં તો બધુંય નવું છે, અને બધુંય જીર્ણ છે. ૨૮૮/પૃ. ૩૦૩/૨૪ મું વર્ષ પત્રાંક સ (૨) પરમાર્થવિષયે મનુષ્યોનો પત્રવ્યવહાર વધારે ચાલે છે; અને અમને તે અનુકૂળ આવતો નથી. જેથી ઘણા ઉત્તર તો લખવામાં જ આવતા નથી; એવી રિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે. પત્રાંક - ૨૮૯/પૃ. ૩૦૪/૨૪ મું વર્ષ મ (૩) એક દશાએ વર્તન છે, અને એ દશા હજુ ઘણો વખત રહેશે. ત્યાં સુધી ઉદયાનુસાર પ્રવર્તન યોગ્ય જાણ્યું છે, માટે કોઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ મળતાં વિલંબ થાય અથવા ન મોકલાય, અથવા કંઈ ન જણાવી શકાય તો તે શોચ કરવા યોગ્ય નથી, એમ દૃઢ કરીને અત્રેનો પત્રપ્રસંગ રાખજો. ૨૯૦/પૃ. ૩૦૪/૨૪ મું વર્ષ પત્રાંક ¤ ૯૩ કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. • જેનાં આહાર, વિહાર અને નિદ્રા સંયમમાં રહે છે તેનો આત્મપ્રકાશ જળહળી ઊઠે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો પ૯ આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પોતાની ઇચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું. પત્રક - ૨૯૨/પૃ. ૩૦૫/૨૪ મું વર્ષ જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો કમ પામવો બહુ સુલભ છે. પત્રાંક - ર૯૪/પૃ. ૩૦૫/૨૪ મું વર્ષ ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શક્યું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ખૂબી માલૂમ પડે. પત્રક - ર૯૫/૫. ૩૦૫/૨૪ મું વર્ષ પાપ અને પારો ક્યારેય દબાયાં રહેતાં નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી બાનાદિક નહીં જેવાં કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શક્તાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી. પત્રક - ૨૯૯/પૃ. ૩૦૬/૨૫ મું વર્ષ જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. પત્રાંક - ૩૦૧/પૃ. ૩૦૭/૨૫ મું વર્ષ રોજનો થોડા સમયનો જાગૃત પુરુષાર્થ મનુષ્યના સમગ્ર જીવન ઉપર તેની આંતરિક ચેતનાની સુષુપ્ત દિવ્યતાને પ્રગટાવી દે છે. | WWW.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૯૮ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે; અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇચ્છયા જ કરવું એ ઉપદેશ છે. ૬૧ પત્રાંક - ૩૧૩/પૃ. ૩૧૦/૨૫ મું વર્ષ ¤ ૯૯ અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ધકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. ૭ માત્ર ત્ર કમાઈ જાણે છે તે સંપત્તિવાન નથી પણ જે સમાર્ગે વાપરીને વ્યાજ સહિત પાછું આપવાને ભગવાનને વિવશ બનાવે છે તે સાચો સંપત્તિવાન છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! પત્રાંક - ૩૧૯/પૃ. ૩૧૩/૨૫ મું વર્ષ ૧૦૦ લૌકિકઈષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકષ્ટિએ કોણ પ્રવર્તશે ? પત્રક - ૩૨૨/૫. ૩૧૪/૨૫ મું વર્ષ ૧૦ દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. - જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષદ પણ કહ્યો છે. એ બન્ને પરિવહનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર દરેક વસ્તુને મર્યાદા, સિમાડા હોય છે તેથી આપણે આપણી તૃષ્ણા અને આકાંક્ષાની વૃત્તિઓને પણ પરમાત્મ કિનારે શેકી દઈએ. Page #74 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો કરવાની તમારી ભૂમિકા છે; અર્થાત તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તેમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. નમે દર્શનપરિષહમાં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી દવા યોગ્ય છે; એમ ઉપદેશ . દર્શનપરિષહમાં તમે પ્રાએ છો, એમ અમે જાણીએ છીએ. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સશાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધ મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં; અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મન:કલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. પત્રાંક - ૩૩૦/પૃ. ૩૧૭-૩૧૮/૨૫ મું વર્ષ ભ્રાંતિગતપણે, સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ પણ તથારૂપપણે ભાયમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે • વિચારોમાં સુગંધ ત્યારે જ પ્રગટે જયારે તેમાં સક્રિયતાનું સિંચન ન થાય, Page #75 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. પત્રાંક - ૩૩૧/પૃ. ૩૧૮/૨૫ મું વર્ષ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. પત્રાંક - ૩૩ર/પૃ. ૩૧૮/૨૫ મું વર્ષ ૧૦૪ અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. જેમ જેમ તેમ થાય છે, તેમ તેમ પ્રવૃત્તિ-પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, એમ નહીં ધારેલું પણ પ્રાપ્ત થયા • માનવજીવન-રથને અનિવાર્ય અનિષ્ટોના પથ્થરો નડે જ છે. ucation International Page #76 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો કરે છે; અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલાં એવાં કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. પત્રાંક - ૩૩૮/પૃ. ૩ર૧/૨૫ મું વર્ષ ¤ ૧૦૫ કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. પત્રાંક - ૩૪૫/પૃ. ૩૨૩/૨૫ મું વર્ષ ¤ ૧૦૬ ૬૫ સમક્તિની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય ? એ વિષેનો અનુભવ કરીને લખશો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. પત્રાંક - ૩૫૪/પૃ. ૩૨૫/૨૫ મું વર્ષ ¤ • અગરબત્તી અગ્નિના સંગથી વાતાવરણને મહેકાવી દે છે તેમ વાણી અને વર્તનના સંયોગથી શાંતિનો પરિમલ પ્રસરી ઊઠે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ ૧૦૭ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, - તમારાં વિગતવાળાં એક પછી એક એમ ઘણાં પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત શીતળ એવી જ્ઞાનવાર્તા પણ આવ્યા કરે છે. પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શક્યું નથી. સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયોગનો જે ઉદય તે પણ દવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે. પત્રાંક - ૩૫૭/પૃ. ૩૨૫/૨૫ મું વર્ષ ૧૦૮ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. પત્રાંક - ૩૫૮/પૃ. ૩૫/૨૫ મું વર્ષ • આપણું જીવન નિત્ય નિર્મળ અને સદા સભર સરોવર જેવું હોવું જોઈએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજી કોબા || Page #79 -------------------------------------------------------------------------- ________________ Page #80 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા અધિકાર (શાપૂવિન્દ્રીડિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किग्चिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वाभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ॥१५३॥ [] શ્રી સમયસારકળશ ૧૫૩ મંગલ શરણ અરિહા શરણે, સિદ્ધા શરણં, સાહુ શરણં વરીએ રે, ધમ્મો શરણં પામી વિનયે જિનઆણા શિર ધરીએ રે. અરિહા શરણું મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા ને, સિદ્ધા શરણું મુજને હોજો, રાગદ્વેષને હણવા ને. સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા ને, ધમ્મો શરણું મુજને હોજો, ભોદધિથી તરવા ને. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે રે, ચિદ્ધન કેરી ડૂબતી નૈયા, શાશ્વત નગરે વાળે રે. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી પમપ્રભ જિન સ્તવન રાગ પૂરવી ઘડિ ઘડિ સાંભરે સાંઈ સલૂના - ધ0 પદ્મપ્રભ જિન દિલસે ન વીસરે, માનું કિયો કછુ ગુન કો દૂના; દરિસન દેખતહિ સુખ પાઉં, તો બિનું હોત હું ઉના દૂના. ઘ૦ ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; . રાગ ભયો દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છના. ધ૦ ૨ પ્રભુગુણ ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પઈસે લઈ ઘરકા ખૂના; રાગ જગ્યો પ્રભુશું મોહી પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના. ધ૦ ૩ લોક લાજસે જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહિ સૂના; પ્રભુગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો રાને રૂના. ધ૦ ૪ મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહ તો તોથઈ હૂના; જશ કહે તો વિનુ ઔર ન લેવું, અમિય ખાઈ કૂન ચાખે સૂના. ઘ૦ ૫ 3 | શ્રી સદ્ગોનું સંડાસ, મારું ભોજન હોજો !! "ડગલું ભર્યું કે પાછું ન હઠવું ન હઠવું" એ ઉત્તમ પુરુષોની નીતિ છે અને તેઓ પ્રાતે પણ તેને વળગી રહે છે. વિક્તો તેમને ડરાવી શક્તાં નથી, મુશ્કેલીઓ તેમના માર્ગની રૂકાવટ કરી શ ક્તી નથી, અણધારી આકસ્મિક ગમે તેવી ગમખ્વાર ઘટનાઓ બની જાય તો પણ તેઓ પોતાનાં ચિત્તને શાંત સ્વચ્છ રાખી નિર્ધારિત કાર્ય પૂરું કરે છે અને તેથી જ આ જગતમાં તેમનો યશડંકો વાગે છે. શ્રી સદ્દગુરુનો પેશાબ, મારૂં જળ હોજો !!! શ્રી સદ્ગુરુનું થુંક, મારો મુખવાસ હોજો !!!! | –35 હરિ ઓમ. For Private & Personal use only Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો અધ્યાત્મયોગી પૂજય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ગુરૂગમ વિના પોતાની અલ્પમતિથી જેઓએ જ્ઞાન માર્ગની આરાધનાનો પ્રયત્ન કર્યો તેમાંના નવ્વાણું ટકા ઉપરાંતમાં શુષ્ક જ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, આંબર, અનિવાચાળપણું, મિથ્યાઅહંકાર, સ્વરછંદાધીનપણું, એકાંતનું પ્રતિપાદન, એકાંતનું આચરણ અને અંતરનું દ્વિદાપણું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેમની આવી દશા હોય તેમનામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની ભૂમિકા પણ સંભવતી નથી તો પછી આત્મજ્ઞાન તો કેવી રીતે સંભવે ? આમ, જ્ઞાનમાર્ગની આરાધનાનું આ કાળે દુરાધ્યપણું જાણવું. એક લૌકિક સજજન પણ જો શરણાગતનું રક્ષણ કરે છે, તો ત્રણ લોકના નાથ એવા પરમાત્મા કે કરુણાના સાગર એવા સદ્ગુરૂ કેમ સહાયક થયા વિના રહે ? હા, આ એક એવા અલૌકિક, દિવ્ય પ્રેમસંબંધની વાત છે, જે માત્ર ભક્ત-હદય જ સમજી શકે છે. ૩) સંતોષ જેના જીવનમાં ઉત્પન્ન થાય છે તેને વર્તમાનમાં જ શાંતિ, નિરાંત અને નિશ્ચિતતાનો અનુભવ થાય છે. મોટા મોટા આરંભસમારંભોમાં તેની વૃત્તિ જતી નથી. આમ ક્રમે કરીને અંતર્મુખ અને • ત્યાગ, પ્રેમ અને પવિત્રતા એ ભગવત - પ્રાપ્તિનાં અંગો છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ સ્થિરતા થતાં, ચિત્તની સાધના વડે ઉત્તમ અતીન્દ્રિય આનંદને ઉપજાવનારી નિર્વિકલ્પ સમાધિ તે મનુષ્યને પ્રાપ્ત થાય છે, આ સ્થિતિની પ્રાપ્તિ તે જ આધ્યાત્મિક જીવનની સફળતાની ચરમ સીમા છે, તે જ યોગીઓનું ધ્યાન, ભક્તોની પરાભક્તિ અને જ્ઞાનીઓનું આત્મજ્ઞાન છે. ', IT, જેટલું જેટલું વસ્તુસ્વરૂપનું યથાર્થજ્ઞાન દઢ કર્યું હશે તેટલા તેટલા પ્રમાણમાં સાધકને કોઈ પણ પ્રકારનું દુ:ખ કે વિઘ્ન આવી પડતાં પોતાનો જ દોષ દેખાશે. સાચો સાધક સંયોગનો, બહારની વ્યક્તિઓનો કે વસ્તુઓનો દોષ ન કાઢતાં પોતાનો જ દોષ જુએ છે, અને તેથી તેને વિષમભાવની ઉત્પત્તિ થતી નથી. • જે સમ્યગ જ્ઞાનના પ્રભાવથી આશાને છોડી દે છે તેનું મન કમે કરીને ચપળતાને છોડી દે છે. ચપળતા જવાથી મન અને ઈન્દ્રિયોનો જય થાય છે, મનોજયથી સંકલ્પવિકલ્પોની જાળ તૂટી જાય છે, અને સાધકને પરમ નિર્વિકલ્પ સમાધિના આનંદની પ્રાપ્તિ થાય છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ એક વાર મધ્યપ્રદેશના લલિતપુર પાસે રાજાખેડા ગામમાં કોઈ દુર્જન પુરૂષોએ ભેગા થઈને મહારાજશ્રીને મારવાનો નિર્ણય કર્યો, પરંતુ તેઓ તો પોતાના ધ્યાનમાં લીન • આચાર વિનાના વિચારથી સુંદરતા ઘડીયે ટક્તી નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો જ રહેલા. જ્યારે પોલીસે આવીને આ દુર્જનને પકડયા ત્યારે મહારાજશ્રીએ પોતે જ તેમને છોડવા માટે પોલીસ પર દબાણ કરાવ્યું. આવી ક્ષમા જોઈને પોલીસના માણસો તો આભા જ બની ગયા. આવી ક્ષમામૂર્તિ હતા તે જૈનાચાર્ય ! ¤ ૭ બ્રહ્મચર્યથી વીર્યનો લાભ થાય છે, દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે, ચિત્ત પ્રસન્ન રહે છે, શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે, બુદ્દિશક્તિ વધે છે, સ્મરણશક્તિ તેજસ્વી થાય છે, વાણી સુમધુર અને પ્રભાવશાળી બને છે, આસનસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, સુવિચારદશા લંબાય છે, ધ્યાનમાં થાકનો અભાવ થાય છે અને સર્વતોમુખી આત્મસંયમ પ્રગટવાથી મહાન આનંદપ્રદ સમાધિના સ્વામી બની શકાય છે. આથી એમ જાણીએ છીએ કે બ્રહ્મચર્ય તે સાધકનો એક સર્વોત્તમ સાથી છે. ¤ [4] ઉત્તમ પુરૂષોની સંપત્તિનું મુખ્ય પ્રયોજન અન્ય જીવોની વિપત્તિનો નાશ કરવો તે છે, અને તે કાર્ય કરવાને લીધે જ તેનું ‘લક્ષ્મી’ એવું નામ પડ્યું છે. ¤ સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડવૃતિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારની સાધનાના જય માટે બ્રહ્મચર્ય અદ્ભૂત અનુપમ સહાયકારી છે. ૬૯ ¤ જેઓની અંતરચેતના જાગી છે તે જ શ્રદ્ધાની શક્તિને જાણે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ ૧૦ આત્મશુદ્ધિની પ્રાપ્તિ માટે સમભાવપૂર્વક મન, વચન અને શરીરને લગતી પ્રતિકૂળતાઓને સ્વેચ્છાએ સહન કરવી તેને સહનશીલતા કહેવામાં આવે છે. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ સમભાવથી સહન કરવાથી મહાન સિદ્દિની પ્રાપ્તિ થાય છે. (૧૨ યુદ્ધ ચાલતું હોય તે દરમિયાન બધા મોરચે નેપોલિયન પોતે જ સેનાપતિઓને સૂચના અને પ્રેરણા આપવા જતો. આવા સમયે તે ઘોડા ઉપર જ પોતાની ઊંધ લઈ લેતો. વચ્ચે પ્રાર્થના, સ્તુતિ કે ભજન માટે જ માત્ર બોલવાની છૂટ રાખી શકાય. ઘનિષ્ઠ આત્મસાધનામાં ત્રણથી સાત દિવસ સુધીના મૌનથી ચિંતન-મનન અને લેખિત સ્વાધ્યાયમાં ખૂબ સહાય મળે છે. આમ, વિધવિધ પ્રકારે પોતાની શક્તિ અને સંયોગને અનુસરીને સાધકે મૌનની સાધનામાં પ્રવર્તવાનું છે. • શ્રદ્ધા ભરી વિચારધારા નકકર પરિણામો અવશ્ય લઈ આવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૪ પેલા મુસાફરોએ પૂછ્યું : “મહારાજ, તમે અમારી નિંદાનો પ્રત્યુત્તર કેમ ન આપ્યો ?” તેઓ કહે : 'ભાઈઓ ! હું તો મારા જીવનકાર્યની વિચારણામાં જ ગૂંથાયેલો રહું છું, કોઈની સાથે વાદવિવાદમાં પડતો નથી. શાંત સ્વભાવ અને મૌનવ્રતની સાધનાથી પેલા મુસાફરોને પોતે કરેલી નિંદા બદલ ખૂબ પસ્તાવો થયો. ¤ ૧૫ જીવ લંપટ ન બને અને શારીરિક સ્વાસ્થ્ય ન બગડે એવા વિવેકપૂર્વક કરેલો વિવિધ રસોનો ત્યાગ સાધકને અનેક રીતે ઉપયોગી નીવડે છે. ¤ ૭૧ ૧૬ આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે આત્મા અને અનાત્માનું લક્ષણભેદથી ભિન્નપણું નકકી કરીને તેનો અભ્યાસ કરવો પડે છે, આ સાધના કરવા માટે સત્સંગ, સદ્ગુણ-સંપન્નતા અને આત્મવિચાર - આ ત્રણ ઉત્તમ સાધનો છે. આમાંના પ્રત્યેક સાધનને આત્મસાત્ કરીને જેમ જેમ આ સાધન-ત્રિવેણીના સંગમ દ્વારા સાધકના જીવનમાં સદ્બોધનો અભ્યાસ દૃઢ થતો જાય છે તેમ તેમ સાધનામાં સુંદર વિકાસ થતો જાય છે, જેના ફળરૂપે સુવિચારદશા અને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. તેથી અભ્યાસી સાધકે સર્વ જીવોમાં સમતાભાવ, ઈન્દ્રિય અને મનના વિષયોની ઉપેક્ષા, કુવિચારોનો ત્યાગ અને તત્વની ભાવના વડે આ સમતાભાવનો અભ્યાસ નિરંતર કર્તવ્ય છે. ¤ શુભચિંતન એ આત્મજાગ્રતિનો સંકેત છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૧૭ સમતાભાવને ધારણ કરવાથી આશાઓનો નાશ થાય છે, અવિદ્યાનો વિલય થાય છે, અને મનરૂપી મર્કટ (વાંદડું) પણ વશ થઈ જાય છે માટે સમતાને ભજ. g ૧૮ ખાવાપીવામાં, નાહવામાં, વેપારમાં, લેણદેણમાં, કુંટુંબ-સંબંધો વગેરે વ્યવહારકાર્યોમાં કે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, પૂજા, નિત્યપાઠ, ધ્યાન વગેરે ધર્મકાર્યોમાં સતત તત્વાનુસંધાનની ટેવ પાડવાની છે. હું સાધકઆત્મા છું' એ ભાવ નિરંતર જાગૃતિમાં રાખવાનો ઉદ્યમ કરવાનો છે અને આના ફળ રૂપે એવું જીવન બનાવવાનું છે કે જેથી આપણા જીવનના દરેક કાર્યમાં સદ્ગુણોની સુગંધ પ્રસરે અને આપણું જીવન સ્વ-પર કલ્યાણમય બની જાય. બસ, આટલું ખરેખર થાય તો આત્મજ્ઞાન, આત્મસમાધિ અને આત્માનંદ પ્રગટયા વિના રહેશે જ નહિ, કારણ કે યોગ્ય કારણોના સમન્વયથી કાર્યની નિષ્પત્તિ અવિનાભાવિ છે. મ અમૃત કળશ ૧૯ હવે જો સ્વચ્છંદ દુ:ખદાયી છે એમ નકકી કર્યું છે તો તેનો નિરોધ કઈ રીતે થઈ શકે તે વિચારવું સ્વાભાવિક રીતે જ આવશ્યક થઈ પડે સંસારરૂપી વિશાળ વનમાં માનવજીવનનો એક રથ એવો નથી કે જેને અનિવાર્ય અનિષ્ટોના પથ્થર ન નડયા હોય. Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો છે. આના માટે આવશ્યકતા છે સવિવેકપૂર્વકના વર્તનની. વર્તમાનકાળના કે પ્રાચીનકાળના જે મહાત્માઓએ સુખશાંતિ પ્રાપ્ત કર્યો છે, તેમના ન્યાયયુક્ત વચન પ્રમાણે વર્તવાથી અને જ્યાં સંભવ હોય ત્યાં તેમનો સમાગમ કરવાથી ધીમે ધીમે મનુષ્યમાં એક વિકાસલક્ષી પરિવર્તન આવે છે, જેથી તેના જીવનમાં અનેક સાત્વિક ગુણો પ્રગટે છે. આ પ્રમાણેની દશા પ્રગટ થતાં તે મનુષ્યમાં ઉત્તમ એવા આત્મતત્વની શ્રદ્ધા અને બોધ સુદઢ થાય છે અને જેમ જેમ આત્મશ્રદ્ધા અને આત્મબોધ સુદઢ થતાં જાય છે તેમ તેમ સ્વચ્છેદ ઘટવા માંડે છે. ભવભયરહિતપણે, જ્ઞાની પુરૂષોની આજ્ઞા પર પગ મૂકીને નિર્ધ્વસ (તીવ્ર વિકારયુક્ત) પરિણામ સહિત જે વર્તે તે સ્વચ્છંદી બને છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા-નાનાની કલ્પના કરવી નહીં તેમ જ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહિ. જ્ઞાની કહે, તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે. જો સ્વચ્છંદ મટે તો જીવનું કલ્યાણ થાય. જેમ આત્મજ્ઞાની મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમ જેણે આત્મજ્ઞાની પુરૂષનો સાચો આશ્રય લીધો છે તેવો મુમુક્ષ પણ કોઈ અપેક્ષાએ મોક્ષમાર્ગમાં પર્વર્તે છે. સાચા બોધની તે નિયમિત આરાધના કરે છે. શ્રમને પ્રભુએ આપેલું વરદાન માની જીવનમાં સ્થાન આપીએ તો જીવન સમૃદ્ધિથી છલકાઈ ઊઠશે. ૧૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ અમૃત કળશ જ્યાં પ્રત્યક્ષ અનુભવી ગુરૂનું સાન્નિધ્ય પ્રાપ્ત છે ત્યાં મુમુક્ષને મોક્ષમાર્ગમાં ત્વરિત ગતિથી સફળતા સાંપડે છે. તેમના સમાગમમાં રહી તે અનાસક્ત રહેવાનો પ્રયત્ન કરે છે. સમયસર સ્વાધ્યાયભક્તિમાં પ્રવર્તે છે. દાનતીર્થયાત્રા દ્વારા લોભ ઘટાડે છે. વિનયગુણનો નાશ કરનારા અભિમાનના મુખ્ય આઠ પ્રકાર પ્રજ્ઞાવંત આચાર્યોએ પ્રરૂખા છે જે જાણવાથી વિનયગુણની આરાધના સરળ બની જાય છે અને ત્વરાથી તેમાં સફળતા મળે છે. પરંપરાથી ચાલી આવેલી પાપ મૂળ અભિમાન, નમે તે સૌને ગમે, ‘અભિમાન તો રાજા રાવણનું પણ રોળાઈ ગયું. આવી આવી લોકોક્તિઓ પણ એ જ પુરવાર કરે છે કે આર્ય-સંસ્કૃતિમાં અભિમાનને મહાન દુર્ગુણ તરીકે અને વિનયને મહાન સગુણ તરીકે સર્વત્ર સ્વીકારવામાં આવ્યો છે. જેમ જેમ સાધક પોતાની સાધનામાં આગળ વધે તેમ તેમ તેની ષ્ટિ વિશાળ થતી જાય છે અને બધામાં તેને પોતાના જેવો જ આત્મા દેખાય છે તેથી તેને બીજા કરતાં પોતાનું ઉચ્ચપણું મોટાઈ-બડાશ સ્થાપવામાં રસ રહેતો નથી. જ્યાં આવી વૈજ્ઞાનિક અને વિવેકી દૃષ્ટિ ઉદય પામે છે ત્યાં સંતોના સૂરમાં તે પણ પોતાનો સૂર પુરાવે છે. • સ્વ સંરક્ષણ માટે પૂજા વખતે રોજ માનસિક પરમાત્મા કવચ પહેરી લો. પછી આંતર - બાહ્ય શત્રુઓનું તમારી ઉપર કાંઈ નહીં ચાલે. Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો २४ પોતાથી વિશેષ ગુણવાનનો વિનય કરવો તે આપણી ફરજ છે,સમકક્ષનો વિનય કરવો તે સજજનતા છે. અલ્પ ગુણવાનનો વિનય કરવો તે કુલીનતા છે અને સર્વનો વિનય કરવો તે સમષ્ટિને પ્રાપ્ત થયાનું ધોતક છે. ¤ ૨૫ જેવી રીતે ફળની પ્રાપ્તિ થતાં વૃક્ષો નમી પડે છે અને નવા પાણીથી ભરાયેલાં વર્ષાઋતુનાં વાદળાંઓ નીચે આવી જાય છે તેવી રીતે વિવિધ સમૃદ્ધિને પામીને સજજન પુરૂષો પરોપકાર કરવાના સ્વભાવવાળા થઈ જાય છે. x ૨૬ વિનય ઉન્નતિનું મૂળ છે, સર્વ સંપત્તિઓનું ધામ છે, સુયશને વધારનાર છે અને ધર્મરૂપી સમુદ્રમાં ભરતી લાવવા માટે ચંદ્ર સમાન છે. ૭૫ ¤ ૨૭ આ તો મહારાજા કે મોટા સંત ? ઉત્તમ વિનય, ઉત્તમ ન્યાયપરાયણતા અને ધર્મકાર્ય કરવા માટે પોતાનું તન-મન-ધન-મહત્તા-બધું સમર્પણ કરવાની કેવી ભાવના !! સ • શ્રદ્ધાનો તાંતણો એવો મજબૂત છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે તૂટતો નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ આત્માના મૂળ સ્વભાવમાં રહેલા ભાવ તે સ્વભાવભાવ. આવા મૂળ સ્વભાવને ચૂકીને આત્મામાં જે ભાવ થાય તેને વિભાવભાવ કહેવાય, એટલે કે આત્માના સ્વભાવગત જે ક્ષમા, વિનય, સંતોષ આદિ અનેક ગુણો છે તેનાથી વિરૂદ્ધ પ્રકારના ભાવો આત્મામાં ઊપજે તે સર્વને વિભાવભાવોમાં ગણવામાં આવે છે. આમ કોધ, અભિમાન કે લોભના ભાવ આત્મા કરે ત્યારે તે આત્માએ વિભાવભાવો કર્યા એમ સામાન્યપણે સમજવું. વિભાવભાવ જાણીને તે વિભાવભાવોનો આત્મામાંથી અભાવ કરવો અને શુદ્ધભાવ પ્રગટ કરવો એ સાધકનું ધ્યેય છે. અસંતોષ છે તે જ મોટું દુઃખ છે અને સંતોષ છે તે જ મોટું સુખ છે, એવો નિશ્ચય કરીને સાધકે નિરંતર સંતોષ ધારણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. મોટા મોટા ઈન્દ્રાદ્રિ દેવો અને ચકવર્તી રાજાઓ પણ આશા-તૃણાના પૂરમાં તણાયેલા હોવાથી વધતા પરિગ્રહને ઈચ્છે છે. જેમણે સંતોષરૂપી • સાધના વિનાનું જીવન સાવ અધૂરું જ છે ભલેને આયુષ્ય પૂરું થાય, Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ધર્મને ધારણ કરવાથી તૃષ્ણાનો ત્યાગ કર્યો છે તેવા જ્ઞાની-મુનિજનો પોતાના આત્મામાં તૃપ્ત થઈ આત્માનંદના ભોગી બને છે. આવા મહાપુરૂષો કોને વંદ્ય નથી ? અર્થાત્ સૌ જીવો વડે તેઓ પૂજ્ય છે. ¤ ૩૧ ખરેખર સર્વ આત્મસાધનોમાં શિરોમણિ તરીકે સત્સમાગમ છે અને સામાન્ય સુખથી માંડીને મહાન અને ઉત્તમ પદની પ્રાપ્તિ કરાવવાની સર્વ શક્તિ આ સત્સમાગમમાં રહેલી છે તે નિ:સંદેહ છે. જોકે તેનો પૂર્ણ મહિમા કહેવાને કોઈ સમર્થ નથી, છતાં અનેક મહાન પુરૂષોએ તેનું સ્વાનુભવજનિત માહાત્મ્ય ગાયું છે. g ૩ર નામદેવજીએ પોતાના સહજ સ્વભાવ મુજબ કહ્યું : 'હું પ્રભુની આજ્ઞા લઈ આવું. જ્ઞાનેશ્વર પણ તેમની પાછળ પાછળ મંદિરમાં ગયા. પ્રભુની આજ્ઞા માગતા માગતા શ્રી નામદેવજી તો પ્રભુની સ્તુતિમાં તલ્લીન થઈ ગયા અને તેમની બન્ને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. જ્ઞાનેશ્વરને તો આંખમાં એક પણ આંસુ ન આવ્યું. આ બનાવ પછી જ્ઞાનેશ્વર શ્રી નામદેવજીની સાથે તીર્થયાત્રાએ ગયા, તેમની સાથે રહી પ્રભુભક્તિના પ્રત્યક્ષ પાઠો શીખ્યા અને તેમને પણ પ્રભુભક્તિનો રસાસ્વાદ પ્રાપ્ત થયો. ૭૭ x • સત્પંથની ગતિમાં મંઝિલ સિદ્ધ કરવા માટે ઈશ્વર આપણા પગમાં બળ પૂરે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અમૃત કળશ પૂર્ણ આત્મજાગૃતિની દશા તે તો મુનિદશા છે. આ અવસ્થામાં અહિંસા, સત્ય આદિ મહાન વ્રતોનું પાલન તો છે જ પણ તે ઉપરાંત દુનિયાના બધાય પદાર્થોના આલંબન અને મમતાથી રહિત થઈ, સર્વ ચિંતાઓથી મુક્ત થઈ જ્ઞાન અને ધ્યાનથી સમાધિની પ્રાપ્તિ માટે નિરંતર ઉદ્યમ કરવામાં આવે છે. સમતાનો વિશિષ્ટ વિકાસ થયો હોવાથી અને સબ ભૂમિ ગોપાલકી એ વાત અંતરમાં વસી હોવાથી તેઓ અમુક જ જગ્યાએ રહીને સાધના કરવી તેવા પ્રતિબંધને સ્વીકારતા નથી. આનાથી પણ આગળ જઈને, જેની પ્રાપ્તિ માટે વર્તમાનમાં કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી તેવું પૂર્વપ્રારબ્ધથી મળેલું જે આ શરીર, તેની મમતાનો પણ ત્યાગ કરી આત્મજાગૃતિના સતત અને ઘનિષ્ઠ અભ્યાસ દ્વારા મુનિજનો એક એવી અલખ જગાવે છે, કે જેથી વર્તમાન જીવન આત્માના આનંદથી તરબોળ થઈ જાય છે, આજુબાજુ પણ પરમ શાંતિ, શીતળતા અને પવિત્રતાનું વાતાવરણ બની જાય છે અને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્રભાષામાં આવી દશાને અભણ જ્ઞાનોપયોગ, અપ્રમત્ત સંયમ, સહજસમાધિની દશા અથવા સ્થિતપ્રજ્ઞતા કહે છે. પારમાર્થિક કરૂણા તો આત્મજ્ઞ સંતોમાં અને સાચા મુનિજનોમાં પ્રગટે છે. તે આ પ્રકારે કે જગતના જીવો પોતાનું સાચું સ્વરૂપ નહિ જાણવાથી વિવિધ પ્રકારનો બંધ કરનારાં કર્મોમાં પ્રવર્તે છે અને તે કર્મોના ઉદયને વશ થઈ આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મૃત્યુ, રોગ, અપમાન, તાડન, • જીવનને સદ્ગણી ફૂલવાડી બનાવનારને તેની સુગંધનો લાભ સૌથી વધારે મળે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ભેદન, છેદન, નિર્ધનતા, અંગરહિતપણું, જ્ઞાનની ન્યૂનતા વગેરે અનેક દુ:ખો પરવશે તેમને વેઠવાં પડે છે. આવાં દુ:ખોથી તેઓ કાયમને માટે છૂટી જાય તે અર્થે જરૂરી એવો આત્મજ્ઞાન અને આત્મસંયમનો માર્ગ તેઓ જગતના જીવોને પરમ કરૂણાબુદ્ધિથી પ્રેરિત થઈને આપે છે અને જગતઉદ્ધારક, તરણતારણ, અધમ-ઉદ્ધારક, પતિતપાવનના સાચા બિરૂદને પામે છે. નમસ્કાર હો તે આત્મજ્ઞ સંતોના ચરણકમળને વિશે ! x ૩૫ પોતાથી અધિક ગુણવાન પુરૂષોના લૌકિક અને લોકોત્તર ગુણોની ઓળખાણ કરી, બહુમાન કરી આપણા ચિત્તમાં તેમના પ્રત્યે પ્રશસ્તભાવ ઉપજાવવો તેને ભક્તિ કહીએ. ગુણીજનોના ગુણો પ્રત્યે આકર્ષણ થવાથી તેમના આદર, સત્કાર, વિનય, બહુમાન, સેવાશુશ્રુષા, પૂજન, કીર્તન, ગુણસ્તવન આદિ કરવાં અને તે દ્વારા ક્રમે કરીને પોતે પણ પોતાના ભાવોની વિશુદ્ધિ કરવી તે ભક્તિમાર્ગની મુખ્ય આરાધના છે. જ્ઞ ૩૬ અધ્યાત્મ કવિઓએ શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, અને એક્તા એમ નવવિધ ભક્તિની પ્રરૂપણા કરી છે. ભક્તિના આ બધાય પ્રકારો પ્રસિદ્ધ છે અને તેમનાં નામ પ્રમાણેના ભાવરૂપે પ્રવર્તવાથી ભક્તિના તે તે પ્રકારોની સિદ્ધિ થાય છે. અત્રે તો જિંદગી એટલી બધી ટૂંકી છે કે તેમાંથી જરા પણ વેડફી તો ભારોભાર પસ્તાવું પડશે. ૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ Zo અમૃત કળશ એટલું જ મુખ્યપણે કહેવું છે કે જેમ જેમ ભક્તિમાર્ગની તાત્વિક આરાધના થતી જાય છે તેમ તેમ તામસિક અને રાજસિક વૃત્તિઓ જીવનમાં ઘટતી જાય છે, પ્રભુપ્રેમની વૃદ્ધિ થતી જાય છે, સર્વત્ર સર્વ પ્રાણીઓમાં એક પરમાત્માનાં જ દર્શન ભક્તને થવા લાગે છે અને હર્ષાશ્રુ, રોમાંચ, દેહભાનનું વિસ્મરણ, જાહેરમાં નૃત્યાદિરૂપ પ્રવર્તન, કંઠ-અવરોધ વગેરે સાત્વિક ભક્તિનાં લક્ષણોનો અનુભવ થવા લાગે છે અને આખરે ભકત-ભકિત અને ભગવાનનું ઐક્ય સિદ્ધ થતાં પરાભક્તિ કે અનન્યભક્તિની દશા પ્રકટે છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. આવા પ્રકારની સિદ્ધિ થવા માટે અનેક પ્રકારની કમબદ્ધ શિસ્ત, સતત અભ્યાસ, અત્યંત પ્રભુપ્રેમ, જગતના પદાર્થો પ્રત્યે અનાસક્તિ, સત્સંગ વગેરે અનેકવિધ સાધનામાંથી પસાર થવું પડે છે. સાધના ગંગાના પ્રવાહની જેમ અખંડપણે વહ્યા જ કરે છે છતાં તેનું જીવન જોતાં તો સામાન્ય માણસને તેની ઉચ્ચ અધ્યાત્મદશાનો ખ્યાલ પણ આવવો દુલર્ભ છે. સર્વત્ર સમભાવને પ્રાપ્ત થયેલો તેવો આ ભક્ત સ્વ-પર કલ્યાણમાં રહી પોતાનું શેષ જીવન પ્રસન્તાથી વિતાવીને યોગ્ય જીવોને ભગવદ્ભક્તિનો સ્વાદ ચખાડી તેમને પણ સાચી ભક્તિના માર્ગે વાળે છે. ૦ ખરું પૂછો તો આપણા મનની શક્તિઓનો નહીંવત ભાગ જ - આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ‘જાણવા-દેખવાના સ્વભાવવાળા આ મારા આત્મા સિવાય, આ જગતમાં નિશ્ચયથી જોતાં મારું કાંઈ જ નથી. એવી શ્રદ્ધા થવાથી બાહ્ય પરિગ્રહને ઘટાડે અથવા છોડે તે મહાપુરુષને ત્યાગધર્મ હોય છે. :: નિશ્ચયષ્ટિથી પોતાની ખોટી શ્રદ્ધાનો ત્યાગ કરવાનો છે. એટલે કે હું દેહ છું. એવી અસત્ય માન્યતાનો ત્યાગ કરી, હું ચૈતન્યસ્વરૂપ અવિનાશી આત્મા છું એવી શ્રદ્ધા દઢ કરવાની છે. વળી ક્રોધ, અભિમાન, લોભ, ઈર્ષાભાવ, નિંદા, માયાચાર વગેરે વિકારી ભાવોનો ત્યાગ કરવો તે અત્યંતર ત્યાગ છે. ત્યાગના અનેક પ્રકાર છે. તોપણ લોક-પ્રતિબંધ, સ્વજન-પ્રતિબંધ, દેહાદિ-પ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધ એમ ચાર પ્રકારે પ્રતિબંધોનો ત્યાગ કરવા માટે જ્ઞાની પુરુષોએ પ્રેરણા કરી છે, માટે તે અર્થે યોગ્ય ઉદ્યમ કરવો અને બંધનરહિત થવું. સૌ મનુષ્યો અને સાધર્મીઓને સાચા પ્રેમથી સ્વાત્મતુલ્ય માની વાત્સલ્યભાવને પ્રગટ કરીશું ? જો આમ થાય તો જ આપણા જીવનમાં સાચી આધ્યાત્મિક્તાની ભૂમિકા બંધાઈ શકે. સ્વદોષ દર્શન, પ્રભુ પાસે તેનો એકરાર અને તેમાંથી મુક્તિ માટે આર્ત હૃદયે પોકાર થાય તોજ આ પામરતા હટે. Jain Edi 74 Page #97 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ ૪૧ આ બાજુ થોડી વારમાં દ્વારકાદાસજી જ્યાં સૂતા હતા ત્યાં વાધણ આવી તેથી પેલા તે અમલદારે તેને મારવા બંદૂક તાકી કે તુરત દ્વારકાદાસે માંચડા પર બેઠેલા તે અમલદારને ઈશારાથી તેમ ન કરવા કહ્યું. આ બાજુ પેલી વાધણ શ્રી દ્વારકાદાસ સૂતા હતા ત્યાં આવી, તેમને સૂંધીને પાછી ઝાડીમાં ચાલી ગઈ. માંચડા પર બેઠેલા અંગ્રેજ અમલદારનો જીવ આ દશ્ય જોઈ તાળવે ચોંટી ગયો. તેણે નીચે આવી દ્વારકાદાસને પૂછ્યું : 'મહારાજ ! પેલી વાધાણે તમને કેમ ન માર્યા ? મહારાજ કહે : 'ભાઈ, હું કદી કોઈને મારવાનો ભાવ પણ કરતો નથી. તો અન્ય મને કેવી રીતે મારે? - સંતના સાનિધ્યમાં હિંસક કૂર પશુઓ પણ પોતાનું વેર ભૂલી જાય છે તે આનું નામ ! પરમાર્થસત્યની પ્રાપ્તિના જિજ્ઞાસુઓ માટે એક ખાસ વિચારણીય મુદો આ તબકકે લક્ષમાં રાખવો હિતાવહ છે કે સાપેક્ષષ્ટિ વડે પૂર્ણ સત્યની ઉપલબ્ધિ થાય છે. કારણ તે દરેક પદાર્થ અનેક ધર્માત્મક (ગુણાત્મક) છે અને જે જે દૃષ્ટિકોણ (facet, point of view)થી વિચારીએ તે તે દૃષ્ટિબિંદુથી તેનું તેટલું જ્ઞાન થાય છે. દષ્ટાંતરૂપે, હાથીને ભીંત જેવો કહેવો, સાંબેલા જેવો કહેવો, થાંભલા જેવો કહેવો, દોરડા જેવો કહેવો કે સૂપડા જેવો કહેવો તે તેની પીઠની દૃષ્ટિએ, સૂંઢની દ્રષ્ટિએ, પગની દ્રષ્ટિએ, પૂંછડીની દ્રષ્ટિએ અને કાનની દૃષ્ટિએ અનુક્રમે સત્ય છે. પરંતુ તેને એક જ રૂપે કહેવો તે એકાંગી જ્ઞાન હોવાથી અપૂર્ણ જ્ઞાન છે. આમ સવે વસ્તુના જ્ઞાનનું સમજવું. - અન્યનું દોષ દર્શન એતો મહાપામર જીવોનું કામ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો પૂર્ણ અથવા પ્રમાણજ્ઞાન થવા માટે બધા ષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ અને જે સમયે જે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવવાથી આત્મશુદ્ધિ વધે તે સમયે તે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવી બીજા ષ્ટિકોણથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ગૌણ કરવું જોઈએ. આમ મુખ્ય અને ગૌણ એમ યથાયોગ્ય દૃષ્ટિકોણને નહિ અપનાવીએ તો જ્ઞાન એકાંગી રહેશે અને તેથી અપૂર્ણ રહેશે. માટે જે સાધકો આત્મશ્રેય અને પૂર્ણ જ્ઞાનને ઈચ્છે છે તે વસ્તુસ્વરૂપને સમજવા માટે સાપેક્ષ ષ્ટિકોણને અપનાવે. ખુદીરામ નામનો એક ન્યાયપ્રિય અને સત્યપરાયણ માણસ રહેતો હતો. જમીનદારે વિચાર્યું કે જો આ માણસ પોતાના સાક્ષી તરીકે આવે તો તુરત જ કામ પતી જાય. આથી જમીનદારે ખુદીરામને ત્યાં જઈને તેને કહ્યું : અરે ખુદીરામ ! એક વાતની સાક્ષી આપવાની છે. તે આપવા આવીશ ને ? ખુદીરામ કહે : સાચી સાક્ષી આપવા હમેશાં તૈયાર જ છું. જમીનદાર કહે : હું કહું તે પ્રમાણે જ તારે તો કોર્ટમાં કહેવાનું છે.' આ વાત સાંભળી ખુદીરામે સાક્ષી આપવાની વાત સ્વીકારી નહિ. બસ ! ખુદીરામ ઉપર પણ હવે તો જમીનદાર ખફા થઈ ગયો. છ-બાર મહિનામાં તો તેની ૧૫૦ વીધાં જેટલી જમીન ઝુંટવી લીધી અને ઘર પણ હરાજ કરી દીધું. ખુદીરામને પોતાનું વતન છોડી કામારપુકુર નામના ગામમાં રહેવાની ફરજ પડી. સત્યને વળગી રહેવાથી જમીન, આબરૂ, ઘર, પૈસો અને વતન બધું ખુદીરામને છોડવું પડયું. તેના હૃદયમાંથી સંસાર પ્રત્યેની પ્રીતિ ઊડી જવા લાગી, ધર્મસંસ્કારો ઊગવા માંડયા અને ભક્તિપરાયણ સાદું જીવન તે વિતાવવા લાગ્યો. • અનન સહિષ્ણુતા એટલે જ ક્ષમા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અમૃત કળશ પ્રસિદ્ધ ભક્તશિરોમણિ શ્રીરામકૃષ્ણ પરમહંસના પિતા બનવાનું મહાન સદ્ભાગ્ય આ ખુદીરામને પ્રાપ્ત થયું હતું. સ ૪૪ સીધાપણાનો કે સહજપણાનો ગુણ તે જ સરળતાનો ગુણ છે. જેવું મનમાં હોય તેવું વાણી દ્વારા બોલવું અને જેવું બોલીએ તેવું આચરણ કરવાનો સાચો પ્રયત્ન કરવો તે સરળતા છે, એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી પંપચભાવ, માયાચાર, વકપણું, છેતરવાનો ભાવ, છળકપટનો ભાવ દૂર કરીને વર્તવું તે સરળપણાનું મુખ્ય લક્ષણ છે. x ૪૫ સરળપણું મુમુક્ષુમાત્રનો અંગભૂત ગુણ છે. સરળતા વિના સામાન્ય મુમુક્ષુતા પણ સંભવે નહિ. પાત્રતા વધારવા માટે દરેક મહાપુરુષોએ સરળતાઓ સંપાદન કરવા સાધકને આજ્ઞા કરી છે. જે સરળ નથી તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ છે જ નહિ તો તેની વ્રતાદિ ગ્રહણ કરવામાં યોગ્યતા ક્યાંથી હોય ? આમ, અનેક પ્રકારે જે સાધનામાં ઉપયોગી છે તેવો સરળતાનો ગુણ દરેક સાધકે ગમે તે ઉપાયે પણ જીવનમાં વણી લેવો અનિવાર્ય છે. ¤ માણસથી ભૂલ થાય પણ જે સુધારવા તત્પર હોય એના બધા પાપો ઈશ્વર ધોઈ નાંખે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો સરળ મનુષ્યનું જીવન નિશ્ચિત છે, સહજ છે, નિર્ભય છે, પવિત્ર છે અને ધર્મમય છે. જેમ જેમ જીવનમાં સરળતા આવતી જાય છે તેમ તેમ પરમશાંતિનો અનુભવ થાય છે. માટે સૌ સાધકોએ આ ગુણની આરાધના કર્તવ્ય છે. અનેક મહાપુરુષોએ સરળતાની સાધનાનો અભ્યાસ બાળકોના સાન્નિધ્ય દ્વારા કર્યો છે. શ્રી તૈલંગ સ્વામી એક નાની ગાડી રાખી તેમાં બાળકોને બેસાડતા, પોતે તે ખેંચતા અને આમ બાળકોના ભોળા અને નિર્દોષ સ્વભાવને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા.બ્રિટનના એક વખતના મુખ્ય પ્રધાન ગ્લૅડસ્ટન પણ બાળકો સાથે રમી નિર્દોષ આનંદ મેળવતા. મહાત્મા ઈસુ ખ્રિસ્ત અને મહાકવિ ન્હાનાલાલે પણ બાળકોના સરળ સ્વભાવને બિરદાવ્યો છે. જ્યારે ભક્તિસૂત્રમાં ઉત્તમ ભક્તને બાળક જેવો કહ્યો છે. આમ, અનેક પ્રકારે બાળકોમાં સ્વાભાવિકપણે રહેલા સરળતાના ગુણનો મહિમા બતાવી મહાત્માઓએ આપણને સરળતાના તે ઉત્તમ ગુણને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે. જીવને કર્મબંધન થવાનું મુખ્ય કારણ તેની પોતાની વિચારધારા (ઉપયોગદશા) છે. જે મનુષ્ય જેવા અભિપ્રાયથી જેવા ભાવ કરે તે જીવને ક્લામાં સાત્વિક્તા અને સદાચારની પ્રેરણા હોય છે. જેનાથી મનમાં શાંતિ, મગજમાં સ્કૂર્તિ અને હૃદયમાં ઉત્સાહ પેદા કરવાનું અને મનુષ્યને સન્માર્ગે વાળવાનું હોય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ અમૃત કંળી તેને અનુરૂપ કર્મોનો બંધ થાય છે. જોકે તેનું નિયામક કારણ તેના અંતરના ભાવ છે તોપણ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ તેમાં સહકારી કારણરૂપ હોય છે. આ જગતમાં જે અનેક પ્રકારની વિચિત્રતાઓ દેખાય છે તે સર્વ આ જુદા જુદા કર્મના પ્રભાવથી જાણવી. મનુષ્યપણું, દેવપણું, પશુપણું કે નારકીપણું પણ કર્મથી જ પ્રાપ્ત થાય છે. દરેકનાં શરીર જુદાં, રંગ જુદા, બુદ્ધિ જુદી, અંગોપાંગ જુદાં, સ્ત્રી-પુત્રાદિના સંયોગ જુદા, રુચિ જુદી, તાસીર જુદી, ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ કે રૂપ પણ જુદાં, રોગીનીરોગી અવસ્થા જુદી, કુળ જુદાં, આયુષ્ય ઓછું-વધારે વગેરે અનેક પ્રકારે ભિન્નતા પ્રત્યક્ષપણે જોઈ શકાય છે. અપધ્યાન અથવા કુધ્યાનના પ્રકાર (૧) ગમતી વસ્તુનો વિયોગ થવાથી જે ધાન થાય તે. (૨) અણગમતી વસ્તુનો સંયોગ થવાથી જે ધાન થાય તે. (૩) શરીરમાં રોગાદિની ઉત્પત્તિથી જે વેદના ઊપજે તે બાબતનું ધ્યાન થાય તે. • વિપુલ સાધનો ઉપલબ્ધ હોવા છતાં ઓછા સાધનોમાં સંતોષપૂર્વક જીવનારજ જીવનની અનેરી મજા માણી શકે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૮૭ (૪) ધર્મકરણીથી આ લોકની કે પરલોકની સુખસામગ્રીની પ્રાપ્તિમાં રોકાય તે. (૫) હિંસાના ભાવ કરી તેમાં સુખ માને છે. (૬) ચોરી કરીને તેમાં સુખ માને છે. (૭) અસત્ય બોલી તેમાં સુખ માને છે. (૮) વિષયભોગની સામગ્રીના સંરક્ષણમાં ચિત્ત લગાવી રાખે છે. જ્યાં કોલાહલ ન હોય એવી એકાંત શાંત તપોભૂમિમાં ધ્યાન કરવું વધારે હિતાવહ છે. આહારાદિમાં નિયમિતતા અને બ્રહ્મચર્યપાલનમાં પ્રીતિ હોય તેવા સાધકને આસનની સિદ્ધિ જલદીથી થઈ શકે છે. જ્યારે આસનસ્થિરતા એક કલાકની સહેલાઈથી થઈ શકે ત્યારે ધ્યાનમાં પણ વિશેષ એકાગ્રતા આવી શકે છે અને નિદ્રા અને અર્ધનિદ્રરૂપ પ્રમાદ(તંદ્રા)નો જ્ય થઈ શકે છે. જગતની દરેક વસ્તુઓમાં અનેક ગુણો દેખાય છે અને તેથી વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે દરેક ગુણોને ગ્રહણ કરવાવાળી દૃષ્ટિ આપણે કેળવવી પડશે. જો આપણે વસ્તુને એક કે બે ગુણો વડે જાણીશું • આપણે કોઈના દોષ જોવા જન્મ્યા છીએ કે પછી પ્રભુના ગુણોનું ગાન-ધ્યાન કરવા ? Page #103 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ તો તેના બીજા ગુણોનું જ્ઞાન થઈ શકશે નહિ, અને જે જ્ઞાન સર્વતોમુખી નથી તે જ્ઞાન અપૂર્ણ હોવાથી પ્રમાણજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાપેક્ષતાનો સિદ્ધાંત સ્વીકારવો યોગ્ય છે. આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે સાપેક્ષદૃષ્ટિને વરેલા જ છીએ. આપણે એકની એક જ વ્યક્તિ હોવા છતાં કોઈના પુત્ર, કોઈના પિતા, કોઈના પતિ, કોઈના કાકા, કોઈના મામા, કોઈના શેઠ કે કોઈના નોકર છીએ. કોઈથી ગોરા, કાળા, ઊંચા, ઠીંગણા, હોશિયાર કે મૂર્ખ પણ છીએ. આત્માનું સ્વરૂપ એકાંતે શુદ્ધ, અશુદ્ધ, નિત્ય કે અનિત્ય માનવાથી યથાર્થપણે મોક્ષમાર્ગની વ્યવસ્થા અને સાધના બની શકતી નથી. જો આત્મા સર્વથા શુદ્ધ હોય તો સાધના દ્વારા તેની શુદ્ધિનો પુરુષાર્થ કરવો ઘટતો નથી અને જો આત્મા એકાંતે અશુદ્ધ સ્વભાવવાળો હોય તો તે કદાપિ શુદ્ધ થઈ શકે નહિ, કારણ કે વસ્તુ પોતાનો મૂળ સ્વભાવ બદલે તે સંભવતું નથી. વળી આ જ સાપેક્ષતાનો સિદ્ધાંત મોક્ષમાર્ગની સાધનામાં પણ અતિશય ઉપયોગી છે. કેટલાક દર્શનકારો માત્ર જ્ઞાન વડે જ પૂર્ણ મોક્ષ માને છે, પણ એકાંત જ્ઞાનથી જો મોક્ષ માનીએ તો સદાચાર, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્યાદિ નિરર્થક ઠરશે. વળી જો માત્ર આચારથી જ મોક્ષ માનીએ તો સંયમ, તપ, ત્યાગાદિના યથાર્થ જાણપણા વિના તેમનું ગ્રહણ કેવી રીતે બની શકે ? તેજ એટલે ચામડીનો ચળકાટ નહીં પણ અંતરનું ઓજસ. Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો પજ આ રીતે સાપેક્ષતાનો સિદ્ધાંત મુમુક્ષુ જીવોને આત્મકલ્યાણની સાધનામાં અને મોક્ષમાર્ગની પ્રરૂપણામાં મહાન ઉપકારી છે અને તે સિદ્ધાંતના પારગામી પુરુષો સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ વડે મોક્ષની સિદ્ધિ કહે છે. વળી સાક્ષાત મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ આત્માનુભૂતિરૂપ છે તો પછી મોક્ષની સિદ્ધિ કઈ રીતે થઈ શકશે?- એમ જો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનું સમાધાન એમ છે કે સાચાં શ્રદ્ધા-જ્ઞાનઆચરણ દ્વારા આત્મા ઉપર સતના સંસ્કારો દઢ થાય છે અને તે સંસ્કારોની દઢતાથી આત્માનું બળ વધે છે. લોઢાના સળિયાને ખૂબ તપાવવાથી તેની ગમે તે આકારે વળવાની યોગ્યતા વધે છે. અથવા મેલાં કપડાંને સાબુમાં પલાળવાથી, ધોકા મારવાથી કે મસળવાથી જ્યારે તે ચોખ્ખું થઈ જાય ત્યારે જ ટિનોપોલ કે ગળી તેના ઉપર એકસરખી રીતે ચડી શકે છે. આવી રીતે જેમ જેમ ભેદરૂપ સવિકલ્પ જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાના અભ્યાસથી આત્મબળ વધતું જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં નિવિકલ્પ સમાધિનો અનુભવ જલ્દી જલ્દી થતો જાય છે અને અનુભવની પ્રગાઢતા પણ વધતી જ જાય છે. અમુક કક્ષાએ પહોંચ્યા પછી પ્રગાઢ નિર્વિકલ્પ સમાધિના બળથી સર્વ કર્મકલંકને દૂર કરી સાધક જીવનમુક્ત થઈ જાય છે. આમ, આત્મલક્ષે સાધલા સવિકલ્પ સાધનાના અભ્યાસના બળથી નિર્વિકલ્પ સમાધિની સિદ્ધિ અને પ્રાંતે સર્વ કર્મોથી મુક્ત દશા ઉત્પન્ન થાય છે. આ સાધનાને ભેદભેદ રત્નત્રય એ સંજ્ઞાથી વીતરાગદર્શનમાં સંબોધવામાં આવી છે અને તેથી જ વીતરાગદર્શનને સાપેક્ષદર્શન અથવા અનેકાન્તદર્શન તરીકે ઓળખવામાં આવે છે. • પ્રત્યેક નિષ્ફળતા વખતે બમણી તત્પરતાથી કામ કરનાર અવશ્ય સફળતાને પામે છે. ૨૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ હo અમૃત કળશ એક વખત કોઈ માણસે મોટું પાપ કર્યું પણ પાછળથી તેને ખૂબ પસ્તાવો થયો. મિત્રોએ તેને સલાહ આપી કે તું કબીરજીની પાસે જઈ પ્રાયશ્ચિત્ત લે. પેલો માણસ કબીરજીને ધર આવ્યો પણ તેઓ બહાર ગયા હતા. તે માણસે કબીરજીનાં ધર્મપત્નીને સઘળી હકીકત જણાવી. કબીરજીનાં ધર્મપત્નીએ તે માણસને ખૂબ ભાવથી પ્રભુનું નામ-સ્મરણ ત્રણ વાર કરવા જણાવ્યું. પેલા માણસને તેમ કરવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટયો. આ વાત કબીરજીના જાણવામાં આવી. તેઓએ ધર્મપત્નીને પૂછ્યું : શા માટે તે પ્રભુનું નામ ત્રણ વાર લેવાનું કહ્યું ? શું એક જ વારના સાચા નામસ્મરણથી પ્રભુપ્રેમ ન પ્રગટી શકે ? ધર્મપત્નીએ જવાબ આપ્યો : મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે પ્રભુનું નામસ્મરણ લેવાય તે માટે મેં ત્રણ વાર પ્રભુનું નામસ્મરણ કરવા જણાવ્યું હતું ધર્મપત્નીની આવી વિશિષ્ટ યુક્તિવાળી દૃષ્ટિથી કબીરજી પ્રસન્ન થયા અને તેમને ધન્યવાદ આપ્યા. જ્ઞાનની આરાધના તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સાધકે આળસ, અનારોગ્ય, અભિમાન અને આસક્તિનાં કારણોનો બળપૂર્વક મનુષ્ય ઇમાનદાર અને સજજન પ્રથમ બનવાનું છે. વિદ્વાન અને ધનવાન પછી. Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧ પ્રતિકાર કરીને જ્ઞાનની આરાધના કરવી પડશે. આવી જ્ઞાન-આરાધનામાં રસ કેળવવા માટે પ્રથમ ભૂમિકામાં સત્સંગની ટેવ પાડવાની છે. અને પછી પોતે જ અર્ધા કલાકથી માંડીને ત્રણ કલાક સુધીના વ્યક્તિગત સ્વાધ્યાયનો નિયમ લેવાનો છે. નીતિમત્તાનાં, પુરુષોનાં નિર્મળ ચરિત્રોનાં અને તત્ત્વનું પરિજ્ઞાન કરાવનારા પૂર્વાચાર્યોનાં કે સંતોનાં ઉત્તમ વચનોનું સાપેક્ષ ષ્ટિથી આત્મકલ્યાણ અર્થે વાંચન, વિચાર, લેખન અને સ્મરણ કરવાનું છે. જેમ જેમ અનુભવી સંતોનાં વચનો સાધકને ખરેખર સમજાતાં જાય છે. તેમ તેમ અપૂર્વ ઉલ્લાસ વધતો જાય છે અને આત્મવિકાસના પંથે આગળ વધવાનું બને છે, જેના પરિણામે બુદ્ધિ વધે છે, દુર્ગુણો ઘટે છે. નિ:શંકતા આવે છે અને સર્વતોમુખી આત્મસાધના બને છે. સ્વાધ્યાયની આ સાધનાની સાથે સાથે ભક્તિની આરાધના માટે પરમાત્માની શ્રવણ, સ્મરણ કે પૂજનકીર્તનરૂપી ભક્તિનો પણ અર્ધા કે એક કલાકનો નિયમ લેવો જરૂરી છે. આમા કરવાથી પરમાત્મા તથા સરના ગુણોનું આપણા જીવનમાં મહામ્ય ઊગી નીકળે છે અને સહેજે સહેજે વિનયની આરાધના બનતી જાય છે. અમેરિકાના પ્રથમ પ્રમુખ જૉર્જ વોશિંગ્ટને પોતાના દેશ માટે જીવન સમર્પણ કર્યું હતું અને તેના મુખ્ય સેનાપતિપદે રહ્યા પછી સૌએ તેમને પોતાના દેશના પ્રથમ પ્રમુખ નીમીને તેમનું યોગ્ય બહુમાન પણ કર્યું હતું. દેશને વ્યવસ્થિત કર્યા પછી તેઓએ સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારી હતી અને એક સાધારણ બંગલામાં રહી સાદાઈ, સુખ અને શાંતિપૂર્વક • અક્ષમા એ અજ્ઞાનનું પાસું છે અને ક્ષમા એ જ્ઞાનનું પાસું છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અમૃત કળશ પોતાનું જીવન પ્રભુસ્મરણમાં ગાળ્યું હતું. જોકે તેઓએ સેનાપતિપદની ફરજ નિભાવવા અનેક યુદ્ધો કર્યા હતાં છતાં તેમના હૃદયમાં કોઈ પણ મનુષ્ય પ્રત્યે જરા પણ દ્વેષ નહોતો. તેઓ એક મહાન સદાચારી, વિશાળ હૃદયવાળા, સન્માર્ગે ચાલનારા, સ્વદેશભક્ત, સ્વાર્થરહિત અને ઈશ્વર પર દઢ વિશ્વાસ રાખનારા પુરુષ હતા. તેમણે પોતાના જીવન વડે જ અનેક દેશવાસીઓને સત્યમ શિવમ્ સુંદરમનો ઉપદેશ આપ્યો હતો. ૫૮ “શુદ્ધ હૃદય, શુદ્ધ અંત:કરણ ઠંડો દિમાગ, ઈશ્વરનું નિયમિત ધ્યાન, કામોત્તેજક ઈન્દ્રિયસુખોનો ત્યાગ, મદિરા-ધૂમ્રપાન અને મસાલાનો ત્યાગ, સર્વથા શાકાહારી ભોજન, સર્વ માનવ બંધુઓ પર પ્રેમ. વર્તમાનમાં આપણા દેશવાસીઓ જો ગાંધીજીના માર્ગે ચાલવાની ભાવના રાખતા હોય અથવા જો તેમનું શિષ્યત્વ સ્વીકારતા હોય તો આમાંનું તેત્રીસ ટકા (પાસ કલાસ) પણ આચારવાથી આપણું જીવન મહાન, સફળ અને શાંતિમય બની જાય. પશુગતિ અને મનુષ્યગતિનાં દુઃખો તો ઉઘાડી આંખે અત્યારે પણ જોઈ શકાય છે. પશુગતિમાં મુખ્યપણે બંધન છે, પરાધીનતા છે. આહારપાણી પોતાનો માલિક આપે તો જ અને તેટલાં જ મળે છે. જેટલા પ્રમાણમાં જેવો આહાર જે સમયે મળે તેટલા પ્રમાણમાં તેવો આહાર • ક્ષમાને નામે કાયરતા ન પોષાવી જોઈએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો તે સમયે ગ્રહણ કરવો પડે છે. કાંઈ પણ પોતાની ઈચ્છા મુજબનું મળી શકતું નથી. અપવાદરૂપે કોઈ મોટા રાજા કે શેઠિયાને ત્યાં પાળેલા કૂતરા કે ઘોડાને ખાવાપીવા બાબતની સગવડ હોય છે તથાપિ ત્યાં પણ પરાધીનતાનું દુ:ખ તો રહે જ છે. ધોડા, ગધેડાં, બળદ, ઊંટ, ખચ્ચર આદિમાં ભાર વહન કરવો પડે છે. થાક લાગે તોપણ સખત કામ કરવું પડે છે. નાક, મોઢું, પગ આદિમાં છેદન-ભેદન સહન કરવું પડે છે અને લાકડી, પરોણી કે ચાબુકના માર સહન કરવા પડે છે. અન્ય સ્વૈરવિહારી પશુ-પંખીઓને પણ દુઃખ છે. હરણ, સસલાં, સાબર, શિયાળ વગેરેને નિરંતર સિંહ-વાધ-ચિત્તા આદિ ક્રૂર પશુઓ તરફથી વધનો ભય હોય છે. નાનાં પંખી કે માછલી વગેરેને મોટાં પંખીઓ કે મગરમચ્છ તથા અન્ય શિકારીઓ વગેરેથી નિરંતર ભય રહે છે. x ૬૦ ૯૩ મિતાહારના આધ્યાત્મિક જીવન સાથેના ગાઢ સંબંધને સર્વ દર્શનકારોએ અને સંત-મહાત્માઓએ સર્વસંમતિથી સ્વીકાર્યો છે. વર્તમાન શરીરવિજ્ઞાને પણ મગજના જ્ઞાનતંતુઓ અને હોજરીનો ગાઢ સંબંધ દર્શાવ્યો છે. (Through Vagus Nerve). જેઓને અધરા અને અગત્યના નિર્ણય લેવાના હોય, બપોરના સમયે જરા પણ આરામ લેવાનો ન હોય, સૂક્ષ્મ યંત્રોની કાર્યદક્ષતા કે સમગ્ર ખાતાની જવાબદારી અદા કરવાની હોય તેવા બૅન્ક કે કંપનીઓના ડિરેકટરો કે વ્યવસ્થાપકો, મોટા ડૉક્ટરો કે સર્જનો વગેરે પણ બપોરના અલ્પાહારથી ચલાવી લે છે. કારણ કે પેટ ભરીને ભોજન કર્યા પછી કાર્યક્ષમતામાં ઘણી ન્યૂનતા ધૈર્ય વગરના જીવો નાનાસૂના આધાત પણ જીરવી શક્તા નથી. | Page #109 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ આવે છે એવો તેમનો અનુભવ હોય છે. આમ, અનેક અનુભવોથી સામાન્ય શરીરની સ્કૂર્તિ, હોજરીની સ્થિતિ અને વિચાર-મનન-ધ્યાન કરવાની પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલ પુરવાર થઈ છે. સાદો, સાત્તિવક, મરી-મસાલા-તેલ વગેરે જેમાં ઓછાં હોય તેવો અને સહેલાઈથી પચે તેવો આહાર સાઘકને માટે યોગ્ય છે, બહુ ઘીવાળી, પચવામાં ભારે હોય તેવી તથા મીઠાઈ વગેરે વાનગીઓ ભોજનમાં લેવાથી પચવામાં ઘણો સમય લાગે છે. તેવી વાનગીઓ લાંબા સમય સુધી હોજરી તથા નાના આંતરડામાં રહે છે અને તે કારણથી પેટ પણ ઘણા કલાકો સુધી ભારે રહે છે. આમ, ભારે આહાર લીધા પછી સ્વાધ્યાય-ધ્યાનની પ્રવૃત્તિ એકાગ્રતાથી કે સફળતાપૂર્વક થઈ શકતી નથી. સામાન્ય સાધકને માટે ખોરાક જેટલો સાદો હશે તેટલું મિતાહારીપણું જાળવવામાં સરળતા પડશે. બહુ સ્વાદિષ્ટ અને પોતાને ભાવતો ખોરાક હોય તો ઘણુંખરૂં મિતાહારીપણું જાળવવું મુશ્કેલ પડે છે અને દબાવીને જમવાનું બની જાય છે. દાળ, ભાત, રોટલી, શાક, ખીચડી, દૂધ-દહીં-છાશ, મગ મઠ વગેરે કઠોળ, કાંજી, ઉપમા, લીલાં શાકભાજી, ફળ વગેરે ભોજનની એવી વાનગીઓ છે કે જે સ્વાદાયક હોવાથી પૌષ્ટિક છે, સાદી હોવાથી રસના ઈન્દ્રિયને ઉત્તેજિત કરતી નથી અને પચવામાં હલકી હોવાથી બે • મેળવવું નીતિથી, ભોગવવું રીતિથી અને સેવામાં વાપરવું | પ્રીતિથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૯૫ કલાકમાં હજમ થઈ જવાથી પેટ ભારે રહેતું નથી અને તેથી આળસ ઉત્પન્ન થતી નથી. આવા અનેક ફાયદા હોવાથી આવી વાનગીઓવાળો આહાર લેનારને મિતાહારીપણું સહેલાઈથી જળવાય છે. આહારની અતિમાત્રાથી (આહાર વધારે લેવાથી) સામાન્ય તંદુરસ્તી પણ બગડે છે અને બ્રહ્મચર્યાદિના પાલનમાં મુશ્કેલી નડવી સંભવે છે. માટે જેને ગરિષ્ટ-આહાર કહેવામાં આવે છે તેવો ભારે આહાર ન લેવો તે બ્રહ્મચર્યાદિની સાધનામાં ઉપકારી છે. જે આહારથી રાજસિક અને તામસિક વૃત્તિઓ ઉત્તેજિત થાય તેવો બિન-શાકાહારી (NonVegetarian) આહાર તથા ડુંગળી, લસણ, અજાણ્યાં ફળ વગેરે સાધકે સંપૂર્ણપણે તજી દેવાં જરૂરી છે. મિતાહારનો મહિમા (૧) આહાર-વિહારમાં નિયમિત પુરુષને મનોજ કરવામાં સરળતા પડે છે. (૨) જે મિતાહારી છે તેને યોગની સાધનાથી સર્વ દુઃખોનો નાશ થાય છે. (૩) ઉણોદરી તપ, સ્વાધ્યાય-બાન-મંત્રજાપ આદિમાં મહાન ઉપકારી આહાર, આસન અને નિદ્રાનો જય કરી, શ્રી ગુરુથી આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્માનું ધ્યાન કરો. શુદ્ધ હૃદયથી અપરાધનો એકરાર, ફરી ભૂલ ન કરવાની દઢ પ્રતિજ્ઞા અધમને પણ મહામાનવ બનાવી દે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ (૫) ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું છે. (૬) જેટલું નુકસાન તંદુરસ્તીને ભૂખ્યા રહેવાથી થાય છે તેથી ઘણું વધારે નુકસાન અતિ આહારથી થાય છે. અકરાંતિયા થઈને વારંવાર ખાધા જે કરવું તે ભૂંડ આદિની જેમ પશુવૃત્તિ સૂચવે છે. જે મનુષ્ય વિવેકી છે, મિતાહારી છે અને સાધનાની દૃષ્ટિવાળો છે તે આવી નીચ પશુવૃતિને કેવી રીતે સેવે? ઈરાનના બાદશાહ બહમન રોજે એક દિવસ હકીમને પૂછ્યું કે : દરરોજ કેટલું ભોજન કરવું જોઈએ ? હકીમે ઉત્તર આપ્યો : છવ્વીસ તોલા. બાદશાહ કહે “આટલાથી શું થાય ? ત્યારે ઉત્તર મળ્યો કે : આટલા આહારથી તમે જીવતા રહી શકો તેમ છો. આ ઉપરાંત તમે જેટલું ખાઓ છો, તેટલો નકામો ભાર પોતાના શરીર પર વધારી રહ્યા છો. જેટલું અન્ન સહેલાઈથી પચી શકે તેના કરતાં વધારે લેવાથી માત્ર ચરબીનો જ વધારો થાય છે પણ વીર્ય, આનંદ અને આયુષ્યમાં કાંઈ વૃદ્ધિ થઈ શકતી નથી. આ વાત આ જમાનામાં બેઠાડુ જીવન જીવનાર કે માત્ર મગજનું કામ કરનાર માણસોને માટે તો ખૂબ જ વિચારણીય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તેમને મિતાહારી થવાની પ્રેરણા કરે છે. • કંજુસ કરોડોપતિ, ઉદાર રોડપતિ કરતાં પણ વધારે ગરીબ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો જો કે અધ્યાત્મપદ્ધતિમાં તો વ્યક્તિગત વિકાસને જ મુખ્યતા છે છતાં પણ તેવા વ્યક્તિગત વિકાસને ઉપકારી ઘણાં સાધનો સમાજ વડે જ અર્પણ કરવામાં આવે છે અને તેથી જ આર્યસંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને બીજા સર્વ આશ્રમોનો આધારસ્થંભ ગણીને તેની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આટલું જ નહિ પરંતુ શ્રી ઋષભદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ કે શ્રીબુદ્ધ આદિ અનેક મહાન પુરુષોએ આ આશ્રમમાં યથાયોગ્ય ધર્મઆરાધના કરીને આગળ જતાં તપ-ત્યાગ અને સંયમનો માર્ગ અંગીકાર કરેલો. સામાન્ય રીતે મનુષ્યને માટે જીવનજરૂરિયાતની વસ્તુઓમાં અનાજ, કપડાં, ઘર અને કેળવણી ગણી શકાય. જે સમાજ સુખ, શાંતિ અને સંપથી રહેવા ઈચ્છતો હોય તેણે એ જોવું જરૂરી છે કે તે સમાજના બધા મનુષ્યોની આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પડે. આર્ય સંસ્કૃતિના ચિંતકોએ સમાજમાં બંને પ્રકારે મનુષ્યના અધ્યાત્મવિકાસમાં સહાયભૂત થઈ શકે તેવી વ્યવસ્થાનો વિચાર કરેલો છે. સામાન્ય ઘષ્ટિએ વિચારતાં સંઘ સાધનાની મુખ્યતા હોય ત્યાં ગૃહસ્થધર્મની મુખ્યતા છે અને વ્યક્તિગત (એકાંન) સાધનાની મુખ્યતા હોય ત્યાં ત્યાગી જીવન (સાધુજીવન) ની મુખ્યતા હોય છે. જોકે એમ • પોતાનું ભવિષ્ય ઉજજવળ જ છે તેવું સતત ચિંતન કરનાર અવશ્ય ઉન્નતિ સાધી શકે છે. - ૧૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અમૃત કળશ પણ બને છે કે કેટલાક ગૃહસ્થ-સાધકો સારી એકાંત-સાધના કરે છે અને કોઈક આચાર્યના સાનિધ્યમાં ઘણા ત્યાગી સાધકો સામૂહિક સાધનામાં આગળ વધે છે તો પણ અધ્યાત્મજીવનની ચરમ સીમા સમાન મૌન, એકાંતવાસ અને ધ્યાનની ઉચ્ચ ભૂમિકાઓ માટે ત્યાગી જીવન ઘણું જ વધારે ઉપકારી બની શકે છે, એ હકીકત બધા મહાપુરુષોએ સ્વીકારી છે. સમૂહસાધનામાં પ્રવચન -સત્સંગ-કીર્તન-ધૂન-ભજન શાસ્ત્રોનું પારાયણ-પ્રાર્થના તીર્થયાત્રા અને સામૂહિક વ્રત-ઉપવાસ વગેરેની મુખ્યતા છે. ઉત્તમ સંતોનાં પ્રવચન-સત્સંગમાં હજારો મનુષ્યો એકસાથે ભાવવિભોર થઈ પરમાત્માના ગુણાનુવાદમાં તલ્લીન થઈ હર્ષાશ્રુ, રોમાંચ, કંટાવરોધ, સ્તબ્ધતા આદિનો અનુભવ કરી પોતાની સાત્વિક્તામાં વધારો કરે છે. સુંદર ભાવવાહી ધૂન-ભજન કે પ્રાર્થનામાં એકાગ્રતાની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે. વ્રત-ઉપવાસ વગેરેના સામૂહિક ગ્રહણમાં અન્ય ઊંચી કક્ષાના સાધકોને જોઈને આપણને ખૂબ પ્રેરણાબળની પ્રાપ્તિ થાય છે, તથા ધર્મ-આરાધનામાં ઉલ્લાસ અને ઉમંગ વધી જાય છે અને આમ; ગુણપ્રમોદ, વાત્સલ્ય, ગુણગ્રહણ, વિનય, સુકૃત અનુમોદના આદિ અનેક ગુણોનો આપણામાં વિકાસ થાય છે. પરમાર્થની સાધનામાં તો સંયમપાલનની આવશ્યક્તા એટલી મૂળભૂત ગણવામાં આવી છે કે મારા પ્રથમ થમ અથવા ચારિત્રે ઉલ્લુ અન્યના દુ:ખના શમન અર્થે પોતાનાં દુ:ખને તો તદન વિસરી જ જવાં જોઈએ. Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો G થ એટલે કે આચાર તે જ પ્રથમ ધર્મ છે અથવા ચારિત્ર તે જ ખરો ધર્મ છે એવા સિદ્ધાંતોનું સૂત્રરૂપે પ્રતિપાદન થયું છે. આચારની સુધારણા વિનાનું ગમે તેટલું જ્ઞાન હોય તો પણ પરમાર્થમાં જ્ઞાનીઓએ તેને શુષ્ક જ્ઞાન કહ્યું છે. 0 સંયમની બીજી શ્રેણીમાં ન્યાયપૂર્વકની ભોગવૃત્તિ ઉપર પણ સ્વૈચ્છિક મર્યાદા લાવવામાં આવે છે, જેના ફળરૂપે પ્રસિદ્ધ એવા અહિંસા, સત્ય, અચૌર્ય, કુશીલત્યાગ અને પરિગ્રહમર્યાદાની ઉત્તમવ્રતરૂપ પ્રવૃતિનો સમગપણે ઉદય થાય છે. જે જે પ્રકારો, વ્યાપારો, આરંભો અને પ્રક્રિયાઓ અણુવ્રતોનું પાલન ન થવા દે તેવી હોય તેનો ધીમે ધીમે સંક્ષેપ કરવામાં આવે છે જેથી પાપકર્મોનું બંધન ઓછું થઈ જાય છે અને અનેક પવિત્ર ભાવનાઓ જાવનમાં ઉદય પામે છે. વળી નિવૃત્તિનો વધારે સમય મળવાથી સ્વાધ્યાય-સત્સંગ આદિ સસાધનોમાં શાંતિથી ચિત્ત પરોવી શકાય છે અને કેમ કરીને પૂર્ણ સંયમની તૃતીય શ્રેણીની ભૂમિકા તૈયાર થાય છે. કોઈ પણ સદ્દગુણને પ્રાપ્ત કરવા માટે તે ગુણને પ્રથમ ઓળખવો જોઈએ; અને તેને ઓળખવા માટેનો સર્વોત્તમ ઉપાય તે ગુણ જેના તન, મન, ધન, સાધન અને ક્રિયા દ્વારા સતત અન્યના શ્રેયાર્થે લાગ્યા રહેવું તે પૂર્ણ દયા છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અમૃત કળશ જીવનમાં પ્રગટ્યો છે તેવા પુરુષનો સમાગમ થાય અને સાધક નિખાલસ હૃદયથી તે ગુણનું અવલોકન કરે, તેના જીવનના દૈનિક પ્રસંગોમાં તે કઈ રીતે વર્તી રહ્યો છે તેની ઓળખાણ કરે અને જો તેના ચિત્તમાં તે ગુણ પ્રત્યે સાચી રુચિ જાગે તો સાધક તે પુરુષના તે ગુણને પ્રગટાવવાની પ્રક્રિયામાં લાગી જાય છે. જોકે મહાન ગુણોને પ્રગટાવવા માટે દીર્ધકાળ સુધી સમગ્-અભ્યાસરૂપી પુરુષાર્થ કરવો પડે છે, પણ દૃઢ નિશ્ચય, સાચી લગન, અંતરંગ રુચિ, અને અવિરત ઉદ્યમથી તે ગુણ પ્રગટી શકે છે. સ ૬૯ સુકૃત અનુમોદનાથી ગુણપ્રાગટયની પ્રાથમિક ભૂમિકામાં ઘણો વેગ મળે છે. પ્રથમ ભૂમિકામાં જે ગુણો પ્રત્યે આપણને આકર્ષણ હોતું નથી તે સમય દરમિયાન જો સુકૃત અનુમોદના વારંવાર કરવામાં આવે તો તે ગુણ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને રૂચિ હોય તો તે રુચિ ઢ થઈ વિકાસ પામે છે. જ્યાં દૃઢ ગુણરૂચિ ઊપજે ત્યાં પછી તે ગુણનો વિકાસ થવામાં સમય અને સત્સમાગમની જ મુખ્ય આવશ્યક્તા રહે છે. થોડા કાળમાં તો તે ગુણ આપણા જીવનમાં સ્પષ્ટરૂપે પ્રગટી જાય છે. જ્યારે જ્યારે ગુણવાન પુરુષોનો ભેટો થાય ત્યારે ત્યારે તે તે પુરુષોના ગુણાનુવાદ કરીને દરેક રીતે તેમનું સન્માન કરવું જોઈએ. તેઓ દૂર રહેતા હોય તો કાગળ કે તાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. તનથી તેમની સેવા કરવી, ઉત્તમ ઉત્સાહપ્રેરક વચનોથી સુંદર યથાયોગ્ય સ્તુતિ કરી તેમને હર્ષ ઊપજે તેમ કરવું, પુરસ્કાર અને સન્માન વડે પોતાના • સવિચાર કરનારનું જ જીવન સદાચારવાળું હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૦૧ ગુણપ્રમોદને પ્રત્યક્ષપણે પ્રગટ કરવો અને તેમના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા વડે તેઓનું પારમાર્થિક બહુમાન કરવું. લગભગ નેવું વર્ષ પહેલાંની વાત. ઈ. સ. ૧૮૮૩માં આર્યસંસ્કૃતિના એક મહાન જ્યોતિર્ધર સ્વામી દયાનંદ સરસ્વતીનો દેહવિલય થયો હતો તેથી તેમના ભક્તોમાં તેમનું એક સુંદર જીવનચરિત્ર આલેખાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા હતા. સ્વામીજીના એક ભક્ત તેમના એક મહાન પ્રશંસક અને અંતેવાસી પાસે ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરી : 'મહાત્મન ! આપના જેવો સ્વામીજીના સિદ્ધાંતોનો જાણકાર, તેમનો અનન્ય ઉપાસક કે તેમના જીવનપ્રસંગો સાથે ગાઢ પરિચય ધરાવનાર બીજો કોઈ અત્યારે ભારતમાં નથી તો આપ જ આ જીવનચરિત્ર લખવાનું કાર્ય કરો એવી મારી નમ્ર અરજ છે. તે કાર્ય કરવાથી અનેક જિજ્ઞાસુઓની વૃત્તિ સ્વામીજીના પાવન પ્રસંગોથી પુનિત થઈ મહાન ઉપકારનું કાર્ય થશે. અંતેવાસી બોલ્યા : 'ભાઈ ! આ કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે અને યોગ્ય સમયે તે પૂર્ણ પણ થઈ જશે. ભક્ત કહે : 'મહાત્મન ! અમે સૌ આપના ખૂબ આભારી છીએ. બીજાં કામ બાજુમાં રાખી જો આપ તે કાર્ય જલદીથી કરો તો અમને સૌને ખૂબ લાભ થાય. અંતેવાસી બોલ્યા: ભાઈ ! મારા અને તારા ઘષ્ટિકોણમાં લાખ ગાડાંનો ફરક છે. તેમનું જે ચરિત્ર લખાઈ રહ્યું છે તે તો સજીવ છે. તેમના ગુણોને મારી રગેરગમાં, પ્રત્યેક કાર્યમાં અને જીવનપ્રસંગોમાં ઉતારવા દ્વારા હું • હિતકર વાત દુ:ખકર હોય તો પણ હિતેચ્છુએ તો કહેવી જ. WWW.jainelibrary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર અમૃત કળશ તેમનું ચરિત્ર લખી રહ્યો છું. તેને માટે ખૂબ જ શ્રમ, આત્મજાગૃનિ અને ત્યાગની જરૂર છે, તેમ જ લાંબા સમયની પણ જરૂર છે. માત્ર કાગળ ઉપર તેમના જીવનપ્રસંગોને લખીને મને સંતોષ થાય તેમ નથી. આ કાળે તેમના જીવનને અનુસરી તેમનું કાર્ય આગળ ધપાવનારની વધારે જરૂર છે. માત્ર તેમના સિદ્ધાંતોનું તો તારટણ કરનારા વાચાળ પુરૂષો દ્વારા તેમના જીવનનું સાચું સ્મારક ક્યાંથી થાય? જુઓ સાચા શિષ્યની દૃષ્ટિ! દેહ, સંસાર અને ભોગ પ્રત્યે આસક્તિ ઘટે તેટલો સાધકના જીવનમાં વૈરાગ્ય પ્રગટયો કહેવાય. સંસાર-પરિભ્રમણનો મુખ્ય હેતુ રાગ છે અને જેથી જેનો જેટલો રાગ ઘટયો હોય તે તેટલા પ્રમાણમાં સંસારથી મુક્ત થઈ શકે. હા, એ જરૂરી છે કે વૈરાગ્યની સાથે સાથે સત્ય તત્ત્વજ્ઞાનની સાધના પણ હોવી જોઈએ કે જેથી વૈરાગ્ય પરમાર્થ-પ્રાપ્તિનું કારણ બને. - વૈરાગ્યના પ્રકારો વૈરાગ્યના અનેક પ્રકારોમાં, વૈરાગ્ય ઉત્પન્ન થવાનાં કારણોની દૃષ્ટિએ દુ:ખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મુખ્ય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય - જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય આ જમાનામાં દુર્લભ છે. ઘણું કરીને આવો વૈરાગ્ય યુવાવસ્થાને આંગણે ઊભેલા કે યુવાવસ્થામાં પ્રવેશેલા મનુષ્યને સ્વજન કહે તે દુઃખકર લાગે તો પણ તેમાં રહેલાં પોતાના હિતઅર્થે અવશ્ય સ્વીકારવી. Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૦૩ પ્રાપ્ત થઈ શકે છે. આવા ઉત્તમ પ્રકારના વૈરાગ્યની ઉત્પત્તિનાં મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે : (૧) પૂર્વભવના ઉત્તમ સંસ્કારો, જેને લીધે સહજપણે સંસારી કાર્યોમાં ઉદાસીનતા રહ્યા કરે. (૨) ઉત્તમ સંસ્કારોવાળું ધર્મપ્રધાન કુટુંબ અને સાત્વિકતાને પોષક વાતાવરણની પ્રાપ્તિ થાય. (૩) ઊંચા પ્રકારનું આધ્યાત્મિક સાહિત્ય વાંચવાનો સંયોગ બનવાથી અને તેમાં રુચિ ઉત્પન્ન થવાથી. (૪) અધ્યાત્મવેત્તા મહાપુરુષના જીવનની પ્રત્યક્ષ સમાગમ થાય અને તેના પ્રત્યે વિનયભક્તિ પ્રગટે, જેથી સહજપણે બીજા સાત્વિક ગુણોની સાથે સાથે વૈરાગ્યનો સાધકના જીવનમાં સંચાર થાય. આવા કોઈ પણ પ્રકારથી જે મહાભાગ્યવાન મનુષ્યને વૈરાગ્ય ઊપજે તેને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ દૂર રહેતી નથી. કારણ કે આત્મકલ્યાણનાં બને મુખ્ય કારણોની વિદ્યમાનતા હોવાને લીધે થોડા કાળના અભ્યાસથી જ તે મનુષ્ય આત્મજ્ઞાનની ભૂમિકાને સર કરી લે છે. વૈરાગ્યભાવની સાધના : જો આપણે ખરેખર આત્મકલ્યાણને ઈચ્છીએ છીએ તો વૈરાગ્યભાવને સર્વ પ્રકારે દઢ કરવો આપણા માટે આવશ્યક છે. આ વૈરાગ્યભાવની • કાંટા વચ્ચે ઉગે, ભમરાઓના ડંખને સહે તો યે ખીલતું, મધમધતું રહે પુષ્પ. કડકડતા તેલમાં ઉકળે કૃર હાથોમાં મસળીયે તોયે વહેરો સુગંધ પરિમલ; માનવ ? તુ તે પુષ્પ (ગુલાબ) પાસેથી કંઈ ના શીખે ? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અમૃત કળશ ઉત્પત્તિ, સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે નીચેની બાબતોને જીવનમાં વણી લેવી ઘટે : (૧) સત્સંગ-આરાધન : નિયમિતપણે દૈનિક, અઠવાડિક, માસિક કે વાર્ષિક કક્ષાએ અખંડ નિષ્ઠાથી સત્સંગની આરાધના કરવી જોઈએ. વ્યક્તિગત સંજોગો પ્રમાણે તે સાધના સદ્ગુરુના સાન્નિધ્યમાં હો, જ્ઞાનીની સમીપમાં હો કે સત્સંગી-મુમુક્ષુઓના સંગમાં હો. (૨) સત્શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ : આવાં શાસ્ત્રોમાં મુખ્યપણે સંસારભોગોની ક્ષણભંગુરતા અને તત્ત્વજ્ઞાન તથા સદાચારની ઉત્તમતાનું વર્ણન હોય છે. આવાં શાસ્ત્રોનું વાંચન, મનન, સ્મરણ, લેખન, પારાયણ, પ્રકાશન, અનુવાદ, બહુમાનપૂજા વગેરે વારંવાર કર્તવ્ય છે. (૩) નિયમિત ભક્તિ-કર્તવ્ય : પ્રભુના અને સંતોના ગુણોનું, ચારિત્રનું, માહાત્મ્યનું શ્રવણ-કીર્તન-રટણ-સ્મરણ-પૂજન-અર્ચન વગેરે વિધવિધ પ્રકારે ભક્તિમાર્ગની આરાધના કરવાથી કોમળતા, વિનય, ગુણગ્રાહક્તા, ઉલ્લાસ, પ્રસન્નતા આદિ ગુણોનો આપણા જીવનમાં પ્રાદુર્ભાવ થાય છે. (૪) વૈરાગ્ય વધારનારી ભાવનાઓનું ચિંતન : વૈરાગ્યને દૃઢ કરનારી અનેક ભાવનાઓ જ્ઞાની પુરુષોએ કહી છે. તેમાંની મુખ્ય નીચે પ્રમાણે છે: (૧) સંસારની અનિયતા દર્શાવનાર - અનિયભાવના. (૨) સંસારનું અશરણપણું દર્શાવનાર - અશરણભાવના. (૩) સંસાર-પરિભ્રમણનું ચિંતવન કરી તેથી પાર ઊતરવા માટેની ભાવના તે સંસારભાવના. તીર જેવા ન બનતાં તરાપા જેવા જ બનવું. બીજાને તારવાનું કામ કરનાર પોતે તો અવશ્ય તરે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૦૫ (૪) આત્મા એકલો જ જન્મો, એકલો જ મરશે અને એકલો જ કરેલાં કર્મનું ફળ ભોગવશે એમ અનુચિંતન તે એકત્વભાવના. સંસારમાં કોઈ કોઈનું ખરેખર નથી એમ ચિતવવું તે અન્યત્વભાવના. શરીર અપવિત્ર છે, રોગ-મળ-મૂત્ર-રક્ત-માંસાદિથી ભરેલું છે એમ ચિતવવું તે અશુચિભાવના. રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે ભાવો કરવાથી આત્મામાં નવાં કર્મોનું આવવું થાય છે એમ ચિતવવું તે આસ્ત્રવભાવના. જ્ઞાન-ધ્યાનમાં પ્રવર્તવાથી નવાં કર્મો આત્મામાં આવતાં અટકી જાય છે એવું ચિંતવન ને સંવરભાવના. (૯) સાચું તપ આદરવાથી જૂનાં કર્મો આત્માથી છૂટાં પડી જાય છે એમ ચિંતવવું તે નિર્જરાભાવના. (૧૦) ઊર્વલોક, મધબ્લોક અને અધોલોકના સ્વરૂપનું ચિંતવન તે લોકસ્વરૂપભાવના. (૧૧) સંસારમાં પરિભ્રમણ કરતા એવા આત્માને સાચું જ્ઞાન, સાચો સંયમ પ્રાપ્ત થવાં અતિ અતિ દુર્લભ છે એમ ચિંતવવું તે બોધિદુર્લભભાવના. (૧ર) સધર્મના ઉપદેશક અને શુદ્ધ શાસ્ત્રોની પ્રાપ્તિ થવી પરમદુર્લભ છે એમ ચિંતવવું તે ધર્મદુર્લભભાવના. આ પ્રકારે વૈરાગ્યભાવની સાધના કરવા માટે સ્વાર્થની વાતો અને સ્વાર્થનાં કાર્યોથી પાછા વળવું આવશ્યક છે. આ માટે નોકરી-ધંધામાં, ખાવા-પીવામાં, ગપ્પાં મારવામાં, રેડિયો-ટેલિવિઝનમાં, છાપાં• જેણે એક પરમાત્માને રખેવાળ રાખ્યો છે તેણે કદી ઊની આંચ પણ અનુભવી નથી. ૨૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અમૃત કળશ નવલિકા-ડિટેકિટવ-શૃંગારાદિક ભાવોને પોષવાવાળા સાહિત્ય-વાંચનમાં ઊંધ-આળસમાં, નાટક-સિનેમા-કલબમાં વીતી જતા સમયમાંથી અમુક ચોકકસ સમય, ફાજલ પાડવો જોઈએ. આમ કરવાનો મહાન પુરુષાર્થ સાધકે કર્યે જ છૂટકો છે. 9છે અસ્થિ ચરમમય દેહ મમ, તામે જૈસી પ્રીત, હોતી જો શ્રીરામમેં, તો નહિ હોત ભવભીત અર્થાત હાડકાં અને ચામડીવાળા મારા આ શરીરમાં તમને જેવી પ્રીતિ છે તેવી જો ભગવાન રામમાં હોત તો તમને સંસારનો જરા પણ ભય રહેત નહિ. પૂર્વભવના સંસ્કારી આ મહાન યુવક પર જાણે વજપાત થયો. તેના સુસંસ્કારો જાગી ગયા. અને આ વચનો તેના હૃદયની આરપાર નીકળી ગયાં. સાપેક્ષષ્ટિથી આત્માદિ પદાર્થોનું પરિજ્ઞાન ન કરવામાં આવે ત્યાં સુધી યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; તેથી સાધકે પણ શાસ્ત્રાધ્યયનમાં સાપેક્ષષ્ટિ રાખી જ્યાં જ્યાં જે જે બોધની પ્રાપ્તિ થાય ત્યાં ત્યાં તે બોધને તે તે દ્રષ્ટિકોણથી ગ્રહણ કરવો, પણ એકાંતપક્ષ ગ્રહણ કરી હઠાગ્રહી થવું નહિ. ઉદાર અને સાપેક્ષષ્ટિસહિત જ્યારે સાધક ગુણગ્રાહક • ત્રિવિધ તાપ ટાળવા એક હરિ શરણની છાયા નીચે જે ઊભા રહેવું પડશે. Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો થઈને આત્માની શુદ્ધિ અર્થે શાસ્ત્રોને સેવે છે ત્યારે તેને સત્ય વિવેકની પ્રાપ્તિ થવાથી અવશ્ય આત્મસમાધિ સિદ્ધ થાય છે. ઇતર વાચન અને આધ્યાત્મિક વાચનમાં આકાશ-પાતાળનો ફેર છે. પહેલાનું ધ્યેય લૌકિક-ઉપાધિની પ્રાપ્તિ કે મનોરંજન કે કાળનિર્ગમન (Pastime) છે જ્યારે આધ્યાત્મિક વાચનનું ધ્યેય ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ અને પદાર્થનો યોગ્ય નિર્ણય કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. ઘણા પ્રકારના સ્વાધ્યાયાદિનો પરિશ્રમ દીર્ધકાળ સુધી કર્યા છતાં જો આ ફળની પ્રાપ્તિ ન થાય તો સાધકે સલ્ફાસ્ત્રોની સાચી સાધના કરી છે એમ ન ગણી શકાય. સન્શાસ્ત્રોનો ઉપકાર સાધક ઉપર અમાપ છે. જે જે તત્વ બુદ્ધિગમ છે, નર્ક વડે સમજી શકાય છે, અનુમાન વડે પ્રમાણિત થઈ શકે છે અને અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે, તે તે તત્ત્વો બતાવીને તો સન્શાસ્ત્રો આપણા ઉપર ઉપકાર કરે જ છે પરંતુ દરકાળવાર્તા એવા રામ-રાવણાદિ પદાર્થો, દૂરક્ષેત્રવર્તી એવા મેરુ પર્વત, સ્વર્ગ કે નરકાદિ પદાર્થો અને અતિસૂક્ષ્મ એવા એકેન્દ્રિય જીવો વગેરેનું દિગ્દર્શન કરાવી સન્શાસ્ત્રો આપણને ત્રીજું નેત્ર પૂરું પાડે છે. વર્તમાનમાં અમુક મનુષ્યો શાસ્ત્રપાઠી તો થયેલા જોવામાં આવે છે પરંતુ યથાયોગ્ય પાત્રતા અને ગુરૂગમ (સદ્ગુર દ્વારા પ્રાપ્ત થવા ૦ બસંપત્તિ - શમ - દમ - તિતિક્ષા - ઉપરતિ - શ્રદ્ધા અને સમાધાન જેના જીવનમાં આવે છે તેને સઘળી સંપત્તિ સહેજે મળે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ યોગ્ય વિશિષ્ટ જ્ઞાનષ્ટિ) વિના તેમના પોપટિયા જ્ઞાનનો તેમના જીવન સાથે જાણે કાંઈ જ તાલમેલ (સંબંધ) હોતો નથી અને તેથી તેમનું તે જ્ઞાન (!) તેમને પરમાર્થ માર્ગથી ખૂબ ખૂબ દૂર જ રાખે છે. આથી જ મહાજ્ઞાનીઓએ કહ્યું છે : (i) આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર. (ii) જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિ મતિમાન, અવલંબન શ્રી સદ્ગુરુ સુખદ અને સુખખાણ. g ૭૮ અમૃત કળશ લગભગ અઢાર વર્ષ પહેલાંની વાત. મુંબઈમાં લાખો રૂપિયાની વાર્ષિક આવકવાળા એક વેપારીને તેમના એક મિત્રે એક પુસ્તક વાંચવા માટે આપ્યું : આ વેપારીએ પ્રથમ તેનું સામાન્ય અવલોકન કર્યું, પણ જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ જાણે કે તેમના હૃદયને તે વેધક વચનો સ્પર્શી ગયાં. પોતે સંગીતના ખૂબ શોખીન હતા અને અનેક પ્રકારના રાગરંગમાં ડૂબેલા હતા. થોડા જ વખતમાં આ પુસ્તકના વાચનની અસરથી તેઓએ બધી પ્રવૃત્તિ સંકેલી દેવલાલી (નાસિક રોડ પાસે, મહારાષ્ટ્ર)માં એક સુંદર આશ્રમ બનાવી, બહ્મચર્યવ્રત ગ્રહણ કરી, ભક્તિમય સાદું જીવન અંગીકાર કર્યું. આ વેપારી તે બીજા કોઈ નહિ પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, દેવીલાલીના મુખ્ય ટ્રસ્ટી આત્માર્થી શ્રી જયસિંગભાઈ, અને આ પુસ્તક ષટ્ચકભેદી સપ્તમ સ્થાને પહોંચે છે તે હરીવરના ચરણમાં જ હોય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ... આ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૦૯ તે ગુજરાતી ભાષાના અપૂર્વ અધ્યાત્મજ્ઞાનકોષ સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્ર. આ ગ્રંથમાં ભરેલી અદ્ભુત અનુભવવાણીના જાદુએ રંગીન સિંગભાઈને સંગીન સાધનામાર્ગ તરફવાળી દીધા. પ્રતિબિંબ નીચેની પ્રસિદ્ધ અંગ્રેજી કહેવતમાં પણ પડયું છે - જ્યાં નિયમિતતાનું સર્વોચ્ચ પાલન કરનાર માટે કહેવાય છે : "He is religiously regular.' હવે વિચારીએ કે અધ્યાત્મસાધનામાં નિયમિતતાની આટલી બધી આવશ્યકતા કેમ બતાવવામાં આવી છે. પ્રથમ તો સાધનામાં અનાદિકાળના પડેલા કુસંસ્કારો અને કુટેવોને સુસંસ્કારો અને સાચી ટેવોના પુટ આપવા વડે ઢીલા કરી નાખવાના છે. આમ, જો કુસંસ્કારો અને કુટેવોના બળનો પરાજ્ય કરવો હોય તો સ્વાભાવિકપણે જ નિયમિત રીતે તેનાથી વિરુદ્ધ ભાવોનું (સુસંસ્કારોની સાધનાનું) ઠીક ઠીક કાળ સુધી સેવન કરવું જોઈએ. વળી વિશેષ એમ છે કે આત્મસાધનાની સફળતા આત્માનવથી છે, તેની પ્રાપ્તિ મનોજ્યથી છે અને તેની પ્રાપ્તિ સમસ્ત જીવનની પ્રક્રિયાઓને એક સુનિશ્ચિત ઢાંચામાં ઢાળવારૂપ નિયમિતતાથી છે. જો મનને જીતવું હોય તો નિયમિતતાપૂર્વક પાડેલી સારી ટેવોમાં નિષ્ઠાવાન થવું પડશે. ટૂંકમાં, સાધનાની ચરમ સીમા જે સમાધિ, તેની પ્રાપ્તિ અર્થેની બે સૌથી અગત્યની બાબતો જે સમ્બોધ અને આત્મસ્થિરતા - તે બને માટે નિયમિતતા આવશ્યક છે. • ચતુર્થ સાધનસંપન્ન મનુષ્યને મોક્ષ દ્વારના ચાર દ્વારપાળો શાંતિ, વિચાર, સંતોષ અને સંસંગ સામા આવી મિત્ર થાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ८० ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ થતાં આત્મશાંતિ, પ્રસન્નતા અને આત્મસમાધિની પ્રાપ્તિ થશે. અમૃત કળશ નિયમિતતાની સિદ્ધિ માટે ત્રણ ઉપયોગી બાબતો અનુભવી પુરુષોએ આપણને બતાવી છે. પ્રથમ તો નિયમિતતાની મહાન અંગત જીવનમાં સ્વીકારીને તેને પ્રાપ્ત કરવાનો અત્યંત ઢ નિર્ણય કરવો જોઈએ. બીજું, આ નિર્ણયને સાકાર કરવા માટે અભ્યાસની પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાઓમાં કોઈ સુસંચાલિત આશ્રમ, પરમાર્થસંસ્થા કે ગુરુકુળમાં રહેવું જોઈએ. આવી સંસ્થાઓમાં સાધનાનો સમય નિયત કરેલો હોય છે અને તે માટે ઘણુંખરું ઘંટ વગાડી સૌને જાગ્રત કરવામાં આવે છે. સવારે, બપોરે, સાંજે અને રાત્રે - એમ બધાય સમયે નિયમિતપણે સત્સંગ-ભક્તિ પ્રવચન-ધ્યાન વગેરેમાં જવાથી એક જાતની ટેવ પડી જાય છે અને જો આત્મજાગૃતિ હશે તો તે ટેવ ઘેર આવ્યા પછી પણ ચાલુ રાખવામાં આવશે. અને આવા અભ્યાસ પછી છેલ્લે, નિયમનું ગ્રહણ એટલે વ્રત લેવું તે પણ નિયમિતતાને દઢ કરવા માટે અત્યંત જરૂરી છે. વ્રતગ્રહણનો એવો મહિમા છે કે જ્યારે જ્યારે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરવાનો અવસર ઊભો થશે ત્યારે તુરત જ વ્રતરૂપી વાડ આપણું તેનાથી તેનાથી રક્ષણ કરશે, અને આમ નિયમિતતાને ધીમે ધીમે આપણા જીવનનો એક સહજ સ્વભાવ બનાવી દેશે. આ કારણથી જ આપણા પૂર્વાચાર્યો, અને સંત-મહાત્માઓએ વ્રતનું આર્થિક મહત્ત્વ આત્મસાધનામાં સ્વીકાર્યું છે. શરીરના દશે દરવાજા પર જેનો સાવધ પહેરો છે તેને ત્યાં કોઈ શત્રુ ફાવતો નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૧૧ છેલ્લે નિયમિતતાની સાધના બાબત ઘણા મુમુક્ષુઓ તરફથી ફરિયાદ કરવામાં આવે છે કે નિયમિત જીવન જીવવું તેમને માટે બહુ જ કઠિન છે. હવે જો ખરેખર વિચારીએ તો સાધનામાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ વધારે ને વધારે કુદરતી - સ્વાભાવિક બનતા જવાનું છે. કુદરતના ન્યાયમાં નિયમિતતા દૃષ્ટિગોચર થાય છે. સૂર્ય સવારે જ ઊગે છે અને સાંજે જ આથમે છે. ચંદ્ર સાંજે જ ઊગે છે અને સવારે અદશ્ય થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું પોતપોતાના મહિનાઓમાં જ આવે છે. ફળ-કુલ-શાકભાજી વગેરે પણ નિયમિત સમયે જ આવે છે અને સાગરમાં ભરતી-ઓટની વ્યવસ્થા પણ નિયમિત જોવામાં આવે છે. જે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ બૅરિસ્ટરની ડિગ્રી લેવા વિલાયત ગયા ત્યારની આ વાત છે. ત્યાંના વિશ્વવિદ્યાલયનો જે પહેરેગીર હતો તે આ વિદ્યાર્થીને નિયમિતપણે લાઈબ્રેરીમાં વાંચવા આવે ત્યારે મળતો. સવારના નવ વાગ્યે તેઓ લાઈબ્રેરીમાં વાંચવા પહોંચી જતા. થોડા જ સમયમાં આ પહેરેગીરને તેમની અચૂક નિયમિતતા બાબત એટલો તો વિશ્વાસ બેસી ગયો કે વલ્લભભાઈ આવે ત્યારે જ તે વિશ્વવિદ્યાલયના ટાવરને ચાવી આપતો અને સમય પણ મેળવી લેતો. જેટલો વખત વલ્લભભાઈ ત્યાં રહ્યાં ત્યાં સુધીમાં કોઈ પણ દિવસ ટાવરની ઘડિયાળ વહેલી મોડી થયાની એક પણ ફરિયાદ વિશ્વવિદ્યાલયની ઑફિસમાં આવી નહોતી. જુઓ નિયમિતતાનો જીવતોજાગતો નમૂનો ! એકાદશ ઇંદ્રિય રૂપી અશ્વ પોતાના કંટ્રોલમાં દોડે છે તે તો | પવનવેગે પ્રભુ સુધી પહોંચી જાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અમૃત કળશ આ જડ અને રૂપી તત્વથી જુદા સ્વભાવવાળું, જાણવા - દેખવાની શક્તિવાળું ચૈતન્ય તત્વ છે, જેને આત્મા, જીવાત્મા, પરમાત્મા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આવું ચૈતન્ય દરેક પ્રાણીમાત્રમાં રહેલું છે અને તેની સત્તાથી જ આ સમસ્ત વિશ્વમાં રમણીયતા વ્યાપેલી જોવામાં આવે છે. જોકે તેના ગુણોનો કોઈ પાર નથી. છતાં ટૂંકમાં તેને મહાત્માઓએ આવા મુખ્ય ગુણોવાળું કહ્યું છે : સમતા, રમતા, ઊરઘતા, જ્ઞાયક્તા સુખભાસ; વેદના ચૈતન્યતા, એ સબ જીવવિલાસ." જડ અને ચેતન - એમ આ બે પદાર્થો એકબીજાનું નિમિત્ત પામીને, પોતપોતાની યોગ્યતા મુજબ અનેક રીતે પરિણમી રહ્યા છે. જગતના વિવિધ પ્રકારના સૂક્ષ્મ કે ધૂળ જડ પદાર્થોનો સંયોગ પામીને જગતના જીવો તેમાં હર્ષ વિવાદની લાગણી તન્મયપણે અનુભવી રહ્યા છે અને આવા વિવિધ ભાવોને વિભાવ ભાવો કહે છે, જે જીવની સંસારી દશામાં નિરંતર નવા નવા થયા જ કરે છે અને જીવ આકુળતા અનુભવ્યા જ કરે છે. આ સદીના પ્રારંભકાળની બિના. તે સમયે અત્યાર જેવી શાળા-મહાશાળાઓને બદલે મોટા ભાગે તો વિદ્યાર્થીઓને ગુરુકુળમાં જ શિક્ષણ આપવામાં આવતું. આવા કોઈ • બાર સાંધે ને તેર તૂટે એવી દશામાં ના પડીશ. સઘળી ચિત્તની વૃત્તિઓને સામટી સમેટ પ્રભુચરણમાં. Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૧૩ ગુરુકુળમાં એક દિવસ મોટી આગ લાગી. સૌ ગભરાઈ ગયા અને પોતાના હાથમાં આવ્યું તે વાસણ લઈને આગને ઓલવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ અગ્નિદેવ રૂઠયા હતા. ટાંકીમાં પાણી પૂરતા પ્રમાણમાં નહોતું તેથી જો કુવામાંથી રહેટ દ્વારા પાણી કાઢવામાં આવે તો જ પૂરતા પ્રમાણમાં પાણી મળે. રોંટનો બળદ બીજા ગાડા સાથે જોડવામાં આવ્યો હતો અને તે ગાડું મહેમાનને લેવા ગયું હતું. આ પરિસ્થિતિમાં શું કરવું ? કોઈક બળદ લેવા દોડ્યું, તો કોઈક દૂરથી પાણી લેવા દોડ્યું. ગુરુકુળના વિદ્યાર્થીઓમાં એક દૂબળો પાતળો વિદ્યાર્થી પેલા રહેટ સાથે જોડાઈ ગયો અને પોતાનું બધુંય બળ વાપરીને રહેંટ ચલાવવા લાગ્યો. ટાંકીમાં પુષ્કળ પાણી ભરાવા લાગ્યું. થોડા વખતમાં તો સેંકડો ડોલ અને ઘડાના પાણીથી આગ કાબૂમાં આવી ગઈ. આગ કાબૂમાં આવી જતાં ગુરૂજીએ પૂછ્યું : “ભાઈઓ ! રહેટ બંધ છે તો પાણી આવ્યું ક્યાંથી ? 'ગુરુજી, રહેતો ચાલુ છે. એક વિદ્યાર્થીએ બળદના સ્થાને પોતાને જોતરી દીધો છે. જવાબ મળ્યો. સૌએ જઈને જોયું તો એ દૂબળોપાતળો વિદ્યાર્થી હજુ રોંટ ચલાવી રહ્યો હતો. ગુરુજીએ તુરત દોડીને તેને રોક્યો, જોતરેથી છૂટો કર્યો અને અનેક ધન્યવાદ આપી કહ્યું : 'બેટા ! ગુરુકુળમાં જ્ઞાન તો ઘણાએ લીધું છે પણ તે જ્ઞાનનો ઉત્તમ કાર્યમાં સદુપયોગ કરી, તે જ એની સાર્થક્તા ચરિતાર્થ કરી બતાવી છે. આ દૂબળોપાતળો વિદ્યાર્થી આગળ જતાં ભારતીય સંસ્કૃતિ અને સદ્વાચનના પ્રખર હિમાયતી તરીકે ભિક્ષુ અખંડાનંદ કહેવાયો. તેમણે • પૂર્ણિમાનો ચંદ્રમા કાલે જ ઊગશે, જરા ધીરો રહે. Jain Edugun International Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અમૃત કળશ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના કરી આપણને ગુજરાતીમાં ઉત્તમ સાહિત્ય આપ્યું. જોકે દુર્જનને ધિકકારવાનો નથી પણ તેની દુર્જનતાને જ બહિષ્કાર કરવાનો છે, તોપણ સામાન્ય માણસે દૂરથી જ દુર્જનનો પરિચય કરવો; નહિ તો નકકી છે કે તેના અલ્પ પરિચયથી પણ મનુષ્યને આ લોકમાં ભય, આકુળતા, શંકા અને અશાંતિ ઊપજે છે અને દુષ્કાર્યોમાં પ્રવૃત્તિ થવાથી સારા સંસ્કારો નાશ થાય છે. : સંગ તેવો રંગ : મનુષ્ય જેની સોબત કરે છે તેની વત્તેઓછે અંશે તેના ઉપર અસર થયા વિના રહેતી નથી. આ કારણથી જ સંતોએ નિરંતર સત્સંગમાં રહેવાનો અને દુર્જનોના સહવાસથી બચવાનો સાધકને વારંવાર ઉપદેશ કર્યો છે. જે વિવેક ચૂકી જાય છે અને ગમે તેવાની સોબતે ચડી જાય છે તે અચૂકપણે વિનાશમાર્ગે જ દોરાઈ જાય છે. માટે મહાન પ્રયત્ન કરી દુર્જન નીકળ ? વાદળોના ઘેરામાંથી ને ખીલી ઊઠ? જો તારા નીતરતા તેજે સારી સૃષ્ટિ અમૃત પામે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૧૫ પુરૂષોના સંગથી સાધકે બચવાનું છે અને સત્સંગનો યોગ મહાન ઉદ્યમથી શોધીને તેવા યોગમાં રહી આત્મકલ્યાણ સાધવાનું છે. આ પરમપદનું સ્મરણ-ધ્યાન કરવાથી અત્યંત મંગળની પ્રાપ્તિ થાય છે. એટલે કે પાપભાવોનો નાશ, પુણ્યની પ્રાપ્તિ અને શુદ્ધાત્માનો લક્ષ ઉપજે છે. જોકે આ પદની પ્રાપ્તિ આ કાળે મુખ્યપણે આદર્શરૂપ છે જે હકીક્ત હોવા છતાં પણ આ પરમપદનું યથાર્થ અને વૈજ્ઞાનિક જાણપણું મોહનો નાશ કરી ઉત્તમ એવા આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ કરાવે છે, માટે ફરી ફરી પ્રયત્નપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને અત્યંત ઉત્સાહપૂર્વક આ પરમપદનું શ્રદ્ધાન, જ્ઞાન, સ્મરણ અને અનુસરણ ભવ્ય જીવોનું સર્વતોમુખી કલ્યાણ કરનારું છે એમ જાણીએ છીએ અને તે પદપ્રાપ્તિની દિશામાં પ્રયત્નશીલ છીએ. જન્મથી જ અતિશય વિચક્ષણ બુદ્ધિના ધારણ કરનારા મનુષ્યો ઇતિહાસપ્રસિદ્ધ પણ છે અને નજીકના ભૂતકાળમાં પણ થયેલા દેખાય છે. જે પ્રકારની અને જે પ્રમાણની બુદ્ધિ અમુક વયમાં કે અમુક સંજોગોમાં સંભવી જ ન શકે તેવી અતિ વિરલ અને અતિ વિશિષ્ટ » અનંત આનંદ તે જ પ્રાપ્ત કરી શકે છે કે જે ગમે તેવા સંકટોમાં પણ સમતા ધારણ કરે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અમૃત કળશ પ્રજ્ઞાસંપન્નતા દેખી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આનાં દષ્ટાંત હવે પછી આપણે જોઈશું. નવજાત શિશુનાં હાસ્ય, કંપ અને રુદનનાં કાર્યો તેના વર્તમાન જીવનના કોઈ પણ શિક્ષણ કે અનુભવ વિના પણ થતાં જોવામાં આવે છે. આ કાર્યો તેનામાં ઉત્પન્ન થયેલાં હર્ષ, ભય અને શોકને પ્રદર્શિત કરે છે. જો અમુક અનુભવ પૂર્વનો ન માનીએ તો અનુકૂળ સંજોગોમાં હર્ષ, મોટો અવાજ આદિ થતાં ભય, અને ભૂખ લાગતાં શોકનો અનુભવ તેને ક્યાં કારણોથી સમજી શકાય ? સ્તનપાન કરવાની ઇચ્છાથી પ્રેરાઈને જ તે શિશુ ભૂખની નિવૃત્તિ અર્થે સંકલ્પપૂર્વક પ્રવૃત્તિ કરે છે, જેથી આ કાર્ય ભૂખનિવર્તક છે એમ તેને પૂર્વઅનુભવ હોવો જોઈએ તેમ સાબિત કરે છે. આવા પૂર્વસંસ્કાર આ જીવરમાં તો પ્રાપ્ત થયા નથી તે પૂર્વજન્મમાં પ્રાપ્ત થયા હોવા જોઈએ એમ સ્વીકારતાં પૂર્વજન્મ સાબિત થાય છે અને તેથી પુનર્જન્મ પણ આપોઆપ સાબિત થઈ જાય છે ધર્મભાવનાથી વિમુખ, કૂર, વ્યસનલંપટ, દુર્જન કે બીજા વિપરીત ભાવવાળા મનુષ્યોનો સંસર્ગ થતાં, અથવા તેઓ વડે અવરોધ ઉત્પન્ન થવા છતાં પણ તેઓ પ્રત્યે અંતરમાં મલિન ભાવ ન લાવવો અને આત્મકલ્યાણમાં લાગ્યા રહેવું તે માધ્યસ્થભાવના છે. • બહાર બધે વિષ જ વિષ ભરેલું છે. અંતરમુખ થા અને પૂર્ણ અમૃતકુંભને શોધી કાઢ. