________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
૧૧૫
પુરૂષોના સંગથી સાધકે બચવાનું છે અને સત્સંગનો યોગ મહાન ઉદ્યમથી શોધીને તેવા યોગમાં રહી આત્મકલ્યાણ સાધવાનું છે.
આ પરમપદનું સ્મરણ-ધ્યાન કરવાથી અત્યંત મંગળની પ્રાપ્તિ થાય છે. એટલે કે પાપભાવોનો નાશ, પુણ્યની પ્રાપ્તિ અને શુદ્ધાત્માનો લક્ષ ઉપજે છે. જોકે આ પદની પ્રાપ્તિ આ કાળે મુખ્યપણે આદર્શરૂપ છે જે હકીક્ત હોવા છતાં પણ આ પરમપદનું યથાર્થ અને વૈજ્ઞાનિક જાણપણું મોહનો નાશ કરી ઉત્તમ એવા આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ કરાવે છે, માટે ફરી ફરી પ્રયત્નપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને અત્યંત ઉત્સાહપૂર્વક આ પરમપદનું શ્રદ્ધાન, જ્ઞાન, સ્મરણ અને અનુસરણ ભવ્ય જીવોનું સર્વતોમુખી કલ્યાણ કરનારું છે એમ જાણીએ છીએ અને તે પદપ્રાપ્તિની દિશામાં પ્રયત્નશીલ છીએ.
જન્મથી જ અતિશય વિચક્ષણ બુદ્ધિના ધારણ કરનારા મનુષ્યો ઇતિહાસપ્રસિદ્ધ પણ છે અને નજીકના ભૂતકાળમાં પણ થયેલા દેખાય છે. જે પ્રકારની અને જે પ્રમાણની બુદ્ધિ અમુક વયમાં કે અમુક સંજોગોમાં સંભવી જ ન શકે તેવી અતિ વિરલ અને અતિ વિશિષ્ટ » અનંત આનંદ તે જ પ્રાપ્ત કરી શકે છે કે જે ગમે તેવા સંકટોમાં પણ સમતા ધારણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org