________________
ર
૧.
૨.
3.
૪.
૫.
[ક
નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો :
ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો.
સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
અમૃત કળશ
કોઈ એક સત્પુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રÇા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે - (સૂઝયું છે).
Jain Education International
પત્રાંક - ૧૪૩/પૃ. ૨૨૯/૨૩ મું વર્ષ
¤
ઈશ્વર માટેની તડપન જ ઈશ્વર સુધી પહોંચાડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org