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૧૭ વર્તમાન કાળમાં વિવિધ ધર્માવલંબી મનુષ્યો જોવામાં આવે છે. વળી કહેવાતા એક ધર્મમાં પણ અનેક મતભેદ અને પેટાભેદ દેખવામાં આવે છે. હવે સાચો ધર્મ તો આત્મશુદ્ધિની સાધના છે, તો આપણે મુમુક્ષુઓએ તો તે જ આત્માના શુદ્ધીકરણના પ્રયોગરૂપ ધર્મને આદરવાનો છે. આમ કરતી વખતે બીજાઓના અભિપ્રાય, માન્યતા, રીતરિવાજ કે સાધનાપદ્ધતિ આપણાથી જુદા હોય તો પણ તેમની સાથે વ્યર્થ વાદવિવાદ કે ઝઘડામાં પડયા વિના શાંત ચિત્તથી જેમ વીતરાગભાવની વૃદ્ધિ થાય અને તે સાધવાનાં ઉત્તમ બાહ્યાંતર સાધનોનું યથાપદવી અવલંબન લેવાય તે પ્રકાર ભજવાનો છે, પણ હું એક જ પૂર્ણ જ્ઞાની કે પૂર્ણ સત્યવાદી છું. તમે બધા અજ્ઞાની-મિથ્યાષ્ટિ છો એવો કટુભાવ અંતરમાં લાવવાનો નથી. વિશાળ દૃષ્ટિ વડે જેમ સમયોગની આરાધનામાં આપણે લાગી જઈએ અને આપણી ઉદાર દૃષ્ટિમાં જીવમાત્ર સમાઈ શકે એવો ઉત્તમ જીવનવ્યવહાર આદરીએ એ જ આપણી સાચી માધ્યસ્થ ભાવનાનું જીવતું જાગતું પ્રતીક છે. ઉપલક દૃષ્ટિએ જોતાં શ્રદ્ધા અને યુક્તિ જોકે એકબીજાનાં વિરોધી લાગે છે પણ તાત્વિક શ્રદ્ધાની ઉત્પત્તિના મૂળમાં રહેલાં તત્ત્વોમાં મુખ્ય તો સુયુક્તિ અને સ્વાનુભવ જ છે, માટે એમ જાણીએ છીએ કે મહમ્પયના ઉદયવાળા કોઈ મહાન પરાક્રમી પુરુષને જ વસ્તુસ્વરૂપની | • સમદર્શિતા, સમતા અને ઉદારતા કેળવો. શ્રદ્ધા, ભક્તિ અને ડહાપણ વધારો. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અમૃત કળશ સાચી શ્રદ્ધા થાય છે. આનું કારણ એ છે કે સુયુક્તિને અનુસરવામાં વિશાળ બુદ્ધિ, પ્રામાણિક્તા અને અનાગ્રહષ્ટિની જરૂર છે, તથા સ્વાનુભવ માટે અભ્યાસરૂપ સતત પરિશ્રમ, ધીરજ, સદ્બોધ અને સદ્ગુણસંપન્નતાની જરૂર છે. ¤ ૯૧ શ્રદ્ધા વિના પ્રાપ્ત કરવામાં આવેલું વિપુલ જ્ઞાન પણ મિથ્યા અને કઠિન ચારિત્ર પણ કુચારિત્ર કહ્યું છે, તેથી ગમે તેવો મહા પ્રયત્ન કરીને પણ સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરવી જોઈએ. અનંતાનુબંધી (જે ભાવ કરવાથી એવું તીવ્ર કર્મબંધન થાય કે જેથી અતિ અતિ દીર્ધકાળ (અનંતકાળ) ભ્રમણ કરવું પડે તે) સંસારનો ભાવ જેનાથી તૂટી જાય છે, તત્કાળ જ અંતરમાં શાંતિ, પ્રસન્નતા અને અતીન્દ્રિય આનંદરસનો આસ્વાદ જેનાથી અંશે અનુભવાય છે,જે પ્રગટવાથી વિવેક(ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ખરેખર ચાલુ થઈ જાય છે, જે પ્રાપ્ત થવાથી વસ્તુસ્વરૂપનો નિ:શંકપણે નિર્ણય થતાં સ્વ સ્વ-રૂપે અને પર પરરૂપે ભાસવા લાગે છે, જેની ઉપલબ્ધિ થવાથી સંસારની વાતોમાં રસ રહેતો નથી, અને ઉત્કૃષ્ટ એવી દુન્યવી સંપત્તિ પ્રાપ્ત થાય તોપણ તે વિશે ઉપાદેય બુદ્ધિ ઊપજતી નથી તે જ સાચી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધાના ઉદયથી એક શુદ્ધ આત્મા પ્રત્યે અપૂર્વ રુચિ ઊપજે છે, દ્વન્દ્વોમાં રોકાણ થતું નથી, ત્રિવિધ તાપોથી ઉપશમ થવાય છે, ચતુર્વિધ ગતિઓના ત્રાસથી છૂટીને પરમ પંચમતિ પ્રત્યે પ્રેમપૂર્વક આરાધના બને છે, છ પ્રકારના અનાયતનોમાં પ્રીતિ • પ્રભુને પ્રેમ અને ભક્તિપૂર્ણ પ્રાર્થના કરીને પછી જ તેનું ધ્યાન ધરો. ઘર્થના કરીને પછી જ ત Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૧૯ ઊપજતી નથી તથા સમ ભય અને આઠ મદથી રહિતપણું થઈ નવનિધ પ્રત્યથી પણ વૃત્તિ હટી જાય છે. આમ, આ સમકશ્રદ્ધા અતિ અપૂર્વ અને કલ્યાણ પંરપરાની જનની છે; તેથી તેની ઉપાસના સાધકે અગ્રિમતાના ધોરણે કરવી રહી એવો આત્માનુભવી શ્રીગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે. : શ્રદ્ધાનો મહિમા : (૧) હંસામૂ મો (સાચી) શ્રદ્ધા તે ધર્મનું મૂળ છે. (૨) સર્વગુણાંશ તે સમ્યકત્વ (સાચી શ્રદ્ધા) (૩) જ્ઞાની પુરુષના વાક્યના શ્રવણથી ઉલ્લસિત થતો એવો જીવ ચેતન-જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. (૪) શ્રદ્ધા મનુષ્યની તે શક્તિઓમાંની એક છે જે મનુષ્યને જીવંત રાખે છે; શ્રદ્ધાના પૂર્ણ અભાવનું નામ જ જીવનનું અવસાન છે. (૫). વિશ્વાસ, વિશ્વાસ, પોતાના આત્મામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ. આ જ જીવનસફળતાનું રહસ્ય છે. (૬) મો કહાં તું ટૂંઢે બંદે હૈં તો તેરે પાસમેં, કહત કબીર સુનો ભાઈ સાધો મેં તો હું વિશ્વાસમેં. આપણને બીજામાં દોષ દેખાય તો જાણવું કે આપણામાં જ દોષ છુપાયેલા છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અમૃત કળશ (૯) (૭) શ્રદ્ધાનું મૂળ તત્ત્વ છે બીજાની સાચી મહત્તાનો સ્વીકાર. (૮) ખરેખર તો નિરાશ થઈ ગયેલા હૃદયને સાંત્વના, અવલંબન અને નવજીવન અપર્ણ કરવાવાળી આ શ્રદ્ધા જ છે. શ્રદ્ધામાં આત્મસમર્પણ રહ્યું છે. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમકત્વ (સાચી શ્રદ્ધા) થાય નહિ. સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. () અવિનય, (a) અહંકાર, () અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહિ છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (૩) રસલુબ્ધપણું - એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. (૧૦) શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તે જીવો ભ્રષ્ટ છે, તેમનો મોક્ષ થતો નથી. ચારિત્રભ્રષ્ટ (સુધરે તો) મોક્ષે જાય છે, શ્રદ્ધાભ્રષ્ટ મુક્તિને પામતા નથી. બંગાળના એક મહાન નવલકથાકાર. એમનું નામ બંકિમ ચંદ્ર, | એમણે ભારતને રાષ્ટ્રગીત વંદે માતરમું આપ્યું. તેઓ મહાન સાહિત્યકાર હતા, તેમને પોતાના પ્રત્યેક કાર્યમાં - પછી તે નાનું હોય કે મોટું – અપૂર્વ શ્રદ્ધા હતી. તે ઘણી વાર પોતાના મિત્રોને જણાવતા કે મનુષ્યમાં જે દિવસે શ્રદ્ધાના તત્ત્વનું વિલોપન થશે તે દિવસથી તે સાચા માણસ તરીકે મટી જશે. • પૂર્વગ્રહ એ હૃદયની નબળાઈનું પરિણામ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો તેમણે પોતાની એક નવલકથામાં 'વંદે માતરમ્નું કાવ્ય લખ્યું હતું. નવલકથાના વસ્તુને અમુક અંશે અનુલક્ષીને કાવ્ય લખાયું હતું અને તેથી એમના કેટલાક મિત્રોને એ કાવ્ય ખાસ પ્રભાવિત કરી શક્યું નહોતું એમની સાહિત્યપ્રેમી પુત્રીને પણ એ કાવ્ય પરત્વે વિશેષ શ્રદ્ધા હતી નહિ. - એક વાર તે બંકિમચંદ્ર પાસે બેઠી હતી. બંકિમચંદ્રની તબિયત સારી નહોતી. એમનું શરીર નંખાઈ ગયું હતું. રોગનું જોર વધ્યું હતું, અને એમ લાગતું હતું કે થોડા દિવસ હવે તે માંડ કાઢશે. આવી તબિયત રહેતી હોવા છતાં એમનો સાહિત્ય શોખ જરાયે ઘટયો નહોતો. પોતાની પાસે બેઠેલી પોતાની પુત્રી સાથે પણ અત્યારે બીજી વાતો છોડીને તેઓ સાહિત્યની વાતોએ વળગ્યા હતા. ૧૨૧ એ વાતો દરમિયાન પુત્રીએ પિતાને પૂછ્યું : પિતાજી, તમારું ‘વંદે માતરમ્'વાળું ગીત ઘણા માણસોને ગમતું નથી. પિતાએ પુત્રીની સામે ષ્ટિ કરી. તેમણે જરા ઉધરસ ખાઈને પુત્રીને પૂછ્યું : 'તને એ ગમે છે કે નહિ? પુત્રી બોલી : 'મને ગમે એથી શું ? શ્રદ્ધાવાન પિતાએ કહ્યું : બેટી, મને એ કાવ્ય પર એટલી બધી શ્રદ્ધા છે કે એક વેળા એ કાવ્ય સર્વ હિંદીઓની આંખો ખોલી નાખશે. એકેએક ધેર એ કાવ્યનો ગુંજારવ થશે. મને આમાં લેશ પણ શંકા નથી. તું નિશ્ચિંત રહે.' કેવી ગજબની આત્મશ્રદ્ધા ! આજે એમની એ શ્રદ્ધાનો સાક્ષાત્કાર આપણે જોઈ શકીએ છીએ. ¤ માણસના પરસ્પર વિરોધી ખ્યાલો જ તેના નૂરને હણી જાય છે. Jain Edu on International Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અમૃત કળશ જ્યાં જેટલું સત્યનું અનુસરણ હોય છે ત્યાં તેટલી પારમાર્થિક મહત્તા અવશ્યપણે પ્રગટ થાય છે. લોકમાં પણ સત્કાર્યો એકનિષ્ઠાથી અને સ્વાર્થરહિતપણે કરે તેને સુયશની પ્રાપ્તિ થાય છે અને તે પુરુષ મહાન ગણાય છે. આવા લોકકલ્યાણનાં અનેક કાર્યો છે અને નિ:સ્વાર્થ સમાજસેવકો, સજજનો, માનવતાવાદીઓ અને પરહિત-રત સંતો આવાં કાર્યો કરતા રહે છે. આવાં કાર્યોમાં સદાવ્રતો ખોલવાં, ધર્મશાળાઓ બંધાવવી, બાલમંદિરો, શાળાઓ, કોલેજો, વિશ્વવિદ્યાલયોનું નિર્માણ કરવું, હૉસ્પિટલો, ઔષધશાળઓ, અનાથાલયો, મહિલાવિકાસગૃહો વગેરે ખોલવાં, ખાદી-ગ્રામોદ્યોગને વિકાસમાં ફાળો આપી ગ્રામજનતાને ઉપકારક થવું વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યો કરવામાં ધન, સત્તા, ઓળખાણ, લોકસંપર્ક વગેરેની જરૂર પડે તે સહેજે સમજાય તેવું છે. આવા પ્રકારની નિઃસ્વાર્થ સેવા દ્વારા કાંઈક ચિત્તશુદ્ધિ અને સાત્વિક ગુણોનો વિકાસ થઈ શકે છે અને આત્મામાં થોડીઘણી સાચી મહત્તા પ્રગટે છે એમ પણ કોઈ અપેક્ષાએ કહી શકાય. આ સદીના એક મહાપુરુષના જીવનની આ ઘટના છે. નાની ઉંમરથી જ જ્ઞાન-વૈરાગ્યની આરાધનામાં લાગેલ હોવાથી અને આદર્શ સાધકનું જીવન ગાળતા હોવાને લીધે તેમનું શિષ્યમંડળ પણ વિસ્તૃત હતું. એક વાર સૌ શિખોને આ મહાપુરુષની જન્મજયંતી ઊજવવાનો ભાવ થયો. • સુખ, સમૃદ્ધિ અને શાંતિની ખોજ એટલે માનવીની આત્મ-ખોજ. Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૨૩ તેથી સૌએ તેમની પાસે જઈ વિનંતી કરી, ગુરુજી ! અમારી એક પ્રાર્થના સ્વીકારશો ? ગુરુજીએ સંમતિ આપતાં તેઓએ કહ્યું, થોડા દિવસમાં આપની જન્મજયંતી આવે છે તો તે ઊજવવાની સંમતિ માગવા અમે સૌ આવ્યા છીએ.' કંઈક અણધારી બિના બની હોય તેમ તે મહાપુરુષ બોલ્યા, જુઓ ભાઈઓ ! આપની પ્રાર્થનાનો હું નીચેનાં કારણોસર સ્વીકાર કરી શક્તો નથી. પ્રથમ તો જન્મદિવસ તે આનંદનો વિષય નથી, કારણ કે આત્મશ્રેય પ્રાપ્ત કરવા મળેલા આ મનુષ્ય અવતારમાંથી એક વર્ષ ઓછું થયું, એવું તે દિવસે આપણને ભાન થવું જોઈએ. બીજું, જે મહાત્માએ અધ્યાત્મજીવનની ચરમસીમા પ્રાપ્ત કરી જીવન્મુક્ત દશા પ્રગટ કરી હોય કે જેથી ફરી જન્મમરણના ફેરામાં ન આવવું પડે તેવા લોકોત્તર મહાપુરુષની જન્મજયંતી ઊજવવી જ યોગ્ય છે. હું તેવી સ્થિતિને પ્રાપ્ત થયો નથી. વળી જડ, વિકારી અને વિનાશી એવા આ દેહની જન્મયંતી શું ઊજવવી ? જો તસ્વષ્ટિએ વિચારીએ તો ચૈતન્યરૂપી, નિર્વિકારી અને અજર-અમર એવા આત્માની જન્મજયંતી કે મૃત્યુતિથિ બને સમાન જ છે.' આવા અર્થગંભીર ઉર્બોધનથી શિખમંડળી તો સ્તબ્ધ થઈ ગઈ. આ મહાપુરુષ ને તિરુવન્નામલેના પ્રસિદ્ધ તપસ્વી શ્રી રમણ મહર્ષિ. આપણે સૌ ઇ.સ. ૧૯૯૩ના વર્ષમાં ભારત દેશમાં રહીએ છીએ. સામાન્ય રીતે આ યુગને વીસમી સદી અથવા અણુયુગ અથવા • જે આપ્યું તે જવાનું જ છે તેથી તેનું નહીં પણ જે શાશ્વત છે | તેનું ધ્યાન ધરો. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અમૃત કળશ વિજ્ઞાનયુગ કહે છે. જોકે લોકમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આપણે આ જમાનામાં બહુ સુધર્યા છીએ અથવા ઘણી પ્રગતિ કરી છે તો પણ આ વાત માત્ર બાહ્ય સગવડની વૃદ્ધિની ષ્ટિએ જ સત્યાર્થ માનીએ છીએ. ખાવા-પીવાની, બેસવા ઊઠવાની, અવરજવરની કે તાર, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન વગેરેની સગવડ વધી છે એ વાત ખરી, પણ તેથી આપણે સુધર્યા છીએ કે કેમ ? ખરેખર સુખી થયા છીએ કે કેમ ? એ આદિ વિચારણીય છે. પહેલાંના જમાનામાં સાદાઈ હતી, સંતોષ હતો, મુખ્યપણે આપણો વસવાટ ગ્રામવિસ્તારોમાં હતો. આપણી જરૂરિયાતો મર્યાદિત હતી અને તેથી આપણો ખર્ચ પણ મર્યાદિત હતો. ખર્ચ મર્યાદિત હોવાને લીધે ખૂબ આવક મેળવવા માટે મોટા મોટા આરંભો કરવા પડતા ન હતા કે દેશવિદેશની વિશેષ મુસાફરીની પણ જરૂર પડતી ન હતી. રાજ્યકર્તાઓ પણ પ્રજા ઉપર અસહ્ય કરબોજ નાખતા ન હતા કારણ કે રાજયની સામાન્ય આવકમાં રાજ્યખર્ચનો નિભાવ થઈ રહેતો હતો. જીવનમાં ઉદ્ભવતી વિવિધ પ્રકારની લાલસાઓમાં લપટાઈ ન જવું તે તપ છે. સ્વેચ્છાપૂર્વક સહનશીલતાનો અભ્યાસ કરવો તે પણ તપ છે. પ્રતિકુળ સંજોગોમાં સમતાભાવ રાખીને સહન કરતાં શીખવું એ તપની આરાધના છે. આત્મા સાથે લાગેલાં કર્મો અત્યારથી છૂટી જાય (નિર્જરી જાય) તે પ્રકારે જીવનમાં વર્તવું તેને તપ કહીએ. આત્મબળથી • અનિવાર્ય અનિષ્ટો સામે ઝઝૂમી પાર ઊતરવું તે જ સુખી જીવનની પારાશીશી છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો અધિકતા વડે મનના તરંગોને નષ્ટ કરી આત્માનું શોભાયમાન થવું તે મહાન યોગીશ્વરોનું પરમ તપ છે. જેવી રીતે ખાણમાંથી નીકળેલું સોનું (સુવર્ણરજ) જુદી જુદી ભઠ્ઠીઓમાં નાંખવામાં આવે તો તેમાં રહેલી મલિનતા તથા વિવિધ અશુદ્ધિઓ નષ્ટ થઈ જાય છે અને શુદ્ધ સોનાની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે કામક્રોધાદિ વિકારોવાળા જીવને વિવિધ પ્રકારની શુદ્ધીકરણની પ્રક્રિયાઓમાંથી પસાર કરવા વડે કરીને આત્મા નિર્મળ અને નિર્વિકાર થાય તેને તપરૂપી આરાધના કહેવામાં આવે છે. તપ તે શુદ્ધીકરણ માટેની તે પ્રક્રિયા છે જેમાંથી પસાર થયા વિના કોઈ પણ મહાન સંત બની શક્તો નથી. સ ૯૮ પાંચ ઇન્દ્રિયના વિષયો, કોધાદિ કષાય અને ચાર પ્રકારના આહાર (ખાદ્ય, સ્વાઘ, લેહ્ય, પેય)નો ત્યાગ કરવો તેને ઉપવાસ કહેવામાં આવે છે. માત્ર ભોજનનો જ ત્યાગ કરે તો તે ખરેખરો ઉપવાસ નથી. ¤ ૧૨૫ 22 તત્ત્વષ્ટિએ વિચારીએ તો મુમુક્ષુતા ખરેખર પ્રગટ થવાનું મુખ્ય કારણ સાધકની અંતરંગ રુચિ અને સત્યનિષ્ઠા છે. આ અણુયુગમાં વિવેક, વૈરાગ્ય અને વિચાર મનુષ્યને આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ અંતરંગ રૂચિની ખામી છે, કારણ કે કહેવાતા ધર્મી જીવો સંપ્રદાયને કે મતને સેવે છે, ધર્મને સેવતા નથી. લગભગ અઠ્ઠાણું ટકા ધર્મી જીવોને ધર્મી થવું નથી પણ ધર્મી કહેવડાવવું છે !! વસ્તુના સ્વભાવરૂપ સત્યધર્મ કે આત્માની શુદ્ધિરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે વળવા માટે જરૂરી ગંભીરતા, દઢતા અને સૂક્ષ્મતા તેમનામાં છે જ નહિ; તો તેઓ કઈ રીતે સત્યધર્મને પામે ? આ વાત ધર્મી જીવોના એક મોટા સમુદાયની થઈ. બાકી બચ્યો એક સાવ નાનો સમુદાય. તે જોકે અંતરંગથી ધર્મને ઇચ્છે છે અને તે અર્થે પ્રયત્નશીલ છે પણ દઢ નિષ્ઠાનો અભાવ, મહાન અસત્સંગ અને અસ...