________________
અધ્યાત્મયોગી પૂજય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૦૧
ગુણપ્રમોદને પ્રત્યક્ષપણે પ્રગટ કરવો અને તેમના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા વડે તેઓનું પારમાર્થિક બહુમાન કરવું.
લગભગ નેવું વર્ષ પહેલાંની વાત. ઈ. સ. ૧૮૮૩માં આર્યસંસ્કૃતિના એક મહાન જ્યોતિર્ધર સ્વામી દયાનંદ સરસ્વતીનો દેહવિલય થયો હતો તેથી તેમના ભક્તોમાં તેમનું એક સુંદર જીવનચરિત્ર આલેખાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા હતા.
સ્વામીજીના એક ભક્ત તેમના એક મહાન પ્રશંસક અને અંતેવાસી પાસે ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરી : 'મહાત્મન ! આપના જેવો સ્વામીજીના સિદ્ધાંતોનો જાણકાર, તેમનો અનન્ય ઉપાસક કે તેમના જીવનપ્રસંગો સાથે ગાઢ પરિચય ધરાવનાર બીજો કોઈ અત્યારે ભારતમાં નથી તો આપ જ આ જીવનચરિત્ર લખવાનું કાર્ય કરો એવી મારી નમ્ર અરજ છે. તે કાર્ય કરવાથી અનેક જિજ્ઞાસુઓની વૃત્તિ સ્વામીજીના પાવન પ્રસંગોથી પુનિત થઈ મહાન ઉપકારનું કાર્ય થશે.
અંતેવાસી બોલ્યા : 'ભાઈ ! આ કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે અને યોગ્ય સમયે તે પૂર્ણ પણ થઈ જશે. ભક્ત કહે : 'મહાત્મન ! અમે સૌ આપના ખૂબ આભારી છીએ. બીજાં કામ બાજુમાં રાખી જો આપ તે કાર્ય જલદીથી કરો તો અમને સૌને ખૂબ લાભ થાય.
અંતેવાસી બોલ્યા: ભાઈ ! મારા અને તારા ઘષ્ટિકોણમાં લાખ ગાડાંનો ફરક છે. તેમનું જે ચરિત્ર લખાઈ રહ્યું છે તે તો સજીવ છે. તેમના ગુણોને મારી રગેરગમાં, પ્રત્યેક કાર્યમાં અને જીવનપ્રસંગોમાં ઉતારવા દ્વારા હું • હિતકર વાત દુ:ખકર હોય તો પણ હિતેચ્છુએ તો કહેવી જ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org