________________
અમૃત કળશ
અંતરંગ રૂચિની ખામી છે, કારણ કે કહેવાતા ધર્મી જીવો સંપ્રદાયને કે મતને સેવે છે, ધર્મને સેવતા નથી. લગભગ અઠ્ઠાણું ટકા ધર્મી જીવોને ધર્મી થવું નથી પણ ધર્મી કહેવડાવવું છે !! વસ્તુના સ્વભાવરૂપ સત્યધર્મ કે આત્માની શુદ્ધિરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે વળવા માટે જરૂરી ગંભીરતા, દઢતા અને સૂક્ષ્મતા તેમનામાં છે જ નહિ; તો તેઓ કઈ રીતે સત્યધર્મને પામે ? આ વાત ધર્મી જીવોના એક મોટા સમુદાયની થઈ.
બાકી બચ્યો એક સાવ નાનો સમુદાય. તે જોકે અંતરંગથી ધર્મને ઇચ્છે છે અને તે અર્થે પ્રયત્નશીલ છે પણ દઢ નિષ્ઠાનો અભાવ, મહાન અસત્સંગ અને અસ...સંગોનો ઘેરાવો, સમર્થ પુરુષના યોગની પરમ દુર્લભતા, થોડો કાળ સાધના કરવા છતાં કાંઈ તથારૂપ અનુભૂતિની અપ્રાપ્તિ, સત્યનિષ્ઠાની ન્યૂનતાને લીધે અમુક દશા પ્રાપ્ત થઈ જવાથી સંતોષ, અને કરેંગે યા મરેંગે એ સિદ્ધાંતના આચરણની જીવનમાં ન્યૂનતાને લઈને પ્રતિબંધોમાં રોકાઈ જવું આદિ વિવિધ કારણોને લીધે પારમાર્થિક મોહગ્રંથિના ભેદ સુધી, અવિદ્યા કે મિથ્યાત્વના નાશ સુધી, શુદ્ધ આત્માનુભૂતિની કક્ષા સુધી પહોંચનારા ધર્મી જીવોની સંખ્યા અત્યંત અલ્પ છે.
અનાદિકાળથી જગતના લોકોને આ શરીર સાથે એકત્વની પ્રતીતિ છે, એકત્વનો લક્ષ છે અને એકત્વનો અનુભવ છે. હું ગોરો, હું કાળો, હું જાડો, હું પાતળો, મને દુખે છે, મને સારું લાગે છે, મારો વટ પડે • સાચા સિદ્ધ પુરુષો ચમત્કાર ન કરે પણ તેમના વડે ચમત્કાર તેમની પણ જાણ બહાર સહજ થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org