સંગોનો ઘેરાવો, સમર્થ પુરુષના યોગની પરમ દુર્લભતા, થોડો કાળ સાધના કરવા છતાં કાંઈ તથારૂપ અનુભૂતિની અપ્રાપ્તિ, સત્યનિષ્ઠાની ન્યૂનતાને લીધે અમુક દશા પ્રાપ્ત થઈ જવાથી સંતોષ, અને કરેંગે યા મરેંગે એ સિદ્ધાંતના આચરણની જીવનમાં ન્યૂનતાને લઈને પ્રતિબંધોમાં રોકાઈ જવું આદિ વિવિધ કારણોને લીધે પારમાર્થિક મોહગ્રંથિના ભેદ સુધી, અવિદ્યા કે મિથ્યાત્વના નાશ સુધી, શુદ્ધ આત્માનુભૂતિની કક્ષા સુધી પહોંચનારા ધર્મી જીવોની સંખ્યા અત્યંત અલ્પ છે. અનાદિકાળથી જગતના લોકોને આ શરીર સાથે એકત્વની પ્રતીતિ છે, એકત્વનો લક્ષ છે અને એકત્વનો અનુભવ છે. હું ગોરો, હું કાળો, હું જાડો, હું પાતળો, મને દુખે છે, મને સારું લાગે છે, મારો વટ પડે • સાચા સિદ્ધ પુરુષો ચમત્કાર ન કરે પણ તેમના વડે ચમત્કાર તેમની પણ જાણ બહાર સહજ થઈ જાય. Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૨૭ છે, મારું સન્માન થયું, મારું અપમાન થયું એ આદિ પ્રકારે જગતના જીવો શરીરની વિભિન્ન અવસ્થાઓને પોતાપણે શ્રદ્ધે છે, જાણે છે, અનુભવે છે. હવે સત્સંગના યોગમાં રહીને, સદ્ગુરૂગમ દ્વારા, જડ શરીરથી જુદો એવો જાણવા-દેખવાવાળો હું આ આત્મા છું એવો યથાર્થ નિર્ધાર કરીને, ચિત્તશુદ્ધિ સહિત એક સ્થિર આસને બેસવું, શરીરને ઢીલું મૂકી દેવું, હદયપ્રદેશમાં, જ્યોતિરૂપે આત્મસ્વરૂપની ભાવના કરવી. આમ સ્થિરતાનો અભ્યાસ કરતી વેળાએ શ્વાસોચ્છવાસની ગતિ મંદ થશે, અને જો જ્ઞાતા-દ્રષ્ટાભાવ સાથે ચિત્ત લગાડેલું રાખવાનો પ્રયોગ ઉદ્યમપૂર્વક જારી રાખવામાં આવશે અને સ્થિરતાનો પ્રયોગ ચાલુ રહેશે તો થોડા કાળમાં હું આ ચૈતન્યજ્યોતિ છું એવો ભાવ મટીને ચિત્માત્રસત્તાનો અનુભવ થશે. આનંદ આનંદ વ્યાપી જશે. જેનો નશો દશ-પંદર મિનિટથી માંડીને એકાદ કલાક સુધી રહેવા યોગ્ય છે. આ જે વસ્તુનો અનુભવ થયો તે જ આપણું મૂળ સ્વરૂપ છે, જે આ દેહમાં રહેવા છતાં કદાપિ તે રૂપે થઈ જતું નથી. જેમ ઘણો લાંબો કાળ સુવર્ણરજ (ખાણિયું સોનું) પડયું રહે તોપણ સોનું સોનારૂપે જ રહે છે અને માટી માટીરૂપે જ રહે છે તેમ ઘણો કાળ શરીર અને આત્મા એક જ જગ્યાએ રહે તોપણ બને પોતારૂપે જ રહે છે યથા - જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ, કોઈ કોઈ પલટે નહિ; છોડી આપ સ્વભાવ. • બિ પી મ ઝનમાં પર્વને માન પી. પતિ પત્ની • શાંતિ શોધો છો ? જીવનમાં ધર્મને સ્થાન આપો. શાંતિ મળી - જશે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અમૃત કળશ ૧૦૧ : અનાસકિત અને આત્મધષ્ટિ : નિવૃત્તિ એટલે સામાન્ય અર્થમાં સ્વાર્થમય કાર્યોમાં પોતાનાં તન, મન, વચન અને ધન ન લગાવવાં તે. જે સત્કાર્યો આત્મલ થાય તે પણ કામ કરીને પરમ સમાધિરૂપ નિવૃત્તિ તરફ લઈ જતાં હોવાથી નિવૃત્તિરૂપ જ છે, પણ સાધના દરમિયાન આપણે નિરંતર વિવેકપૂર્વક વિચારવું કે શું હું ખરેખર અનાસક્તિપૂર્વક વર્તી રહ્યો છું ? અનુભવી સદ્ગુરુના માર્ગદર્શન વગર પ્રવૃત્તિમાર્ગ, નિવૃત્તિમાર્ગ અને 'પરમવૈષ્કર્મ માર્ગનો પાર પામવો દુર્લભ છે. જેમ જેમ મોક્ષમાર્ગનું યથાર્થ અવલંબન વધતું જાય તેમ તેમ સ્વાર્થયાગ વધતો જાય છે, હુંપણું, મારાપણું, ઘટતું જાય છે અને જીવનની દરેક પ્રવૃત્તિ સાહજિક અને વિકાસલક્ષી થતી જઈને આત્મશુદ્ધિની વૃદ્ધિનો જ હેતુ બનતી જાય છે. આ પ્રમાણે આગળ વધતાં, આત્મવિકાસની અનેક શ્રેણીઓને પસાર કરીને સાધક સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ ઉત્કૃષ્ટ દશાને પામે છે. જ્યાં સર્વ રાગ, દ્વેષ અને અજ્ઞાનનો અંત અને પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદનો શાશ્વત અનુભવ રહી જાય છે. • વિચારમાં પ્રચંડ શક્તિ છે, માટે નાનો પણ કુવિચાર ન પેસે તેની સાવધાની રાખો. Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૧૨૯ ૧૦ર જો સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ હશે તો ગૃહસ્થ સાધના માર્ગમાં સામાન્ય સાધુ કરતાં પણ આગળ વધી જશે. પરંતુ જે સાધુને સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ પ્રાપ્ત થઈ હશે તે તો અવશ્ય બધા ગૃહસ્થો કરતાં આગળ વધી જશે, કારણ કે તે પોતાની સંપૂર્ણ શક્તિ અને બધો સમય તે આરાધનામાં લગાવી શકાશે. ગૃહસ્થોના આચાર સંબંધીનું વિવરણ પૂર્વાચાર્યોએ (શ્રાવકાચારાદિ શાસ્ત્રોમાં) અતિ વિસ્તારપૂર્વક કરેલું છે. ૧૦૩, સ્વાધ્યાયની સિદ્ધિ માટે જોકે સાધકની અંતરંગ જિજ્ઞાસા મુખ્ય કારણ છે, છતાં સદ્ગુરુના સાનિધ્યમાં કરેલો સ્વાધ્યાય ત્વરિત આનંદદાયક અને ધારેલું ફળ આપે છે; તેથી સંભવ હોય ત્યાં સત્સંગના યોગે સ્વાધ્યાય કરવો. જ્યાં આવો ઉત્તમ યોગ ન બની શકે ત્યાં આત્મશુદ્ધિ કાજે પદાર્થનો નિર્ણય કરવા, વિનયભાવ સહિત, સુપાત્ર સાધકે સન્શાસ્ત્રોનું અવલંબન લેવું યોગ્ય છે. પ્રમાદનો જ્ય કરવો જોકે સહેલો નથી, કારણ કે દીર્ઘ કાળથી આપણે પ્રમાદ જ સેવતા આવ્યા છીએ અને તેથી અતિપરિચયને લીધે આપણને • વિચારની મલિનતા દૂર થાય છે ત્યારે વૃત્તિઓમાં રહેલી પશુતા | દૂર થાય છે. છે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અમૃત કળશ તેની સાથે પ્રીતિ થઈ ગઈ છે. પરંતુ સર્વે મહાત્માઓએ તેની સાથે પ્રીતિ તોડીને આત્મસાધના દ્વારા જ ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી છે અને તેથી આપણે પણ તે જ કર્તવ્ય છે. જોકે શરૂઆતના સાધકને તેની સાધનામાં ઘણી વાર અનેક પ્રલોભનો પોતાના સ્વજન-મિત્રાદિ તરફથી અથવા પોતાના મનની નિર્બળતાઓને લીધે ઊપજે છે, તોપણ મૂળ બેયને લક્ષમાં રાખીને વારંવાર ઉદ્યમ કરવાથી તે પ્રમાદને જીતી શકાય છે. ૧૦૫ આ જગતમાં કોઈ પણ સ્ત્રી, દેવી, તિર્યચિની (પશુની નારીજાતિ) કે કાષ્ઠ-પાષાણાદિની સ્ત્રી-પ્રતિમા પ્રત્યે વિકારભાવની ઉત્પત્તિ ન થવા દેવી તે સંપૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે. પોતાનો આત્મા જ પરમ આનંદનું ધામ છે એવો અંતરંગ નિશ્ચય કરી તેમાં વારંવાર તલ્લીન થવું તે ખરેખર બ્રહ્મચર્ય છે - બ્રહ્મમાં (આત્મામાં) ચર્યા (રમણતા) છે. સંત સંત જ છે. સંત સાદા છે, સંતોષી છે. સંત સહજ છે, સરળ છે. સંત સુપ્રતીતવંત છે. સંત સ્વાનુભૂતિ સહિત છે. • સંક્ટો સામે ઝૂકો નહીં પણ વીરતાથી મુકાબલો કરો. han international Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો સંત સત્યનિષ્ઠ છે. સંત નિ:સ્પૃહ છે. સંત સમતાના ધારક છે. સંત સામાન્ય સાધકોને શરણરૂપ છે. સંતમાં સજજનતા સ્વાભાવિક છે. સંતને સર્વાત્મમાં સમષ્ટિ છે. સંતને સદબોધમાં સ્થિરતા છે. સંત શાંત સ્વભાવી છે, શાંતિપ્રિય છે. સંત સાચા સાધકોની ચરણરજ છે !! સંત શાંતિ અને સમાધાનના પુરસ્કર્તા છે. સંત સજજનોના શિરોમણિ છે. સંત કમશ: સમસ્ત વિશ્વના શિરોમણિ (સિદ્ધ) બની જાય છે. સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા -- સાતિશય સપુરુષાર્થ જોઈએ. સતમાં નિષ્ઠા, સજજનસંગતિ, સમ્બોધ, સઋદ્ધા, સવિચાર અને સ્થિરતાના અભ્યાસથી સંત થઈ શકાય છે. સાંત સંસારદશાવાળા, સાતિશયગુણસંપન્ન, સમાધિના સ્વામિ એવા સંતનું સાચું શરણું અમને પ્રાપ્ત થાઓ. શાંતિ શોધો છો ? જીવનમાં ધર્મને સ્થાન આપો. શાંતિ મળી જશે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર અમૃત કળશ 0 ત્રણે કાળમાં મુમુક્ષુઓ ખૂબ જ ઓછા હોય છે. આ કાળે ખરેખર મુમુક્ષુઓ અત્યંત વિરલ છે એવો અનુભવ થાય છે. પૂર્વભવના કોઈ વિશિષ્ટ આરાધકને બાદ કરતાં, પારમાર્થિક દૃષ્ટિની પ્રાપ્તિ સ્વયં થવી પરમ દુર્લભ છે. જો પોતે પ્રામાણિક બને અને સંતનો પ્રત્યક્ષ યોગ આરાધ તો તેવી ષ્ટિ કમે કરીને ઉદય પામે. આમ થવા માટે વિનય, ખંત, ધીરજ, સહનશીલતા, આદિ ગુણોની આરાધના કરીને ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટ કરવું જોઈએ. ચિંતન વગરનું વાંચન વંધ્ય તરુ સમાન છે અને જેને સાચું એકાંતચિંતન કરવાની ટેવ પડે છે તેના જીવનમાં અવશ્ય અનેક ગુણો ચરિતાર્થ થવા લાગે છે. મોક્ષાર્થે કરેલું તત્વચિંતન આત્મશુધ્ધિનું સર્વોત્તમ સાધન જાણીએ છીએ; પણ આવા ચિંતનની દુપ્રાખતા પણ તેટલી જ પ્રસિદ્ધિ છે. જીવનશુદ્ધિથી ચિંતનશુદ્ધિ, ચિંતનશુદ્ધિથી ચિત્તશુદ્ધિ, ચિત્તશુદ્ધિથી ચિત્તસ્થિરતા, ચિત્તસ્થિરતાથી પરમ સમાધિ અને પરમ સમાધિથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. -- • સંકટો સામે ઝૂકો નહીં પણ વીરતાથી મુકાબલો કરો. Page #148 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ [ ૧૩૩ વાચકની નોંધ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અમૃત કળશ ચિંતન ઘૂંટીએ ૧ | = = $ % = = = = = = • = = = 5 ૬ = = ૧. હેય - શેય - ઉપાદેય ૨. મુખ્યતા - ગૌણતા ૩ સિદ્ધાંતથી - અધાત્મથી . વ્યવહારનયથી - નિશ્ચયનયથી તત્કાળ સત્ય - ત્રિકાળ સત્ય ૬. પુસ્નાર્થ - સન્યસ્પાર્થ ૭. શબ્દાર્થ - ભાવાર્થ ૮. રૂડાં ભાવો + પુરુષાર્થ + કૃપા ૯. એકાંત - અનેકાંત ૧૦. કાચો રંગ - પાકો રંગ ૧૨. એકને આ ગુણની એકને આ ગુણની ' મુખ્યતાથી સિદ્ધિ છે મુખ્યતાથી સિદ્ધિ છે. ૧૩. આ અનુયોગથી આમ છે. - આ અનુયોગથી આમ છે. શ્રી ૧૪. સામાન્ય - વિશેષ } ગુ ૧૪. નામ-ઠવણ-દ્રવ્ય અધ્યાતમ - ભાવ અધ્યાતમ ૧૪. લધુષ્ટિ - દીર્ધદષ્ટિ ૧૪. અસ્તિથી - નાસ્તિથી ૧૪. દ્રવ્યથી - ભાવથી ૧૪. એકવચન - અનેક શાસ્ત્રો ૧૪. ખુલ્લુ મુકવું - છુપાવવું ૧૪. પાવ - અપાત્ર ૧૪. શ્રી ઉપાસના - આરાધના - સાધના ૧૪. આંશિક સત્ય પૂર્ણ સત્ય ૧૪. સાક્ષાત્ - પરંપરાએ ૧૪. પણ - જ ૧૪. પ્રત્યક્ષ - પરોક્ષ ૧૪. સંકુચિતતા - ઉઘરતા ૧૪. લૌકિક - લોકોત્તર ૧૪. ઉપાઘન - નિમિત્ત ૧૪. વીતરાગદર્શન - અન્ય દર્શન ૧૪. સ્થૂલષ્ટિથી - સૂક્ષ્મષ્ટિથી ૧૪. એકને માટે આમ છે - એકને માટે આમ છે. ૧૪. વિચાર - વર્તન ૧૪. ચર્ચા - ચર્યા ૧૪. મોટો બંગલો - નાની ચાવી ૧૪. સક્રિય - અયિ ૧૪. આ અપેક્ષાએ આમ છે . આ અપેક્ષાએ આમ છે. ૧૪. એકાંત - સમજુ એકાંત ૧૪. Theoritical - practical ૧૪. સાપેક્ષ - નિરપેક્ષ ૧૪. ઢાઈ અક્ષર પ્રેમકા - અનેક શાસ્ત્રો ૧૪. બાહ્ય કારણ - અંતરંગ કારણ ૧૪. પ્રેમ • પ્રચૂર પ્રેમ ૧૪. સ્વરૂપલક્ષે - જિનઆજ્ઞા ૧૪. દુ:ખ/મોહ ગર્ભિત વૈરાગ્ય - જ્ઞાનગભિત વૈરાગ્ય ૧૪. પૌદ્ગલિક મોટાઈ - ચૈતન્ય મોટાઈ ૧૪. ક્ષણિક - શાશ્વત ૧૪. સ્વનિંદા - પરનિંઘ ૧૪. કર્તા, છતાં અબંધ - અકર્તા, છતાં બંધ ૧૪. વ્યવહાર ગુરુગમ - નિશ્ચય ગુરુગમ ૧૪. વ્યવહાર - પરમાર્થ ૧૪. વ્યવહાર સમ્યગ્દર્શન - નિશ્ચય સમ્યગ્દર્શન ૧૪. સંસાર · મોક્ષ - હરિ ઓમ | = = • = = = = • = = = = • = = Page #150 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ [ ૧૩૫ અમૃત કળશ : શુદ્ધિ પત્રક : પાનું લીટી અશુદ્ધ શુદ્ધ ૧૧૨ ૧૩૧ વેદના સાંત દુપ્રાપ્યતા પ્રસિદ્ધિ વેદકતા શાંત દુપ્રાખતા પ્રસિદ્ધ ૧૩ર ૧૩ર Page #151 -------------------------------------------------------------------------- ________________ અમૃત કળશ D ૧૩૬ મારે માથે ગુરૂદેવ મારે માથે આત્મજ્ઞાની ગુરુદેવ સદ્ગુરુ દેવ મારે ઉરે તે એક છે બીજો નહીં કોઈ... મારે કોઈના ગુરુ કબીર કોઈના નાથ માંહ્યલા નાથ કોઈના વશિષ્ઠ વ્યાસ છે ને કોઈના પરાશર...મારે કોઈના શૌનક, શિવ ને નારદ, ઋષભદેવ કોઈના ઉદાલક, નાનર શુક અષ્ટાવક...મારે કોઈના ભાણ, ભરથરી, રવિદાસ, દાદુ છે કોઈના જનક, યાજ્ઞવલ્ક, આદિ પ્રમાણ છે... મારે કોઈના સનત, શુક ને કોઈના કપિલદેવા કોઈના અત્રિ, અનસૂયા ગુરુદત્તના દેનાર છે... મારે જેની જેમાં પ્રીત બંધાણી ત્યાં તેનો મેળ અનંત કહે ગુરુ એક નામ ભેદ દશ્ય છે... મારે Page #152 -------------------------------------------------------------------------- ________________ ટી/ /C/ તેની પ્રાપ્તિ માટે આવશ્યક એવું તત્ત્વજ્ઞાન, તેની ઉપલબ્ધિ અર્થે સહકારી એવા વૈરાગ્ય, વિવેક, વિનય, બ્રહ્મચર્ય, તિતિક્ષા, પ્રસન્નતા આદિ ગુણો; તેવા ગુણોની પ્રાપ્તિ માટે જરૂરી પાથેય મહાપુરુષોના ઉપદેશના માધ્યમ દ્વારા પીરસ્યું છે જેમાં તે છે... આ અધ્યાત્મ ગ્રંથ Jan Education Intemational For Private & Personal use only