SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ८० ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ થતાં આત્મશાંતિ, પ્રસન્નતા અને આત્મસમાધિની પ્રાપ્તિ થશે. અમૃત કળશ નિયમિતતાની સિદ્ધિ માટે ત્રણ ઉપયોગી બાબતો અનુભવી પુરુષોએ આપણને બતાવી છે. Jain Education International પ્રથમ તો નિયમિતતાની મહાન અંગત જીવનમાં સ્વીકારીને તેને પ્રાપ્ત કરવાનો અત્યંત ઢ નિર્ણય કરવો જોઈએ. બીજું, આ નિર્ણયને સાકાર કરવા માટે અભ્યાસની પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાઓમાં કોઈ સુસંચાલિત આશ્રમ, પરમાર્થસંસ્થા કે ગુરુકુળમાં રહેવું જોઈએ. આવી સંસ્થાઓમાં સાધનાનો સમય નિયત કરેલો હોય છે અને તે માટે ઘણુંખરું ઘંટ વગાડી સૌને જાગ્રત કરવામાં આવે છે. સવારે, બપોરે, સાંજે અને રાત્રે - એમ બધાય સમયે નિયમિતપણે સત્સંગ-ભક્તિ પ્રવચન-ધ્યાન વગેરેમાં જવાથી એક જાતની ટેવ પડી જાય છે અને જો આત્મજાગૃતિ હશે તો તે ટેવ ઘેર આવ્યા પછી પણ ચાલુ રાખવામાં આવશે. અને આવા અભ્યાસ પછી છેલ્લે, નિયમનું ગ્રહણ એટલે વ્રત લેવું તે પણ નિયમિતતાને દઢ કરવા માટે અત્યંત જરૂરી છે. વ્રતગ્રહણનો એવો મહિમા છે કે જ્યારે જ્યારે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરવાનો અવસર ઊભો થશે ત્યારે તુરત જ વ્રતરૂપી વાડ આપણું તેનાથી તેનાથી રક્ષણ કરશે, અને આમ નિયમિતતાને ધીમે ધીમે આપણા જીવનનો એક સહજ સ્વભાવ બનાવી દેશે. આ કારણથી જ આપણા પૂર્વાચાર્યો, અને સંત-મહાત્માઓએ વ્રતનું આર્થિક મહત્ત્વ આત્મસાધનામાં સ્વીકાર્યું છે. શરીરના દશે દરવાજા પર જેનો સાવધ પહેરો છે તેને ત્યાં કોઈ શત્રુ ફાવતો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy