SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો ૩૩ ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર (!) છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. પત્રાંક - ૧૩૦/પૃ. ૨૨૩/૧૩ મું વર્ષ અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે; અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત તે ઉપાધિ સંબધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કંઈ નવાઈની વાત નથી. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. • પરોપકારી મનુષ્ય આત્મકલ્યાણ તો કરે જ છે પણ વિશ્વકલ્યાણનું સામર્થ્ય પણ પ્રાપ્ત કરે છે. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001290
Book TitleAdhyatma Pathey
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1996
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy