________________
...
આ
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૦૯
તે ગુજરાતી ભાષાના અપૂર્વ અધ્યાત્મજ્ઞાનકોષ સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્ર. આ ગ્રંથમાં ભરેલી અદ્ભુત અનુભવવાણીના જાદુએ રંગીન સિંગભાઈને સંગીન સાધનામાર્ગ તરફવાળી દીધા.
પ્રતિબિંબ નીચેની પ્રસિદ્ધ અંગ્રેજી કહેવતમાં પણ પડયું છે - જ્યાં નિયમિતતાનું સર્વોચ્ચ પાલન કરનાર માટે કહેવાય છે : "He is religiously regular.'
હવે વિચારીએ કે અધ્યાત્મસાધનામાં નિયમિતતાની આટલી બધી આવશ્યકતા કેમ બતાવવામાં આવી છે. પ્રથમ તો સાધનામાં અનાદિકાળના પડેલા કુસંસ્કારો અને કુટેવોને સુસંસ્કારો અને સાચી ટેવોના પુટ આપવા વડે ઢીલા કરી નાખવાના છે. આમ, જો કુસંસ્કારો અને કુટેવોના બળનો પરાજ્ય કરવો હોય તો સ્વાભાવિકપણે જ નિયમિત રીતે તેનાથી વિરુદ્ધ ભાવોનું (સુસંસ્કારોની સાધનાનું) ઠીક ઠીક કાળ સુધી સેવન કરવું જોઈએ. વળી વિશેષ એમ છે કે આત્મસાધનાની સફળતા આત્માનવથી છે, તેની પ્રાપ્તિ મનોજ્યથી છે અને તેની પ્રાપ્તિ સમસ્ત જીવનની પ્રક્રિયાઓને એક સુનિશ્ચિત ઢાંચામાં ઢાળવારૂપ નિયમિતતાથી છે. જો મનને જીતવું હોય તો નિયમિતતાપૂર્વક પાડેલી સારી ટેવોમાં નિષ્ઠાવાન થવું પડશે. ટૂંકમાં, સાધનાની ચરમ સીમા જે સમાધિ, તેની પ્રાપ્તિ અર્થેની બે સૌથી અગત્યની બાબતો જે સમ્બોધ અને આત્મસ્થિરતા - તે બને માટે નિયમિતતા આવશ્યક છે.
• ચતુર્થ સાધનસંપન્ન મનુષ્યને મોક્ષ દ્વારના ચાર દ્વારપાળો શાંતિ, વિચાર, સંતોષ અને સંસંગ સામા આવી મિત્ર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org