________________
અમૃત કળશ
(૫) ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું છે. (૬) જેટલું નુકસાન તંદુરસ્તીને ભૂખ્યા રહેવાથી થાય છે તેથી ઘણું
વધારે નુકસાન અતિ આહારથી થાય છે. અકરાંતિયા થઈને વારંવાર ખાધા જે કરવું તે ભૂંડ આદિની જેમ પશુવૃત્તિ સૂચવે છે. જે મનુષ્ય વિવેકી છે, મિતાહારી છે અને સાધનાની દૃષ્ટિવાળો છે તે આવી નીચ પશુવૃતિને કેવી રીતે સેવે?
ઈરાનના બાદશાહ બહમન રોજે એક દિવસ હકીમને પૂછ્યું કે : દરરોજ કેટલું ભોજન કરવું જોઈએ ? હકીમે ઉત્તર આપ્યો : છવ્વીસ તોલા. બાદશાહ કહે “આટલાથી શું થાય ? ત્યારે ઉત્તર મળ્યો કે : આટલા આહારથી તમે જીવતા રહી શકો તેમ છો. આ ઉપરાંત તમે જેટલું ખાઓ છો, તેટલો નકામો ભાર પોતાના શરીર પર વધારી રહ્યા છો.
જેટલું અન્ન સહેલાઈથી પચી શકે તેના કરતાં વધારે લેવાથી માત્ર ચરબીનો જ વધારો થાય છે પણ વીર્ય, આનંદ અને આયુષ્યમાં કાંઈ વૃદ્ધિ થઈ શકતી નથી. આ વાત આ જમાનામાં બેઠાડુ જીવન જીવનાર કે માત્ર મગજનું કામ કરનાર માણસોને માટે તો ખૂબ જ વિચારણીય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તેમને મિતાહારી થવાની પ્રેરણા કરે છે.
• કંજુસ કરોડોપતિ, ઉદાર રોડપતિ કરતાં પણ વધારે ગરીબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org