________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
જો કે અધ્યાત્મપદ્ધતિમાં તો વ્યક્તિગત વિકાસને જ મુખ્યતા છે છતાં પણ તેવા વ્યક્તિગત વિકાસને ઉપકારી ઘણાં સાધનો સમાજ વડે જ અર્પણ કરવામાં આવે છે અને તેથી જ આર્યસંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને બીજા સર્વ આશ્રમોનો આધારસ્થંભ ગણીને તેની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આટલું જ નહિ પરંતુ શ્રી ઋષભદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ કે શ્રીબુદ્ધ આદિ અનેક મહાન પુરુષોએ આ આશ્રમમાં યથાયોગ્ય ધર્મઆરાધના કરીને આગળ જતાં તપ-ત્યાગ અને સંયમનો માર્ગ અંગીકાર કરેલો.
સામાન્ય રીતે મનુષ્યને માટે જીવનજરૂરિયાતની વસ્તુઓમાં અનાજ, કપડાં, ઘર અને કેળવણી ગણી શકાય. જે સમાજ સુખ, શાંતિ અને સંપથી રહેવા ઈચ્છતો હોય તેણે એ જોવું જરૂરી છે કે તે સમાજના બધા મનુષ્યોની આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પડે.
આર્ય સંસ્કૃતિના ચિંતકોએ સમાજમાં બંને પ્રકારે મનુષ્યના અધ્યાત્મવિકાસમાં સહાયભૂત થઈ શકે તેવી વ્યવસ્થાનો વિચાર કરેલો છે. સામાન્ય ઘષ્ટિએ વિચારતાં સંઘ સાધનાની મુખ્યતા હોય ત્યાં ગૃહસ્થધર્મની મુખ્યતા છે અને વ્યક્તિગત (એકાંન) સાધનાની મુખ્યતા હોય ત્યાં ત્યાગી જીવન (સાધુજીવન) ની મુખ્યતા હોય છે. જોકે એમ • પોતાનું ભવિષ્ય ઉજજવળ જ છે તેવું સતત ચિંતન કરનાર અવશ્ય ઉન્નતિ સાધી શકે છે.
- ૧૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org